નવરાત્રિમાં નગરદેવને જય માતાજી અમદાવાદના ભદ્રકાળી માતાજી
ભદ્રકાળી મંદિર અમદાવાદનું સૌથી જુનું માતાજીનું મંદીર છે. આજે પણ શહેરના વેપારીઓ ત્યાં નિયમિત દર્શન કરીને બિઝનેસ શરૂ કરે છે. પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.
સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે. ૧૮૯૫માં માતાજીના ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
૧૯૩૬માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારીને તેને સંગેમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે તે સમયના શાસકો તરફથી દર દશેરાએ માતા ભદ્રકાળીને ચૂંદડી અર્પણ થતી.
નવરાત્રિ નિમિત્તે નગરદેવીને જય માતાજી