Get The App

।। હરિ અનંત, હરિ કથા અનંતા ।।

Updated: May 19th, 2021

GS TEAM

Google News
Google News
।। હરિ અનંત, હરિ કથા અનંતા ।। 1 - image


અ ખિલ બ્રહ્માંડમાં વસતા શ્રીહરિ એક છે, અનંત છે, હરિ સર્વત્ર વ્યાપક છે. હરિ વિશાળ છે. હરિ અપરિમીત, અ:સીમ છે. હરિનો કોઈ આરંભ કે અંત નથી. હરિનાં વિવિધ નામો પણ છે. શ્રી હરિ વૈકુંઠમાં તથા સમુદ્રમાં વસતા હોવા છતાં કણ-કણમાં છે.

શ્રી નારાયણે આ પૃથ્વી પર વિવિધ અવતારો ધારણ કરીને પોતાની સાર્વત્રિક વિશાળતા, વ્યાપકતા અને અનંત સ્થિતિ પ્રગટ કરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા સંભળાવતી વખતે અર્જુનને વિરાટ સ્વરૂપની ઝાંખી કરાયેલી અને તે જોવા માટે અર્જુનને ખાસ દૃષ્ટિ પણ આપી હતી. વામન અવતાર સમયે સમયે વામનમાંથી વિરાટ સ્વરૂપ લીધેલું અને બલી રાજા પાસે ત્રણ પગલાં દાનમાં માગેલાં આ વિરાટ ત્રણ પગલાંમાં તો સમગ્ર સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ સમાવિષ્ટ થયાં હતાં. વરાહ અવતાર સમયે પોતાના દાંતમાં પૃથ્વીને ઉપાડીને પાણીમાંથી બહાર કાઢી હતી. સમુદ્રમંથન સમયે કૂર્મ અવતાર લઈને પીઠ પર મંદરાચલ પર્વતને ધારણ કર્યો હતો. આ જ રીતે નૃસિંહ અવતાર સમયે અર્ધ નર તથા અર્ધ સિંહનું રૂપ લઈને હિરણ્યકશીપુનો વધ કરેલો.

હરિની વિશાળતા ગગન સમાન હોય છે. હરિની વ્યાપકતા હર્ષ અને આનંદ આપે છે. હરિનું અનંત, અનોખું અને અદ્વિતીય સ્વરૂપ અલૌકિક હોય છે. હરિનાં સ્વરૂપો લોકહિત તથા લોકકલ્યાણ માટે હોય છે. જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે, ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ધમર્ની સ્થાપના માટે લોકોનાં યોગક્ષેત્ર માટે શ્રીહરિ અવતાર ધારણ કરે છે.

શ્રી હરિનું સ્વરૂપ જેને જોવા મળે છે તે ધન્ય થાય છે. હરી અનંત, અવિનાશી અને અદ્વિતીય છે. શ્રીહરિની કૃપા ભક્તો પર સદા વરસતી રહે તેજ અર્ભ્યથના.

।। હરિકથા ।।

જેમ શ્રી હરિનું સ્વરૂપ અનંત છે તેવું જ હરિની કથાનું પણ છે. હરિ કથા પણ અનંત છે, અલૌકિક છે, અ:સીમ કે અમર્યાદિત છે.

જ્યાં હરિની કથા થતી હોય છે ત્યાં સદા ગંગા ચાલી આવે છે હરિનાં દ્વાર, હરિદ્વારમાં ગંગાનો પ્રવાહ સતત વહે છે જેમ કથા રૂપી ગંગા વહેતી હોય છે. કથાનું ઉલટું કરીએ તો થાક થાય છે.આમ કથા થાક ઉતારે છે. હરિકથા સાંભળતી વખતે મન અને ચિત્ત એકાગ્ર હોય તે જરૂરી છે.

હરિની કથા જીવનમાં પરિવર્તન લાવે છે. કથા સાંભળવાથી વ્યસનો, કુટેવો, કુસંસ્કારો દૂર થાય છે. કથા સાંભળીએ તેટલો સમય આપણું મન શ્રીહરિનાં શરણમાં અને ચરણમાં લીન રહે છે. કથામાં શ્રોતાએ બેસતી વખતે મન ધંધામાં કે સંસારમાં રાખવું જોઈએ નહીં. હરિ કથા, શ્રીહરિનાં સ્મરણનું એક સુલભ સાધન છે. હરિ  કથાને કોઈ સીમા કે બંધન હોતા નથી. કથા આપણી વ્યથા તથા વિકારને દૂર કરે છે. કથાનું શ્રવણ આપણી જીવન વ્યવસ્થા અવશ્ય સુધારે છે. ભાગવત કથા, રામકથા, સત્યનારાયણની કથા, દેવી ભાગવત, વિષ્ણુપુરાણ, ગણેશ પુરાણ, શિવપુરાણ, ગાયત્રી પ્રજ્ઞાા પુરાણ આદિ વિવિધ કથાઓ છે. કથાનું શ્રવણ જીવનમાં અણધાર્યા વળાંકો લાવે છે. કથા શ્રવર્ણથી ચમત્કારિક પરિણામો મળે છે. કહેવાય છે કે શ્રી રામકથા જ્યાં જ્યાં થતી હોય ત્યાં શ્રી હનુમાનજી સદા હાજર રહે છે.

હરિકથા કલ્પતરુ છે. કલ્પદ્વપ છે. કથા ક્રિયાશીલ રાખે છે. કથાને કારણે, હકારાત્મક ભાવો પેદા થાય છે.

- ભરત અંજારિયા

Tags :