Get The App

તમે જવાબ આપો તો ખરા !! .

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
તમે જવાબ આપો તો ખરા !!                        . 1 - image

- કયા ગ્રંથમાં

'શ્રી રામ' - શબ્દ ૧૦૦ (સો) વખત આવે છે ?

- જૈન ધર્મગ્રંથનું નામ જણાવો.

- રાધાનાં માતા, પિતા અને પતિનું નામ જણાવો.

- સતત ૧૯૫ વર્ષથી અખંડ જ્યોત ક્યા મંદિરમાં છે?

- શ્રવણનાં માતા-પિતા-પત્નીનાં નામ જણાવો.

- 'સત્યમેવ જયતે' - સૂત્ર કઈ ઉપનિષદમાંથી લીધેલ છે?

૧. મહાભારતના રચચિતા વેદવ્યાસજીનું મૂળ આખું નામ શું છે?

૨. જરથોસ્તી ધર્મના સાહિત્યને શું કહે છે?

૩. પારસીઓની સ્મશાનભૂમિ કયા નામે ઓળખાય છે?

૪. જૈન સાધુ મહારાજ મોં ઉપર પટ્ટી લગાવે છે તેને શું કહે છે?

૫. નમાજ પઢવાની ચટાઈને શું કહે છે ?

૬. કયા ગ્રંથમાં 'શ્રી રામ' - શબ્દ ૧૦૦ (સો) વખત આવે છે ?

૭. પ્રણામી સંપ્રદાયના ધર્મગ્રંથનું નામ જણાવો.

૮. શ્રી સ્વામીનારાયણ ભગવાનના દાદા અને દાદીનાં નામ જણાવો.

૯. રાધાવલ્લભ સંપ્રદાયની સ્થાપના કોણે અને ક્યારે કરી ?

૧૦. જૈન ધર્મગ્રંથનું નામ જણાવો.

૧૧. મુસ્લિમોના યાત્રા સ્થળ મક્કાના કૂવાને શું કહે છે ?

૧૨. તાઓ ધર્મના સ્થાપક જણાવો.

૧૩. સાંઈ બાબાના માથા ઉપર બાંધેલ સફેદ કાપડના ટુકડાને શું કહે છે?

૧૪. રાધાનાં માતા, પિતા અને પતિનું નામ જણાવો.

૧૫. શ્રી રામચંદ્ર ભગવાનનાં બહેન અને બનેવીને નામ કહો.

૧૬. યજ્ઞાની તમામ વિધિ પૂરી થયા પછી જે સ્નાન થાય છે તેને શું કહેવાય?

૧૭. જનોઈની લંબાઈ કેટલી હોય છે?

૧૮. સતત ૧૯૫ વર્ષથી અખંડ જ્યોત ક્યા મંદિરમાં છે ?

૧૯. પઢો રે પોપટ રાજા રામના સતી સીતા પઢાવે - આ કવિતા કોણે લખી છે ?

૨૦. જયમાળાના મણકાને શું કહે છે?

૨૧. સમગ્ર વિશ્વમાં એક જ સ્થળે ૯૦૦ (નવસો) મંદિર ક્યાં આવેલાં છે?

૨૨. પંચાજીરી (પંજરી)ના પ્રસાદમાં કઈ પાંચ વસ્તુ વપરાય છે ?

૨૩. પાંડવો અને કૌરવોના દાદાનું નામ જણાવો.

૨૪. પ્રજાપિતા બ્રહ્માકુમારીની સ્થાપના કોણે અને ક્યારે કરી ?

૨૫. વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે ?

૨૬. પાંડવોને અક્ષયપાત્ર કોણે આપ્યું હતું ?

૨૭. છઠ્ઠીના લેખ લખે છે તે વિધાતા દેવીનું નામ શું છે ?

૨૮. ''અહં બ્રહ્માસ્મિ'' - આ વેદવાક્ય ક્યા વેદમાં આવે છે ?

૨૯. અનુષ્ઠાન કોને કહેવાય છે ?

૩૦. સત્યાર્થ પ્રકાશ - આ પ્રસિદ્ધ પુસ્તક કોણે લખ્યું છે ?

૩૧. ગુજરાતમાં ક્યાં અખંડ રામધૂનનો વિશ્વવિક્રમ સ્થપાયો છે ? કેટલા વર્ષનો ?

૩૨. શ્રવણનાં માતા-પિતા-પત્નીનાં નામ જણાવો.

૩૩. તંબૂરાના તાર ક્યા નામથી ઓળખાય છે ?

૩૪. રધુપતિ રાઘવા રાજારામ... પતીત પાવન સીતારામ... આ ધૂન કોણે લખી છે ?

૩૫. આનંદ મંગલ કરું આરતી... હરિગુરુ સંતોની સેવા - આ આરતી કોણે લખી છે ?

૩૬. અંબાલાલ મુળજીભાઈ પટેલ - ક્યા નામથી પ્રસિદ્ધ છે ?

૩૭. સમેત શિખર - જૈન તીર્થધામમાં કેટલા તીર્થંકર મહારાજ નિર્વાણ પામ્યા છે ?

૩૮. 'સત્યમેવ જયતે' - સૂત્ર કઈ ઉપનિષદમાંથી લીધેલ છે ?

૩૯. જયમાળા વખતે હાથ મૂકવાની લાકડાની ઘોડી (બેઠક)ને શું કહેવાય છે ?

૪૦. ઓ ઈશ્વર ભજીએ તને... મોટું છે તુંજ નામ - આ પ્રાર્થના કોણે લખી છે ?

સાચા જવાબ :-

૧. શ્રીકૃષ્ણ બાદરાયણ / દ્યૈપાયન વ્યાસ

૨. અવસ્તા

૩. દોખમા - ટાવર ઓફ સાઈલન્સ

૪. મુહપતિ

૫. મુસલ્લા

૬. ગુરુ ગ્રંથ સાહેબ

૭. તારતમ્ય

૮. શ્રી બાલશર્મા પાન્ડે - ભાગ્યવતી

૯. હિતહરિવંશ - ઈ.સ. ૧૫૩૪

૧૦. કલ્પસૂત્ર અને આગમો

૧૧. ઝમઝમ

૧૨. લા ઓત્સે. ઈ.સ. પૂર્વે ૬૦૪

૧૩. સટકો

૧૪. વૃષભાનુ-કલાવતી-રાયકા

૧૫. શાન્તા - ઋષ્યશૃંગ ઋષિ

૧૬. અવભૃથ

૧૭. ૯૬ આંગળ - લગભગ ૪ ફુટ

૧૮. સંતરામ મંદિર - નડીઆદ

૧૯. શ્રી નરસિંહ મહેતા

૨૦. પર્વ

૨૧. પાલીતાણા

૨૨. સૂંઠ, સવા, કોપરૂ, ખસખસ, અજમો

૨૩. શ્રી વેદવ્યાસજી

૨૪. દાદા લેખરાજ, ઈ.સ. ૧૯૩૭

૨૫. કંબોડિયા ૩.૬ કિ.મી. લંબાઈ ૨૦૩ એકર

૨૬. સૂર્ય ભગવાન

૨૭. ચિત્રલેખા

૨૮. યજુર્વેદ

૨૯. કોઈ પણ મંત્રના સવા લાખ જપ

૩૦. સ્વામી દયાનંદ સરસ્વતી

૩૧. જામનગર લાખોટા તળાવ - ૬૧ વર્ષથી

૩૨. સોમવતી - શાંતુન - સાવિત્રી

૩૩. જીવાળી

૩૪. ગુરુ ગોવિંદસિંહ

૩૫. શ્રી પ્રીતમદાસ

૩૬. દાદા ભગવાન

૩૭. કુલ ૨૦ તીર્થંકર

૩૮. મુંડકોપનિષદ

૩૯. અધારી

૪૦. કવિ શ્રી દલપતરામ.

સંકલન - પી.એમ.પરમાર