Get The App

ઉપાશ્રય માટે ભાવભરી હૃદયઊર્મિ રજુ કરું તો

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
ઉપાશ્રય માટે ભાવભરી હૃદયઊર્મિ રજુ કરું તો 1 - image

'ઉપાશ્રયની શોભા જૈનધર્મ-ગ્રંથો, ધર્મપુસ્તકો અને વેદવેદાંત ગ્રંથો બની રહે છે. ઉપાશ્રયનો મનોહર શણગાર ધર્મગ્રંથોનું અધ્યયન-મનન-જ્ઞાાનગ્રહણ કરતાં આચાર્યો, ભગવંતો, શ્રમણ-શ્રમણીવૃંદો બની રહે છે. વિશેષ પ્રસ્તુત કરું તો - ધર્મગ્રંથો એ જ્ઞાાનની પ્રાપ્તિ અને વહેંચણી કરતાં મધુર સુવાસ ફેલાવતાં સુગંધમય વૈભવી પુષ્પો બની રહે છે. આમ ઉપાશ્રયો એ સંસ્કાર, સંસ્કૃતિ, જનકલ્યાણ અને જીવોના કલ્યાણ માટેનાં સેવાધામો બની રહે છે. સમગ્ર જૈનસમાજનું શ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ ઘડતર ઉપાશ્રયનાં સંતો-સાધ્વીજી-મહારાજસાહેબોના ઉર્જાભર્યા નિરંતર ધર્મ-પુરુષાર્થ-પરિશ્રમને આભારી છે. સૌ જૈનબંધુઓ-વંદનીય અને પૂજનીય જૈન સાધુ મહાત્માઓ-સાધ્વીજીઓ-આચાર્યો-ભગવંતો-ગચ્છાધિપતિ મહારાજ-મુનિ સાહેબોના ચરણોમાં, પ્રેમભર્યા-ભાવભર્યા કોટિ કોટિ વંદન.

ધન્ય ઉપાશ્રય, ધન્ય જિનશાસન, ધન્ય દેરાસર, ધન્ય સાધુમહાત્મા, સાધ્વીજીઓ શ્રમણ-શ્રમણીવૃંદો-ગચ્છાધિપતિ ગુરૂ મહારાજ સાહેબો.

જૈનમ્ જયતિ શાસનમ્ - જિનશાસનનો જય હો.