Get The App

માનવજીવન પ્રભુની અનુપમ ભેટ

Updated: Mar 22nd, 2023

GS TEAM


Google News
Google News
માનવજીવન પ્રભુની અનુપમ ભેટ 1 - image


મા નવ જીવનનો મુખ્ય હેતુ ભગવદ્ પ્રાપ્તિ છે. જેને સંતો મોક્ષ કે મુક્તિ કહી અક્ષરધામની પ્રાપ્તિ રૂપ સમજાવે છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ ઉત્તરોત્તર વિકાસ પામતો જીવ, ચોર્યાસી લાખ યોનિઓમાં શ્રેષ્ઠ એવો ઉત્કૃષ્ટ માનવદેહ પ્રાપ્ત કરે છે. આવા અનુપમ માનવદેહની કિંમત ન સમજનાર મનુષ્ય 'આહાર, નિંદ્રા, ભય અને પેઢીનામું વધારવું. આ ચાર ક્રિયાઓમાં જ રચ્યો પચ્યો રહી જીવન વ્યતીત કરે છે. અને માનજીજીવન સમાપ્ત કરે છે.

માનવદેહનું મૂલ્ય સમજવું હોય તો ભગવદ્ગીતા વાંચવી પડે જ. સંસ્કૃતમાં પારાયણ અને ગુજરાતી ભાષાતરનું નિત્ય વાંચન. જે જે ધાર્મિક સાહિત્ય બજારમાં ઉપલબ્ધ છે તે ગીતા, વેદોપનિષદો, રામાયણની આદર્શ વાતો સહજ સુલભતાથી સમજાવવા પ્રયત્ન કરે છે. આપણી સંસ્કૃતિનો કોઈપણ કાળ એવો નથી કે જ્યારે આપણને માનવદેહ પ્રાપ્ત થયો હોય અને તે સમયમાં આપણને માર્ગદર્શન કરવા કોઈ સંત, મહાપુરુષ કે આચાર્ય આ સૃષ્ટિમાં આપણા સમકાલીન બની આવ્યા ન હોય ! ભગવાન આપણને જગાડવા કોઈ પયગંબર કે મેસેન્જર મોકલે જ છે. પણ આપણે 'ભક્તિની હજી વાર છે. તેમ કહી તેમની વાત ટાળવા પ્રયત્ન કરીએ છીએ અથવા 'આપણી સમજણની ભક્તિ' કરતાં રહી, ખોટા સમાધાનમાં રહીએ છીએ. મૃત્યુ એક નિશ્ચિત ઘટના છે. આપણને આપણી જન્મતિથિ ખબર છે પણ મરણતિથિ ખબર નથી. ક્યારે પરત જવાનું છે તે ખબર નથી. વિજબિલ કે ગેસબિલ ભરવાની છેલ્લી તારીખ લખેલી હોય તેથી સમયસર કામની પતાવટ થાય, પણ જીવનના ઇતિકર્તવ્યના બારામાં ક્યારેક ચૂક થઈ જાય ! કોરોના કાળે આનું શ્રેષ્ઠ સૂચક ઉદાહરણ પુરું પાડયું છે.

તો શું આવા લેખ વાંચી સંસાર વ્યવહાર, ફરજ છોડી ગિરનારમાં ચાલ્યા જવું ? જવાબ છે- ના.

મહાપુરુષોએ જીવનના ચાર આશ્રમો જેવા કે બ્રહ્મચર્યાશ્રમ (વિદ્યા પ્રાપ્તિ) ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ (વનપ્રવેશ-છોડવાનો અભ્યાસ) અને સંન્યાસાશ્રમ. તે જ રીતે દિવસ-રાત્રિના ૨૪ કલાકના ચાર પુરુષાર્થ કહ્યા છે જેવા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય પુરુષાર્થની ૬-૬ કલાક વહેંચણી કરી છે. અર્થોપાર્જન માટે છ કલાક ઓછા પડે તેથી ધર્મમાંથી ૨ કલાક ઓછા કરી, તેના માટે આઠ કલાક કરીએ. તેજ રીતે કામ અને મોક્ષને પણ થોડા કલાકો વધારી આપીએ તો ધર્મ- ભક્તિ માટે ઓછામાં ઓછો દિવસમાં એક કલાક ફાળવવો જોઈએ.

ડો.ગણેશભાઈ ડી.પટેલ

Tags :