પ્રભુ એ પૃથ્વી વાસીઓને પૃથ્વીના નિર્માણ સમયે વચન આપ્યું હતું, હે, પૃથ્વીલોકના માનવીઓ જે 'સત્યની સાધના' કરે છે તે હંમેશા નવ યુવાન જ રહે છે
પૃથ્વી પર ભગવાન રુકમણી સાથે પરિભ્રમણ કરવા નિકળ્યા હતા. તેવામાં રુકમણીની નજર માત્ર એક યુવાન અને યુવતી પર પડી. બાકી બધા વૃધ્ધ થઈ ગયા હતા. રુકમણીએ પ્રશ્ન કર્યો પ્રભુ બધા વૃધ્ધ થઈ ગયા છે તો આ બે યુવાન કેમ ? ભગવાને બધા વૃધ્ધોને વારાફરતી એક એકને પ્રશ્ન પુછયા તેના જવાબ સાંભળો.
પ્રથમ વૃધ્ધને પુછયું : તમે ડોહા છો? વૃધ્ધે કહ્યું હું જુઠ છું. બીજા વૃધ્ધને પુછયું : તે કહે હું ચોરી છું. ત્રીજાને પુછયું: હું બેઈમાની છું. ચોથાને પુછયું : તે કહે હું ઈર્ષા છું. પાંચમા વૃધ્ધને પુછયું, હું અભિમાની છું.
છઠ્ઠા ને પુછયું : હું ક્રોધ છું. સાતમાને પુછયું : હું કિર્તી-માન-પાન છું. આઠમાને પુછયું : હું કુસંગી છું. નવમાં વૃધ્ધને પુછયું : હું વ્યભિચારી છું. બધા વૃધ્ધ થઈ ગયેલા ને પ્રભુએ પ્રશ્નો પુછયા બધામાં અવગુણના દોષો સ્થાપીત થવાથી વૃધ્ધ થઈ ગયા હતા.
છેલ્લે દસમા યુવાનને પુછયું : ભાઈ તું યુવાન છે તારો પરિચય આપ, સ્મિત ચહેરે સુંદર જવાબ આપ્યો હું 'સત્ય' છું. રુકમણી સત્ય હંમેશા નવયુવાન રહે છે તે કદી વૃધ્ધ થાય જ નહીં. છેલ્લે રુકમણીએ એક યુવતીને પુછયું : તું કોણ છે? ત્યારે તે યુવતી પોતાની ''સાધનામાં'' લીન હતી. આત્મચિંતનમાં ડુબેલી હતી. રુકમણી એ ચરણ સ્પર્શ કર્યો. ત્યારે ધ્યાન મગ્ન સાધનામાં જાગૃત થઈ કહ્યું હું 'સાધના' છું. ભગવાને કહ્યું જુઓ પ્રિયે જ્યાં 'સત્ય' હોય ત્યાં 'સાધના' હોય જ સિક્કાની બે બાજુ છે. સત્ય વગર સાઘના, સાધના વગર સત્ય રહી જ ના શકે. મેં સત્યને યુવાન રહેવાનું વરદાન આપ્યું હતું. જે સત્યની સાધના કરે છે તે પણ યુવાન જ રહે છે. ભાઈ વસંત તમો પણ કપટી કોઈપણ પરિસ્થિતિયા ઘટના ઘટે ત્યારે હંમેશા સત્યની સાધના કરજો, વળગી રહેજો. હંમેશા સત્યનો વિજય હોય છે.
આથી પ્રભુ એ પૃથ્વી વાસીઓને વચન આપ્યું હતું, પૃથ્વીના નિર્માણ સમયે હે, પૃથ્વીલોકના માનવીઓ જે 'સત્યની સાધમા' કરે છે તે હંમેશા નવ યુવાન જ રહી છે.
ઈતિહાસના પાના પર સત્યના અનેક દષ્ટાંના શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે તે સત્ય હાલ પણ યુવાન જ છે, સત્ય હંમેશા યુવાન છે કેમ કે તે માણસની રગેરગમાં સત્યના લોહીનું પરિભમ્રણ થતું હોય છે. સંતો, મહાપુરુષો અમારા પુ.શ્રી.શ્રી. મા અનંતાનંદતીર્થજી સત્સંગમાં વારંવાર ઉલ્લેખ કરે છે ભાઈ સત્યનો સાથ ના છોડતા. હંમેશા સત્યનો વિજય જ થાય છે, થોડી ધીરજ ધૈર્ય રાખજો પણ સત્યને વળગી રહેજો. ધર્મના માર્ગે સત્ય અધમનો માર્ગ અસત્ય.


