Get The App

''માનવ જીવન અને આધ્યાત્મિકતા''

Updated: May 26th, 2021

GS TEAM

Google News
Google News
''માનવ જીવન અને આધ્યાત્મિકતા'' 1 - image


- ઈશ્વર પ્રાપ્તિ અર્થે આધ્યાત્મિક જ્ઞાાનનું ભાથુ હોવું જોઈએ. સંયમિત જીવન, સાદગી, નિરાભિમાની જીવનશૈલી, દેખાવ મિથ્યા ન હોવો જોઈએ

જી વનને શ્રેષ્ઠતા બક્ષવા કાજે માનવ પોતાની મતિ અનુસાર જે તે કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત રહેતો હોય છે. પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉદિત કે જાગ્રત કરવી પડતી હોય છે, આપણા મહાપુરુષો, સિધ્ધ સાધુ સંતો, ધાર્મિક પુસ્તકો, આધ્યાત્મિક ધર્મગ્રંથ ઉપનિષદોનો સત્સંગ વગેરે. માનવમાં રહેલી શ્રધ્ધા, ધૈર્ય, આધ્યાત્મિક જ્ઞાાન પૂર્તિની સમજ કેળવાય, તેમજ જીવન મૂલ્ય, નીતિ વિષયક, જીવન મૂલ્ય શું હોવું જોઈએ? ધાર્મિક પરંપરા, ઉત્સવો, ધર્મ-ધર્મ પ્રત્યેની એકાત્મક ભાવનાઓ ઉદિત થતી હોય છે. વિશ્વ પ્રત્યેની રૂચિ વધતી હોય છે. સઘળા ધર્મોનો સાર છે, માનવ માનવ પ્રત્યેની ભાઈચારાની ભાવના, વિશ્વ બંધુત્વ, વસુદેવં કુટુંબકમની ભાવનાઓ સારા વિશ્વ કલ્યાણાર્થે પાંગરતી હોય છે.

આધ્યાત્મિક જ્ઞાાન દ્વારા માનવ જીવનમાં સેવા પરાયણ અભાવગ્રસ્ત કે ગરીબ, ગુરબાના દારુણ દુઃખ, મજબૂરીને દૂર કરવાને સમર્થ હોય છે, માનવ જીવન ભક્તિ, ઉપાસના, બંદગી કરવા મળ્યું છે. માનવ જન્મે છે ત્યારે બાલમુકુંદ સમું મુખારવિંદ ભાસે છે. કુમળા છોડને જેમ વાળીએ તેમ તે મા-બાપના સાનિધ્યમાં બાળપણ પસાર કરે છે. જ્યારે આ બાળક મોટું થાય છે, ત્યારે તે કઈ દિશામાં જશે, તેના સંપર્કમાં આવતા પરિવાર, સગા વહાલાં, મિત્રતા થકી જીવન ઘડતર થાય છે અને પ્રગતિકારક સોપાનો સર કરે છે.

માનવમાં રહેલી કોઠાસૂઝ, સુષુપ્ત શક્તિઓ જે તે માનવને પ્રગતિના પંથે લઈ જાય છે. આધ્યાત્મિક સાધના કે સત્સંગ દ્વારા જીવન નિઃસ્પૃહી, નિસ્વાર્થ, પ્રેમાળ સૂક્ષ્મ-સહજતાનો ભાવ પ્રગટ થતો હોય છે જે કલ્યાણકારી કે સુખાકારી સાબિત થાય છે. મહાપુરુષોના આધ્યાત્મિક જ્ઞાાનપૂંજમાંથી લાભ લેવો જોઈએ. જીવન નિરાભિમાની-સાદગીપૂર્ણ જીવન, વિશાળ હૃદય, ઉદાર ભાવના ઐશ્વર્ય દિવ્ય શક્તિઓને જે તે ભાવિક ભક્તજન અહેસાસ વ્યક્ત કરે છે.

ઈશ્વર પ્રાપ્તિ અર્થે આધ્યાત્મિક જ્ઞાાનનું ભાથુ હોવું જોઈએ. સંયમિત જીવન, સાદગી, નિરાભિમાની જીવનશૈલી, દેખાવ મિથ્યા ન હોવો જોઈએ. સિધ્ધપુરુષોના જીવન ચરિત્રોમાંથી ગ્રાહ્ય માધ્યમ દ્વારા શ્રેષ્ઠતમ જીવન ધાર્મિક જીવન ઉજાગર થતું હોય છે. માત્ર વાર્તાલાપ કે દેખાદેખી ન હોવી જોઈએ.

વર્તમાન સંજોગોને તપાસીએ તો હાલનું માનવજીવન દુઃખદાયી, ચિંતાતુર લોકો જણાઈ આવે છે. માત્ર એક કોરોના વાયરસથી સરકાર, પ્રજાજનો, તજજ્ઞાો, વૈજ્ઞાાનિકો, ડોક્ટરોમાં વાયરસ કોરોનાથી હાહાકાર મચી ગયો છે. શું કરવું? શું ન કરવું? સારી જનતા આ કોરોનાગ્રસ્ત વાયરસથી લાચાર છે. ધાર્મિક, લૌકિક પ્રસંગો સરળતાથી ઉજવી શકતો નથી. ક્યાં પણ મહેમાનગતિ કે બહારગામ જવાને અસમર્થ હોય તેવું જણાઈ આવે છે. બાળકોના ભણતર, ઘડતર સામાજીક પ્રસંગોમાં વ્યતિત કરે છે. વર્તમાન મનુષ્ય લૌકિક સ્વાર્થમાં રચ્યો-પચ્યો રહે છે. આધ્યાત્મિક  જ્ઞાાનપૂંજને ફોલોપ કરી શકતો નથી. 

- પરેશ જે. પુરોહિત

Tags :