આધ્યાત્મિક આંતર સાધનાની દ્રષ્ટિએ મૌન એટલે માત્ર બોલવાનો અભાવ નહીં પણ આધ્યાત્મિક અનુભૂતિઓ અને આંતર અનુભવ પ્રાપ્ત કરવા માટે અંતરમાં સ્વસ્થ ચિત્તે સંપૂર્ણ પણે અંદર મૌન દ્વારા ઉતરીને અંતરની સુક્ષ્મથી સૂક્ષ્મ અનુભૂતિ અને અનુભવ આત્માનો મેળવવો અને દિવ્યતા સાથે જોડાવું છે,
જીવનનો બાહ્ય વિકાસ આત્મિક સત્યમા સ્થિત થઈને જીવનને સત્વ સંશુધ્ધ કરીને જીવનનું આત્મિક સત્યમાં ઊર્ધ્વી કરણ કરવું આમ તો આંતર મૌન એટલે એક ઊડી આંતરિક સ્થિતિ છે, આંતરિક શાંતિ અને સતુલન પ્રાપ્ત કરી વિચારો અને બાહ્ય આવાજોથી પર રહીને આત્મા સાથે જોડાવાની એક આધ્યાત્મિક આત્મિક સત્ય આધારિત આંતર પ્રક્રિયા જ છે,
આમ આરીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ પરમ તત્વ પરમાત્મા સાથે દિવ્યતા જોડાવાનો સત્ય આધારિત મૌન એ એક માર્ગ છે.
આમ પરમ મૌન એટલે વિચારોનું નિર્મૂલન એટલે જીવનમાં પરમ શાંતિનો અનુભવ અને સ્વ જાગૃતિ, સ્વસ્વરૂપમાં સ્થિરતા અને આધ્યાત્મિક ઉર્જાનો વિકાસ, સ્વભાવમાં અને સ્વ સ્વરૂપને જાણી સમજી ને તેમાં સ્થિતતા, આંતર પરિવર્તનનો નાશ એજ પરમ જ્ઞાાનની અવસ્થા. એજ પરમાત્મા સાથે ઊડો સબંધ સ્થાપિત કરવો,
આમ આત્મ વિકાસ સાધવો એટલે સંપૂર્ણ નિર્ભરતા સંપૂર્ણ નિશ્ચલતા એજ અમૃત પાન કરવાનો કટોરો રેડી જેને કહેવાય આત્મ સંયમ એજ જીવનની સર્વોત્તમ સિધ્ધી એજ આત્મ સિધ્ધી આધ્યાત્મિક મૌન અને ધ્યાન દ્વારા જ ઉપલબ્ધ થાય, આમ પરમ મૌન એ આંતર આધ્યાત્મિક ધ્યાન માટેનું એક શક્તિ શાળી સાધન, આમ મૌન દ્વારા વ્યક્તિ પોતાને સારી રીતે જાણી શકે, સમજી શકે છે, આમ આધ્યાત્મિક પરમ મૌનની કે આંતર ધ્યાનની સાધના કરનારે આશા અપેક્ષા, તૃષ્ણા વાસના અને અહં ને ટોટલી તિલાંજલિ આપી અનાસક્ત અને આત્મિક સત્ય સ્થિત થઈને સમગ્ર જીવનને સત્વ અને સત્ય સશુધ્ધ બનાવી ને પરમ મૌનમાં ઊતરવું જોઇએ જેથી આત્માના ઉડાણ સુધી પહોંચી શકાય તો પરમ મૌન દ્વારા સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે, જે જીવનની સર્વોત્તમ સિધ્ધી ગણાય છે, અને જીવન સર્વજ્ઞા બની જાય છે, એટલે તમારા આત્મા અને તેનાથી ઉદભવતા જ્ઞાાન સાથે તમો એકરૂપ થઈ જાવછો, જ્યારે તમો પરમ મૌન અને પરમ ધ્યાનની સ્થિતિમાં ઉડા ઉતરો છો ત્યારે તમોને આંતરિક રીતે સચોટ સત્ય જ્ઞાાન પ્રાપ્ત થાય છે.
આ પરમજ્ઞાાન જગતના કોઈ પુસ્તકમાંથી કે કોઇની પાસેથી પ્રાપ્ત થતું જ નથી પરંતુ તે તમારા જ્ઞાાન સંપન્ન પરમાત્મ સ્વરૂપ આત્મામાંથી પ્રગટ થાય છે, આ અવસ્થામાં કોઈ વિચાર કોઈ લાગણી કે સમયનું ભાન હોતું નથી, આ છે સમગ્ર જીવન સર્વજ્ઞા બની રહેવું આજ પરમ મૌનની અને આધ્યાત્મિક સાધનાની સિધ્ધી, પરમ મૌન, ધ્યાન અને આધ્યાત્મિક સાધના દ્વારા જ આપણાં જીવનની છ અવસ્થાઓને આપણે બરાબર જાણી શકીએ અને સમજી ને આત્મસાત કરી શકીએ છીએ અને તે અનુસાર જીવન જીવવા માંડીએ છીએ આ બધી જીવનની અવસ્થા અવસ્થાઓને શુધ્ધ અને નિર્મળ અંતરથી જાણો અને જીવો એજ સત્ય ધર્મ છે, આત્મ ધર્મ છે અને એ દ્વારા જ જીવન યોગ સિધ્ધ થાય છે, જીવનયોગની સિદ્ધી એટલે જ જીવનનમાંથી જીવનનો પરમ સંતોષ પરમ તૃપ્તિ એ જ છે, માનવ જીવનો સરવાળો એજ પરમ આનંદ અવસ્થા અને અભય આબે ત્યાંજ મુક્તિ.
- તત્વચિંતક વી. પટેલ


