Get The App

ગુરુદેવ આપણાંથી મહાન કોણ? .

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
ગુરુદેવ આપણાંથી મહાન કોણ?                              . 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

રાજા ઝરૂખામાં ઊભા હતા. રસ્તા પર એક જુવાન ઉધાડા માથા અને ચપ્પલ વિનાના ઉઘાડા પગે ધોમ ધખતાં તાપમાં ચાલી રહ્યા છે. તેને જોતાં રાજમંત્રીને કહે છે કે આ જુવાન કોણ છે ? મંત્રી કહે રાજન બાજુના ધર્મ સ્થાનકમાં થોડા દિવસથી આ સંત પધાર્યાં છે સવારે એક કલાક ઉપદેશ આપે ત્યારે ધર્મસ્થાનક ખીચાખીચ ભરાઈ જાય તેની મધુર અને હિતકારી વાણી છે.

રાજાએ વાત સાંભળીને મંત્રીને કહ્યું કે મારાવતી મહેલમાં પધારવા નમ્ર વિનંતી કરો તાબડતોબ મંત્રીએ રાજ સુભટો સાથે સંત ને વિનંતી કરી.

સંત મહેલમાં પધાર્યા રાજાએ વિનય વંદન કરી ઉચ્ચ આસને બેસવા પ્રાર્થના કરી સત્સંગ કરતા રાજાએ સંતને પ્રશ્ન કર્યો કે ગુરુજી મહાન કોણ ?

ગુરુ કહે 'તમે' રાજા કહે કઈ રીતે?

ગુરુ કહે તમે વિદ્ધાન પુરુષોને માન આપો છો જેથી વિદ્યાવ્યાસંગી છો ! વળી તમને સંતો પ્રત્યે અહોભાવ છે તે તમારા વિનય વિવેક પરથી દેખાય છે ને વળી સત્સંગ કરો છો તેમાં તમારી ધર્મ ઋચિના દર્શન થાય છે. રાજા કહે ગુરુજી મારાથી પણ મહાન કોણ ? ગુરુજી કહે 'સંત' રાજા કહે કેવી રીતે કારણ કે સંત સત્ય શોધક, સાધક અને અનાસકત હોય છે. રાજા કહે સંતથી પણ કોણ મહાન મને આ સંસારની બે વ્યક્તિ બતાવો જે સંતથી પણ મહાન હોય.

 સંત કહે રાજન આવો મારી સાથે આપણે મહાન વ્યક્તિઓ શોધી અને તેનો પરિચય કરીએ.

દસ બાર કિલો મીટર આગળ જતાં એક માજી ખોદકામ કરતાં હતા ત્યાં એણે રથ ઉભો રખાવ્યો. રાજા મંત્રીને સંત રથ માથી નીચે ઉતર્યા અને સંત માજી પાસે ગયા કમ્મર થોડી વંકાઈ ગયેલી તેણે ટટ્ટાર ઉભા રહેવા પ્રયત્ન કર્યો આંખે ઝાંખપ એટલે આંખ આડે હાથનું નેજવું કરી કોણ આવ્યું છે તે જોવાનો પ્રયત્ન કરી થોડીવારે બોલ્યા માત્મા પાય લાગુ માટે માટે તો આજથી ઘડી રળિયામણી એક હારે માત્મા અને મારાજ બન્નેના દર્શન થયા.

સંતે આશિર્વાદ આપી ને પૂછયું કે માજી આ શેનો ખાડો ખોદો છો ? માજી કહે બાપા કૂવો કરવો છે. કેટલા દિથી ખોદકામ શરૂ કર્યું પખવાડિયું થયું હશે દરરોજ દોઢ બે કલાક ખોદાઈ કરૂં. તમારી ઉમર કેટલી ચૈત્રી પૂનમે અઠ્ઠાશી પૂરા થયા. સંત કહે પંદર દીવસમાં હજુ પુરો બે ફુટ પણ ખોદાણો નથી તો કૂવો પૂરો ક્યારે થઈ રહેશે ને ક્યારે પાણી નિકળશે ? આવા ચૈતર વૈશાખના ધોમધખતા તાપમાં કૂવો ગાળવો છે. માજી કે મહાત્મા આપના આશિર્વાદથી વરહ વળોટમાં તો વરૂણદેવ મહેર કરશે તે પછીતો લીલાલહેર.

સંત કહે માજી નેવું મે વરશે તમે આ કૂવાનું પાણી કેટલા વરસ પીશો. માજી કે અમે તો બાપા ખર્યું પાન પણ અહિંથી ડાબે જમણે નેસડામાં પચા પચા ખોરડાની બેન્યુ દીકરીયુને વવારું હાંડા-ગાગર લઈને ગાવ-દોઢ ગાઉ પાણી ભરવા નંઈ જાવું પડે તેની મને ટાઢક થાહે. સંત કહે રાજન આ વૃદ્ધ માજી મારાથી મહાન રાજાએ મંત્રીને કહ્યું કે આજથી એવી ટીમ કામે લગાડો ને પંદર દિવસમાં આ કૂવાનું પાણી માજીને પીવડાવો. માજીએ રાજાને આશિર્વાદ આપ્યા કે રાજન તમે અને તમારું રાજ સર્વ રીતે સુખ સંપન્ન બનો.

રાજાની મંડળી આગળ ચાલી હજી માંડ બે કિલોમીટર આગળ ગયા ત્યાં એક ખેડૂ કેટલાંક છોડ અને રોપાને પાળા બાંધી પાણી પાતા, જોયા ને બધા રથમાંથી ઉતર્યા સંતે પૂછયું કાકા આ શું કરો છો ખેડૂતે મહાત્માને વિનય વંદન કર્યા બીજાઓને નમસ્કાર કરીને કહ્યું કે પંદરવીશ ઝાડવા ગોળાકારમાં વાવ્યા છે. બે ત્રણ વરસમાં તેનું વૃક્ષમંદિર બનશે તેને ફળો આવશે ને તે મોટો થતાં જશે તેમ વધારે છાયડો આપશે.

સંત કહે, કાકા ઝાડવાને પાવા પાણી ક્યાંથી લાવો ? પાણી અહિં ના મળે તે લેવા અડધો પોણો ગાઊ દૂર જણું પડે સંત કહે તમારી ઉમર કેટલી બાણું વરહ થયા. સંત કે કાકા પંચાણું મે કે છન્નુ મે વરસે તમે આના ફળ ને છાંયડાં કેટલા વરસ માણશો. સંતે કહ્યું. કાકા કે મારી વાત મૂકોને બાપા અહીં કેટલા વટેમાર્ગું વિસામા કરશે ? કેટલા ગોવાળો જમણ ટીમ્બણ કરી આ છાંયડે આરામ કરશે. કેટલાં પંખીઓને માળામાં ઘર કરવા મળશે તો પશુ-પંખી માણસો ને ફળો મળશે. સંત કહે બાજુમાં શું ખોદ્યું ંછે ? તવાવડી કરું છું. ચોમાસામાં પાણી ભરાઈ જાય પછી પશુ-પંખીઓને તળાવડીમાંથી પીવામાં કામ આવે. બાપા દસ બાર વરસથી આજુ બાજુમાં ગામડામાં દર વરસે હુ એક તળાવડી અને એક વૃક્ષમંદિર બનાવું છું. હવે હું અંહીથી ગાઉ દૂર મારું બૈરું કૂવો ગાળે છે તેને મદદ કરવા જઈશ ડોહીએ બાર વરહમાં પાંચ કૂવા ગાળ્યા. સંત કે રાજન મારા અને તમારા બન્ને કરતાં આ વૃદ્ધ ખેડૂત દંપતિ મહાન છે રાજાએ મંત્રીને કહ્યું કે ટીમ મોકલીને અઠવાડિયામાં તળાવડી તૈયાર કરાવો ને આ દંપતિના કામકાજ માટે રાજ તરફથી જરૂરી ફંડ અને માણસો પુરા પાડો.

ખેડૂતે સંતના ચરણ સ્પર્શ કરી અને રાજા અને મંત્રીને પ્રણામ કરી આભાર માન્યો.

Tags :