પ્રભુ સદાશીવની સંપૂર્ણ બ્રહ્માંડમાં લીલાઓ વિદ્યમાન રહી છે. લીલા અભિયાન માટે ભગવાન આ જગતની રચના કરે છે. ત્યારે અંર્તયામિ રૂપ સ્વયંપણ વ્યક્ત રૂપે પ્રવિષ્ટ થાય છે. વ્યાપ્ત થઈ જાય છે. 'તત્સૃષ્દ્વા તદેવાનું પ્રવિશત.. અનવાર્યતાની સમજ જ્યારે જાણે છે. ત્યારે સ્વયં વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. વેદોમાં ભગવાન શિવનો મહિમા અને તેમનાં કલ્યાણકારી, કરુણા-માંગલ્યનું વિશેષ ગાન થયું છે. રુદ્ર, શિવ, મુંડ, ભવ જેવાં તેમનાં નામો જાણીતા છે. તેમના ઘોર અને અઘોર બે સ્વરૂપોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શિવનું સંહારલીલાનું મૂર્તરૂપ 'ઘોર', તેમજ રક્ષણ તથા પાલન પોષણનું મૂર્ત સ્વરૂપ 'અઘોર તરીકે ઓળખવામાં આવ્યા છે. વેદોમાં જે રીતે રુદ્રની ચર્ચા છે. 'અસંખ્યાતરુદ્ર' પદથી અનન્તાનન્ત રુદ્રનું નિર્વચન કરવામાં આવ્યું છે. એકાદશ રુદ્રએ પ્રસિધ્ધ છે જ.. એવાં જ ભગવાન શિવ સૃષ્ટિનાં મૂળતત્ત્વ લીંગાકાર રૂપે પ્રગટ છે ! અને પૂજનિય બન્યા છે ! દ્વાદશ જ્યોતિલીંગ, બાણલીંગ, સ્વયંભૂ લીંગ જેવાં ભગવાન શિવનાં લીંગ સ્વરૂપોમાં પ્રાગટયનાં ઘોતક છે. આ રીતે જ અષ્ટમૂર્તિઓનાં રૂપમાં પણ તેમની ઉપાસના કરવામાં આવે છે. પુરાણોમાં તો ભક્તોના કલ્યાણ-મંગળ માટે ભગવાન શિવજીએ વિભિન્ન સ્વરૂપો ધર્યા છે. તેનું વર્ણન મળે છે. મહાકાળ, ભૈરવ, યક્ષ, દુર્વાસા, હનુમાન, પિમ્પલાદ, હંસ જેવાં લીલાવતારોની કથાઓ અત્યંત મંગલકારી કલ્યાણકારી અને સુખાકારી રહી છે. તેમનું અર્ધનારી સ્વરૂપ 'તથા' 'હરિહર'ના રૂપે થયેલ અવતારણ સંસારને જ્ઞાાન આપવા માટે જ થયાં હતાં ! આ જ રીતે 'પ્રણવ'નાં રૂપે પણ અવતરણ થયું છે.. મૃત્યુંજય, દક્ષિણામૂર્તિ, નટરાજ, ભીક્ષુક, મહાકાળ પંચમુખી, નીલકંઠ, પશુપતિ, ત્ર્યંબક તથા યોગેશ્વરાવતાર વગેરે અનેક નામ રૂપોમાં પ્રગટ થઈને ભગવાન શિવજીએ વિવિધ લીલાઓ રચી છે ! જે શિવ ભક્તોને માટે અતૂટ મંગલકારી છે..!
- લાલજીભાઈ મણવર


