શિવ એટલે કલ્યાણ. આ શિવ શબ્દના અર્થમાં 'શ' અક્ષરમાં સુખ શયનનું સમાધિ સત્ય છે. 'ઇ' શબ્દમાં ત્રિવિધ તાપ ઉપર નારી મહાશક્તિ છે. 'વ' શબ્દમાં અદ્ભૂત અમૃતવર્ષા સમાયેલી છે. તેથી જ શિવ કલ્યાણકારી છે. શિવજી સર્જક અને સંહારક પણ છે. તેમના હાસ્યમાં સૃષ્ટિ તેમની સકારાત્મકતાનું સર્જન છે અને તાંડવ નૃત્યમાં સંપૂર્ણ અસુરતાનો સંહાર છે. શ્રુતિઓમાં કહ્યું છે કે શિવજી ત્રિગુણાતિત એટલે કે સત્વ-રજ અને તમસ આ ત્રણ ગુણોથી પર છે. તેથી તેમને દેવાધિદેવ કહ્યા છે. તેમનું એક નામ રૂદ્ર પણ છે. કેટલાક એમ પણ સમજે છે કે ભગવાન શિવ વિનાશના દેવ છે. તેનો ગૂઢ અર્થ જોઈએ તો રૂદ્ર સ્વરૂપે વિનાશ કરે છે તેમને ભોળાનાથ કહ્યા છે. તેથી તે વિનાશ કેવી રીતે કરે ? તેમની ઉપાસના-આરાધના મનવાંછિત ફળ આપે છે.
તેમના વિશેની પૌરાણિક કથા તો પ્રચલિત જ છે. એક શિકારી શિકાર માટે ગયો. ઝાડ પર બેસી આખી રાત્રી વિતાવી. હરણી આવી પરંતુ તેના ઉપદેશથી જ્ઞાાન થયું. ઝાડ બિલ્વપત્રનું હતું. અનાયાસે બિલી નીચે શિવલિંગ હોવાથી તેના ઉપર પડયું. ચારે પહોરની પૂજા થઈ અને તેનું કલ્યાણ થયું. અનાયાસે આમ થવાથી જો કલ્યાણ થાય તો સાચા ભાવથી શિવને ભજે તો મુક્તિ કેમ ન મળે ?
શિવલિંગની પૂજા વિધિવત્ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. પાર્થેશ્વર પૂજામાં નિત્ય માટી લાવી વિવિધ પ્રકારના બાણ બનાવી પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તી થાય છે. શિવજીના મસ્તક પર ચંદ્રમા, જટામાં ગંગાજી, કંઠમાં વિષ, હાથમાં ત્રિશૂળ-ડમરૂ તેમાં પણ અદ્ભુત રહસ્ય છે. ચંદ્ર શિતળતાનો પ્રતીક હોવાથી મનની વૃત્તિને શાંત રાખવી. ગંગાજી પવિત્રતાનો સંદેશ આપે છે. કંઠમાં વિષ એવો બોધ આપે છે કે કડવા ઘૂંટ પવાથી જીવનમાંથી નુકશાનકારક વિષ ઘટશે. ત્રિશુળ ત્રણ પાંખનું છે. ત્રિગુણને સંતુલન રાખવાનું પ્રતીક છે ડમરૂ વાગવાથી જીવની જાગૃતિ અને સંગીત દ્વારા ઉલ્લાસનું પાવન પ્રતીક છે. આમ ભગવાન શિવજી કલ્યાણકારી હોવાથી મોક્ષદાતા પણ છે. આવા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કોટી કોટી પ્રણામ.
- પુરાણી મહેન્દ્રમહારાજ


