- अन्ते या मतिः सा गतिः
- ભગવાનના દ્વારા સાત્વિક, રાજસ અને તામસ કાર્યો થવા છતાં તેઓ ગુણાતીત જ રહે છે (ગીતા) એવી જ રીતે ગુણાતીત મહાપુરુષોના પોતાના કહેવનારા અંત:કરણમાં સાત્વિક, રાજસ અને તામસ વૃત્તિઓના આવવા છતાંય તે ગુણાતીત જ રહે છે.
ભગવત ગીતાના આઠમાં અધ્યાયનો પાંચમો શ્લોક આપણે સહુએ યાદ રાખવા જેવો છે.
अन्तकालेडपि मामेव
स्मरन्मुद्वा कलेवरण ।।
यःप्रयाति स म मटभाव,
यति नास्त्यत्रः सशंय ।।
જીવન અંતકાળમાં મારૂં સ્મરણ કરતો કરતો જે દેહ મૂકે છોડે છે તે મને જ પામે છે તેમાં કોઈ શંકા નથી.
આનો અર્થ એ છે કે આખું જીવન મનુષ્યને સાધન-ભક્તિ કરીને પોતાનો ઉદ્વાર કરવાનો અવસર આપ્યો છે. આ ઇશ્વરની આપણા ઉપરની કરૂણા છે. છતાંય તેમ કંઈ ભક્તિ-સેવા કરી ન શક્યો હોય તે જીવનનાં અંતકાળમાં મને યાદ કરીને મારૂં નામ લેતા લેતાં દેહ છોડે તો પણ તેને મારી ગતિ પ્રાપ્ત થાય છે.
ભગવાન કહે છે કે મારૂં સ્વરૂપ સાંભળવામાં કે સમજવામાં એને મારૂં ચિંતન થશે. જ્યારે સર્વ કંઈ સ્વરૂપ કે નામ તેણે માની લીધું તો અંતકાળમાં તેને કંઈ યાદ આવશે. તે પણ મારૂં જ સ્વરૂપ હશે. અને તેનું સ્મરણ થવાથી તેને મારી જ ગતિ પ્રાપ્ત થશે જ તેમાં કંઈ શંકા નથી.
સાધકે મારાં કોઈ ભિન્નકે અભિન્ન ભાવથી અર્થાત્ સગુણ કે નિર્ગુણ, સાકાર કે નિરાકાર, દ્વિભુજકે ચતુર્ભુજ તથા નામ, લીલા, ધામ, રૂપ વગેરેથી અને મારી ઉપાસના કરી છે, અંત સમયના સ્મરણ અનુસાર તે મારાજ એ ભાવને પ્રાપ્ત થાય છે.
જેઓ ભગવાનની ઉપાસના કરે છે. તેઓ તો અંત સમયે તે ઉપાસનાનું સ્મરણ થવાથી તે જ ઉપાસ્યને અર્થાત્ ભગવદ્ ભાવને પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ ઉપાસના નથી કરતા, તેમને પણ અંત સમયે કોઈ કારણવશાત્ ભગવાનના કોઈ નામ, રૂપ, લીલા, ધામ. વગેરેનું સ્મરણ થઈ જાય, તો તેઓ પણ તે ઉપાસકોની જેમ એજ ભગવદ્ભાવને પ્રાપ્ત થઈ જાય છે.
ગુણ પ્રમાણેની દેહાન્તર ગતિ :
उर्ध्वगच्छति सत्वस्था,
मध्ये निष्ढन्ति राजसां ।
अयोगच्छति तामसां
( ગીતા. અ. ૧૪/૧૮)
સાત્વિક ગુણોમાં સ્થિત મનુષ્યો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકમાં મૃત્યુ પછી જાય છે. રજોગુણમાં સ્થિત મનુષ્યો મનુષ્ય લોકમાં જન્મ લે છે. અને તમોગુણનાં કાર્ય નિંદનિય તમોગુણની વૃત્તિમાં સ્થિત થઈ તામસી મનુષ્યો અધોગતિને પ્રાપ્ત કરે છે.
જેમના જીવનમાં સત્વ ગુણનું પ્રાધાન્ય રહ્યું છે એને કારણે તેને જેમણે ભોગોમાં સંયમ કર્યો છે. તીર્થ, વ્રત, દાન વગેરે શુભ કર્મો કર્યા છે. બીજાઓને માટે સુખ-સુવિધામાં પરબ અન્નક્ષેત્ર, દવાખાના, ધર્મશાળા, નિશાળો બનાવ્યા છે. સડકો બનાવી છે, પશુ-પક્ષીઓની સુખ-સુવિધાને માટે ઝાડ-છોડ રોપ્યા છે. ગૌશાળાઓ બનાવી છે તે મનુષ્યોને અહિં સાત્વિક કહેવામાં આવ્યા છે. જ્યારે તે સત્વગુણની પ્રાધાન્યમાં જ એવા મનુષ્યોનું શરીર છૂટી જાય છે, ત્યારે તેઓ સત્વગણનાં પ્રાધાન્યમાં જ સત્વગુણનાં સંગથી સ્વર્ગ વગેરે ઉચ્ચલોકમાં ચાલ્યા જાય છે. ઉંચા લોકમાં જવાવાળા મનુષ્યોને તેજ તત્વપ્રધાન શરીરની પ્રાપ્તિ થાય છે.
मध्य तिष्ढन्ति राजसा : જે મનુષ્યોના જીવનમાં રજો ગુણનું પ્રાધાન્ય હોય છે. અને તેને કારણે જેઓ શાસ્ત્રની મર્યાદામાં રહીને જ સંગ્રહ કરવા અને ભોગ ભોગવવા, એશ-આરામ કરવા અને પદાર્થોમાં મમતા રાખવી, આશક્તિ રાખવી વગેરેમાં લાગ્યા રહે છે. તેમને રાજસા કહેવામાં આવે છે. જ્યારે રજોગુણનાં પ્રાધાન્યમાં અને તેના ચિંતનમાં જ રહે છે તેવા મનુષ્યોનું શરીર છૂટી જાય છે. ત્યારે તેઓ પુન: આ મૃત્યુલોકમાં જન્મ લે છે. દેહ છોડયા પછી ફરી મૃત્યુલોકમાં આવીને એવાજ બની જાય છે જેવા પહેલા હતા. તેમાં રાગ-આસક્તિ અને મમતા રહેવાને કારણે તેઓ પુન: ફરીથી મૃત્યુલોકમાં જ જન્મ લે છે.
अयोगच्छति तामसा : જે મનુષ્યોના જીવનમાં તમોગુણનું પ્રાધાન્ય હોય છે અને તેને કારણે જેમણે પ્રમાદને વશ થઈને નિરર્થક પૈસા અને સમય બરબાદ કર્યા છે. જેઓ આળસ તથા નિંદ્રામાં જ પડયા રહ્યા છે. આવશ્યક કર્મોને પણ જેણે સમયસર નથી કર્યા, જેઓ બિજાનાં અહિત જ વિચારતા આવ્યા છે. જેમણે બીજાઓનું અહિત કર્યું છે. બીજાઓને દુ:ખ જ આપ્યું છે. જેમણે જૂઠ-કપટ, ચોરી, લૂંટ, વગેરે નિંદનીય કાર્યો ક્યાં છે. એવા મનુષ્યોને અહિ તામસિ કહેવામાં આવ્યા છે. જ્યારે તેઓ તમોગુણનાં કાર્યોનાં ચિંતનમાં જ એવા મનુષ્ય જ્યારે દેહ છોડે છે ત્યારે અધોગતિમાં ચાલ્યા જાય છે.
- અધોગતિનાં ભેદ : અધોગતિનાં બે ભેદ છે- યોનિવિશેષ અને સ્થાન વિશેષ. પશુ, પક્ષી, કીટ, પતંગ, સાપ, વીંછી, ભૂતપ્રેત વગેરે યોનિવિશેષ અધોગતિ છે. અને વૈતરિણી અસિપત્ર, લાલાભક્ષ, કુંભીપાક, રૌરવ, મહારૌરવ વગેરે નરકના કૂંડ સ્થાન વિશેષ અધોગતિ છે. જેમના જીવનમાં સત્ત્વગુણ અથવા રજોગુણ રહેવા છતાં પણ અંતકાળે તાત્કાલિક તમો ગુણ વધી જાય છે. તે મનુષ્યો મર્યા પછી ' યોનિવિશેષ' અધોગતિ અર્થાત્ મૂઢયોનિમાં ચાલ્યા જાય છે. (ગીતા. અ ૧૪/૧૫) જેઓના જીવનમાં તમોગુણનું પ્રાધાન્ય રહ્યું છે. તે જ મનુષ્યો મર્યા પછી સ્થાન વિશેષ અધોગતિ અર્થાત નરકમાં ચાલ્યા જાય છે. (ગીતા અ.૧૬)
તાત્પર્ય એ થયું કે સાત્વિક, રાજસ અથવા તામસ મનુષ્યોનું અંતિમ ચિંતન બીજું થવાથી તેઓની ગતિ તો અંતિમ ચિંતનના અનુસાર જ થશે. પરંતુ સુખ દુ:ખનો ભોગ તેઓના કર્મોના અનુસાર જ થશે. જેમકે કર્મો તો સારા છે. પરંતુ અંતિમ ચિંતન કૂતરાનું થઈ ગયું તો અંતિમ ચિંતનના અનુસાર તે કૂતરો બની જશે. પરંતુ તે યોનિમાં પણ તેને કર્મોના અનુસાર બહુ જ સુખ અને આરામ મળશે. જેમકે સારા વૈભવશાળી ઘરનાં કૂતરો વિગેરે. અને કર્મો ખરાબ છે. પરંતુ અંતિમ ચિંતન મનુષ્ય વગેરેનું થઈ ગયું તો તે અંતિમ ચિંતનના અનુસાર તે મનુષ્ય બની જશે. પરંતુ તેના કર્મોના ફળરૂપે તે મનુષ્ય અવતારમાં પણ તે ભયંકર સ્થિતિમાં જન્મશે. શરીરમાં રોગોના ઉપદ્રવ ચાલુ રહેશે. ખાવા માટે અન્ન, પીવા માટે જળ અને પહેરવા માટે કપડા રહેવા માટે ઘર પણ મુશ્કેલીથી મળશે.
શ્રીમદ્ ભાગવતમાં દસ ઉપાયો સંસ્કારની વૃધ્ધિ માટે બતાવ્યા છે.
आगमांडणः प्रजा देशः
कालः कर्मच जन्म, च।
ध्यान मन्त्रोडथ संस्कारो,
यशैते गुणहेतव.
(ગીતા. અ.૧૧/૧૩-૧૪)
શાસ્ત્ર (અધ્યાત્મિક શાસ્ત્રો- જળ (ખાન-પાન) પ્રજા (સંગ) સ્થાન, સમય, કર્મ, જન્મ, ધ્યાન, મંત્ર અને સંસ્કાર. આ દસ વસ્તુઓ જો સાત્વિક હોય તો સત્વગુણી, રાજસી હોય તો રજોગુણની અને તામસી હોય તો તમો ગુણની વૃધ્ધિ કરે છે.
સારાંશ : અંત સમયે રજોગુણની તાત્કાલિક વૃત્તિ વધતા દેહ છોડનાર મનુષ્ય મનુષ્યલોકમાં જન્મ લે છે. અને રજોગુણ છે. (ગીતા.અ.૧૪/૧૮) આ બન્ને વાતોથી એ સિધ્ધ થાય છે કે આ મનુષ્યલોકનાં બધા જ મનુષ્યો રજોગુણવાળા હોય છે જ. સત્વ ગુણ અને તમોગુણ તેનામાં નથી હોતા.
આ સકલ સંસાર સત્વ-રજ અને તમ-એ ત્રણેય ગુણોથી મોહિત છે. (ગીતા.અ. ૭/૧૩) આ ત્રણેય ગુણોથી રહિત માત્ર ઇશ્વર જ છે. દેવતાઓમાં પણ ત્રણેય ગુણોવાળા હોય છે.
સત્વગુણ ઉર્ધ્વગતિ આપનાર છે. પણ તેનાં રજોગુણ અને તમોગુણ પણ રહે છે. એટલા માટે દેવતાઓ પણ તેના સાત્વિકતા રાજસિકતા અને તામસિકતાના ગુણો વાળા હોય છે. અંતે તેમાં સાત્વિક ગુણનું પ્રાધાન્ય હોવા તેમાં અવતાર ભેદ છે. એવી રીતે મધ્યગતિમાં રજો ગુણ પ્રાધાન્ય હોવા છતાં સાથે સત્વગુણ અને તમોગુણ હોય છે. એટલા માટે મનુષ્યો પણ મનુષ્યોના પણ સાત્વિક, રાજસ અને તમોગુણનાં સ્વભાવો હોય છે. અધોગતિમ તમોગુણનું પ્રાધાન્ય હોય છે. પણ સાથે સત્વગુણ અને રજોગુણ પણ રહે છે. તેથી પણ પશુ, પક્ષી વગેરેમાં ભૂત-પ્રેત, યક્ષ વગેરેમાં અને નરકોનાં પ્રાણીઓ પણ ભિન્ન ભિન્ન સ્વભાવનાં હોય છે. કેટલાક સૌમ્ય સ્વભાવના હોય છે, કેટલાક મધ્યમ સ્વભાવનાં હોય છે. અને કેટલાક ક્રુર સ્વભાવના હોય છે.
આથી તાત્પર્ય એ છે કે જ્યાં કોઈપણ ગુણની સાથેના સંબંધ છે. ત્યાં ત્રણેય ગુણો રહેશે જ. એટલા માટે ભગવાને કહ્યું છે કે ત્રિવેણીમાં એવું કોઈ પ્રાણી નથી કે જે ત્રણેય ગુણોથી રહિત હોય.
न तदडस्ति पृथिव्या वा
दिवि वा देवेषु वो पुनः ।
सत्त्व प्रकृतिजैमुक
यदेभिः स्यात् त्रिभिः गुणै ।।
(ગીતા.અ.૧૮/૪૭)
પૃથ્વી ઉપર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી. જે આ પ્રકૃતિમાંથી જન્મેલા સત્વ, રજ અને તમ એવા ત્રણેય ગુણોથી મુક્ત હોય.
આથી ગુણોના અધિક કે ન્યુનતા પ્રમાણે તેમના સેંકડો હજારો સુક્ષ્મભેદ થઈ જાય છે. આથી તે ગુણોના પ્રમાણની માત્રાથી પ્રત્યેક પ્રાણીઓનો અલગ-અલગ સ્વભાવ હોય છે.
જેવી રીતે ભગવાનના દ્વારા સાત્વિક, રાજસ અને તામસ કાર્યો થવા છતાં તેઓ ગુણાતીત જ રહે છે (ગીતા) એવી જ રીતે ગુણાતીત મહાપુરુષોના પોતાના કહેવનારા અંત:કરણમાં સાત્વિક, રાજસ અને તામસ વૃત્તિઓના આવવા છતાંય તે ગુણાતીત જ રહે છે. આથી ભગવાનની ઉપાસના કરવી અને તેવા ગુણાતીત મહાપુરુષોનો સંગ કરવો આ બન્નેય નિર્ગુણ હોવાથી સાધકને ગુણાતીત કરવાવાળા છે.
જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા અર્થાત સમદૃષ્ટિ ચેતનામાં એકાત્મા ભાવે સ્થિત રહેનારો ત્રણ ગુણો, (સત્વ, રજ અને તમો સિવાય બીજા કોઈને કર્તારૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ- સ્વરૂપ મુજ પરમાત્માને તત્ત્વથી જાણે છે. એ વખતે એ મારા સ્વરૂપને પામે છે
(ગીતા.અ.૧૪/૧૯)
શરીરની ઉત્પતિનાં કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃધ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુ:ખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે.
ગુણાતીત પુરુષ : જે સચ્ચિનાનંદ પરમાત્મામાં એકાત્મભાવે સ્થિત છે તેથી કોઈ પણ સ્થિતિમાં તે વિચલિત થતો નથી. નિરંતર આત્મભાવમાં સ્થિત છે. સુખ, દુ:ખને સમાન ગણે છે, માટી પથરા, તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે જ્ઞાાની છે. પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે. તથા પોતાની નિંદા કે સ્તુતિ, પ્રશંસામાં પણ સમાન ભાવ રાખે છે. માન-અપમાનમાં સમ છે. મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે. તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાનાં અભિમાન વિનાનો છે એ પુરુષ 'ગુણાતીત' કહેવાય છે. गुणातीत स उच्यते । કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું જ છું. આજ ભગવાનનું ધામ કે રહેઠાણ છે. (ગીતા.અ. ૧૪/૧૭)
આવા અનન્ય પ્રેમનું નામ જ અવ્યભિચારી ભક્તિ યોગ છે. આ સ્વરૂપને શંકરાચાર્યે 'ચિંદાનંદરૂપ' કહેલ છે. આયુર્વેદનીચરક સંહિતામાં આને મોક્ષમાર્ગનાં ઉપાયો તરીકે વર્ણવ્યા છે.
ટૂંકમાં એક ભજન છે કે ઇતના તો કરના સ્વામિ જબ પ્રાણ તનસે છૂટે. અંતમાં પણ ઇશ્વરનું સ્મરણ માણસે મોત સુધારી દે છે.
- ડૉ. ઉમાકાંત જે. જોષી


