સંસારીમાંથી સંત બનેલા પવિત્ર સંત પૂ. પુનિત મહારાજ (જન્મોત્સવ)
સે વા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ
સેવા તો જનસેવા કરવી, લેવું પ્રભુનું નામ
સંત પુનિત નો અદ્ભુત સંદેશ આપનારનો જન્મોત્સવ આજે છે.
જન્મ જુનાગઢમાં પણ મૂળ વતન ધંધુકામાં હતું. પિતા ભાઈશંકર અને માતા લલીતાબાના ધર્મ સંસ્કાર મળ્યા હતા. બાલ્યવસ્થા ધંધુકામાં વીત્યુ. પિતાની છત્રછાયા બાલ્યા, વસ્થામાં છીનવાઈ ગઈ. અમદાવાદ આવ્યા. ખુબ જ સંઘર્ષભરી જિંદગીની યાત્રા વિતાવનારા બાલકૃષ્ણ ભજનો થકી 'પુનિત' બન્યા. સંત પુનિતે પોતાના ભજનો દ્વારા, ભક્તિની ગંગા, ઠેર ઠેર પહોંચાડી ભજન મંડળ સ્થાપ્યું. ભાખરી દાન જેવી પ્રવૃત્તિ કરી.
યાત્રા ધામ ડાકોરમાં પગપાળા સંઘ લઈ જવાની પ્રવૃત્તિ સંત શ્રી પુનિતે પ્રથમ શરૂ કરેલી તેમને રાજા રણછોડ પ્રત્યે અપાર શ્રધ્ધા હતી.
ગુજરાતના એક જ એવા પ્રવિત્ર સંત છે જેમની છબી આજે ડાકોરના મંદિરમાં મુકાયેલી છે.
નિઃસ્વાર્થ સેવા તેમનો જીવન મંત્ર હતો.
''પુનિત રામાયણ'' ગ્રંથની તેમની રચના લોકપ્રિય આજે બની છે. જય રણછોડ-જય રણછોડનો નાદ તેમણે ગુજરાતમાં ગુંજતો કર્યો હતો.
તેમને મણીનગરના શેઠ શ્રી ગોરધનદાસ ગમોલીયા એ રહેઠાણ માટે જગ્યા (પ્લોટ) ભૂમિ આપી હતી તેને સમાજની સેવા માટે દાનમાં આપી હતી આજે ગુજરાતનો દિવ્ય ભક્તિ માટેનો આશ્રમ પુનિત આશ્રમ ત્યાં બન્યો છે. ૧૯૫૦માં જનકલ્યાણ માસિકની સ્થાપના કરી આજે ગુજરાતનું શ્રેષ્ઠ ધાર્મિક માસિક તરીકે લોક ચાહના ંમળેવી રહ્યું છે. જીવન ભર એક પવિત્ર સંસારી સાધુ રહી ગૃહસ્થાશ્રમ સાથે પ્રભુના રંગે રંગાઈ અનેક ભજનો ગુજરાતને આપ્યા છે. પુષ્ટિ માર્ગના પવિત્ર તીર્થ ચમ્પારણ્ય માં પણ તેઓ આવ્યા હતા.
તેઓનું શ્રેષ્ઠ ભજન આરતી
જય કાના કાળા
મીઠી મોરલી વાળા
વિશ્વ પ્રસિધ્ધ છે. ૫૪ વર્ષની નાની વયે તેઓ નશ્વર છોડી હું તો જઉ છું મારે ગામ સૌને 'પુનિત' ના છેલ્લા રામ રામ બોલતા બોલતાં વૈકુંઠમાં ગયા
ગુજરાતને આવા પવિત્ર સંતની આજે ભારે ખોટ છે. આવા પવિત્ર સંતને વંદન !
પ્રભુ જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો !