Get The App

આ રૂપરસપિંજરનું મમત્વ ક્યાં સુધી? .

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
આ રૂપરસપિંજરનું મમત્વ ક્યાં સુધી?                                  . 1 - image

નદી કિનારે ઉભો, સંધ્યા તણી તો યે પ્યાસ ના બૂઝાઈ. ખેતર તો ખેડયું, બીયારણ વાવ્યા, પણ સત્સંગ રૂપી વરસાદ ના પડયો, કલ્પવૃક્ષની છાયામાં તો બેઠા પણ માગતા ના આવડયું. ધન, સંપત્તિ તો ઘણી ભેગી કરી, પણ ના વાપર્યું. ના ખાધું ના ખાવા દીધું. મધમાખીએ ને લૂંટારાઓ લુંટી ગયા. ચિંતામણી મલી તો યે ચિંતા ના ઓલવાઈ પથ્થર વસ્તુ ના ઓળખાઈ. અમૃત તો મળ્યું પણ પીવાની જુગતિ ના જાણી એ તો ઘરમાં ગયું કે નહીં કે પીવામાં ન આવ્યું. ના જુગતિ જાણી. પૂર્ણદાસ પ્રતાપે ગુરૂ બોલ્યા બ્રહ્માકાયામાં ના લપટાયા. હાડ-માંસ-રૂધીરની કાયાની કિરતારમાં સહુ અટવાયા. જુઠો કીધો સંસારનો વેપાર નહીં નફો-નુકશાન અંતે કર્યો સરવાળો. હજી બાજી હાથમાં છે ચીપતા આવડે તો ચીપી લો.

પોપટ આ દેહરૂપી સોનાના મમત્વના પિંજરે પુરાયો. સારુ સારુ ખાવાનું મલે છૂટવું છે પણ છૂટતું નથી. શેઠાણી પોપટના પિંજરાને દેખભાળ કરવા નોકરને કીધું. નોકર રોજ સારુ ખાવાનું આપે. આખરે નોકર કંટાળીને પિંજર ખોલી નાખ્યું પણ પોપટ ઉડે બહાર જાય પાછો પિંજરે પૂરાઈ જાય મુક્ત હોવા છતાં રૂપ રસ સ્પર્શના આકર્ષણમાં મોહંઘ થઈ ગયો આ જીવ ઈન્દ્રિયોનો ગુલામ બની બેઠો. અંતે તો ઉડી જવાનું આ હોવા છતાં. કેમ અનુભવ થતો નથી? કેમકે આ સંસારની માયાના આવરણમાં જીવને દીર્ઘકાળનો અભ્યાસ અનેક ગર્ભયાત્રાનો અનંત કાળનો તેનું આકર્ષણ છોડવું છે છતાં છૂટતું નથી. કેટલાય વર્ષો પસાર થયા અનંત યોનિમાંથી આ જીવ જન્મ-મરણનું ચક્રમાંથી અટવાતો અટવાતો આ જીવ મનુષ્યદેહનું પિંજર મળ્યંપ આ અવસર એળે ના જાય કોઈ મહાપુરૂષના સાનિધ્યમાં તેના સથવારે આવે તો જ આ મનુષ્યનું મનુષ્યપણું પરખાય.

ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે વૈરાગ્ય બળના અભ્યાસથી આ અસંગના શસ્ત્રને કાપી નાખ, ઘટ્ટતાથી કાપી નાખ હે અર્જુન. જ્યાં સુધી બુદ્ધિમાં વાસનાની ચમક છે ત્યાં સુધી સંસારનું આકર્ષણ રહેવાનું. જેની બુદ્ધિસંયમરૂપી હશે તે આગળ રૂપ રસના વિષયોથી અસંગ રહી મુક્ત થાય છે. ક્યાં સુધી? આ પણ વહી જવાવાળું છે. આને ભલા જીવ તું ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે અહીં કશું જ સ્થિર નથી. પરિવર્તનશીલ છે. રાત્રીના અંધકાર પછી સોનેરી સુર્યોદય થવાનો છે આ અજ્ઞાનરૂપી અંધકારને કહેવું નહી પડે સૂર્યના કિરણોના જ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાન જતું રહે છે.

આદિ શંકરાચાર્ય કહે છે, જેને ઈન્દ્રિયોનો સંયમ અને મનનો સંયમના એકાગ્રતારૂપી તપ જેને પ્રાપ્ત કર્યું તેને બધા ધર્મનું અનુષ્ઠાન કરી લીધું. બધાય ધર્મોમાં આ ધર્મ શ્રેષ્ઠ છે.