Get The App

ગુરુપૂર્ણિમા: ઈન્દ્રિયનાં ભાવ શબ્દ, સ્પર્શ, રુપ-રસ-ગંધ જાગૃત કરે છે

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
ગુરુપૂર્ણિમા: ઈન્દ્રિયનાં ભાવ શબ્દ, સ્પર્શ, રુપ-રસ-ગંધ જાગૃત કરે છે 1 - image

- ગુરુ શબ્દ એટલે જે ગતિ આપી હૃદયરૂપી તેજ સુધી પહોંચાડી અતિ ઈન્દ્રીય જાગૃત કરી શકે. વિવેકાનંદજી-વેદ-વ્યાસજી, અનેક ગુરુઓ ભારતીય સંસ્કૃતીનો અમુલ્ય વારસો મંત્ર દ્વારા પ્રજવલિત કરે છે એ બ્રહ્મસી ગુરુ કહેવાય

ગુરુ પૂર્ણિમા-વ્યાસપૂર્ણીમાં દરેક માનવ જ્યાંથી પ્રેરણા મળે અને બ્રહ્માંડનું સંચાલક અદશ્ય શક્તિ-આત્મા સાથે એક બને-વર્તમાન ભાવ-વિષયને છોડી-શુધ્ધ ચેતના માટે ગુરુ પૂજન કરે છે.

માનવ-વિદ્યાર્થી-શિક્ષકનું પૂજન કરી માં સરસ્વતીનાં આશીર્વાદ મળે - તે માટે પૂજન કરે છે. જ્યારે આપણ શરીરનું વિશુધ્ધ વિચાર બળી જાય. શુધ્ધ ચેતના જાગૃત બને આ માટે ગુરુ પૂજન કરી છીએ. મા-બાપ-ગુરુ તરીકે પૂજીએ છીએ.

ગુરુ શબ્દ એટલે જે ગતિ આપી હૃદયરૂપી તેજ સુધી પહોંચાડી અતિ ઈન્દ્રીય જાગૃત કરી શકે આ સમયે ગુરુ કહી છીએ. જેમ વિવેકાનંદજી-વેદ-વ્યાસજી-અનેક ગુરુઓ ભારતીય સંસ્કૃતીનો અમુલ્ય વારસો મંત્ર દ્વારા પ્રજવલિત કરે છે એ બ્રહ્મસી ગુરુ કહેવાય.

આજ આપણે પરમાત્મા સાથે મિલન કરવા - નિચિકેતાના પ્રશ્ન ઈશ્વર ઉતર આપે છે. ઈશ્વર કહે છે હૈ માનવ તમે જન્મ-જન્મની અનીદ્રતા રહી વર્તમાન સમય કર્મ કરો છો. ઈશ્વર દયાથી માનવ જન્મ છે. જે રહસ્ય પામવા એક ક્ષણનો વિલંબ ન કરો. શીધ્ર આત્મા ચેતના જાગૃત કરો. આ માટે શ્રેષ્ઠ મહાપૂરુષ (ગુરુ પાસે જઈ) ઉપદેશ લઈ કલ્યાણ માર્ગ સમજો. પરમાત્માનું રહસ્ય પામવા જ્ઞાન પ્રાપ્તિ માટે મહાપુરુષ સાનિદ્ય સહાય કરે છે. જે તેજ પર ચાલી સમાજમાં રહસ્ય ખોજવા ગુરુ સહાય કરશે. ઉઠો-જાગો ચેતના જાગૃત કરો. ભીતર ચેતના આત્મા ચેતના પરમાત્મા મિલન છે.

પરમાત્મા જીવન રહસ્ય જાણવા કર્મ સારથી છે. अशब्द जप शं मंत्र रुप व्ययं આપણી અતિ ઈન્દ્રીય સાથે આત્માની ચેતના - પ્રતિક છે. જે પાંચ શબ્દો અતિઈન્દ્રીય માટે છે.

૧) શબ્દ - આપણા વિચારનું પ્રતિક

૨) સ્પર્શ - ઈચ્છા શક્તિ - કર્મનું પ્રતિક

૩) રુપ - આપણા કાર્ય માટેના ગુણ

૪) રસ - આપણા જીવનનું રહસ્ય જાણવા પામવા માટે જીવન ભાવ એક કરી કર્મ યાત્રા

૫) ગંધ - જીવનને આત્મા સાથે એક કરવો ઈશ્વર બોલવું.

આપણે આ પાંચ જીવન યાત્રામાં જાગૃત કરી કર્મ યાત્રા-સત્ય-ધર્મ-સાથે એક કરી ગુરુ પ્રેરણાથી આત્માનું દિવ્ય સ્વરૂપ જાગૃત કરવા માનવ ઉઠો-જાગો-આત્માબલ એક કરો. આ જ કર્મ અનંત બની આત્મા સાથે જોડાશે.

માનવ શરીરમાં જગત જનની સ્વરુપ-રુદ્રય અને બ્રહ્મરત્ન સાથે જન્મો જન્મથી જોડાયેલ શક્તિ છે. સર્વશક્તિ માન ઈશ્વર-અંતજ્ઞાની-આત્માનાં કર્મ સાથે જોડાય છે. આજ કારણે વિધાતા-રહસ્ય બનાવી - દેવલોક - ગન્ધલોક-અનંત લોક બનાવી આત્માને કર્મ યાત્રા માટે માનવ દેહ સ્વરૂપે આગલા જન્મનાં કર્મ ફળસ્વરૂપ મળે છે. જન્મ-મત્યુ-કર્મ-જન્મ સ્વરૂપ છે. પરમાત્માને પામવા શુધ્ધ મનથી શ્રદ્ધા રાખી આપણા કર્મને સાક્ષી ભાવને આધાર ગણી-મંત્ર-દ્વારા વિશુધ્ધભાવ દુર કરવા-બ્રહ્મસી ઋષિ પથ દર્શક બને તેવી પ્રાર્થના.

- પ્રદ્યુમ્ન શુકલ