'ગુરૂ ચાવી' .
- નગરીમાં વાત ફેલાઈ ગઈ કે કોઈ મહાત્મા સીપ્રા નદીને કાંઠે આશ્રમ બાંધીને રહે છે. બહુ જ્ઞાાની છે. જે શંકાનું સચોટ સમાધન કરી આપે છે. આ વાત સાંભળી ત્યાંના રાજકુમારને થયું કે આવા મહાત્માના દર્શન જરૂર કરવા જોઈએ
ઉજ્જયની નગરીમાં વાત ફેલાઈ ગઈ કે ફરતાં-ફરતાં કોઈ મહાત્મા સીપ્રા નદીને કાંઠે આશ્રમ બાંધીને રહે છે. બહુ જ્ઞાાની છે. જે કોઈ એમની પાસે શંકા લઈને જાય છે. તેનું સચોટ સમાધન કરી આપે છે. આથી ઘણા લોકો ત્યાં જાય છે. આ વાત સાંભળી ત્યાંના રાજકુમારને થયું કે આવા મહાત્માના દર્શન જરૂર કરવા જોઈએ. પણ તત્ત્વજ્ઞાાન વિષે કદી વિચાર નહીં કરેલો એટલે એને પૂછયું પણ શું એણે વિચાર કરવા માંડયો. સતત રાજકાજ અને યુદ્ધોની ચિન્તામાં બીજી બાબતો સુઝે પણ શાની ? એ વાત સાંભળી નગરશેઠનાં પુત્રને થયું કે મને કશી આપદા નથી કે અપેક્ષા પણ દર્શન જરૂર કરવા. પણ કયો ભાવ રાખવો ? અને એક બ્રાહ્મણ યુવાને એ વાત સાંભળી. રાત દિવસ એ એનાં અધ્યયનમાં તલ્લીન રહેતો. વ્યાકરણમાંથી સાહીત્ય એમાંથી ઇતિહાસ અને પુરાણ એમાંથી સ્મૃતિ, અને શ્રુતિ સુધી ઝડપથી પ્રગતિ કરી ચુક્યો હતો. મહાત્માની પર્ણકુટી, આગળ ઉજજયનીનાં આ ત્રણેય યુવાનો ભેગા થઈ ગયા. સાધુ એ એમને બેસાડયા કુશળ પુછયું. અને આગમનનું કારણ જણાવવા કહ્યું. પહેલા તો રાજકુમારો, નગરશેઠનાં પુત્રો અને બ્રાહ્મણ વિદ્યાર્થીએ પોત-પોતાનો પરીચય આપ્યો. રાજકુમારે કહ્યું: રાજગાદી ઉપર હું ક્યારે આવીશ. તેની મને ખબર નથી જે કાંઈ કરૃં છું. તેની જવાબદારી પણ મારી નથી. છતાં ચિન્તા બહુ જ રહે છે. આથી પણ બીજી ઉત્તમ રીત છે એ દુવિધા કેમ છુટે. નગરશેઠનાં પુત્રે કહ્યું: પેઢીનાં વેપાર દેશ-દેશાવરમાં ચાલે છે. તેમાં સારો લાભ થાય છે. યૌવન અને ધન, આરોગ્ય એ ત્રણેય દ્વારા. જે-જે સુખ ભોગવ્યા છે. છતાં ચિત્તમાં વિષાદ જાગે છે. આવો વિષાદ કેમ ટળે ? બ્રાહ્મણ કુમારે કહ્યું: ગુરૂનો ઉપકાર માનું છું. એમણે મને ઘણું શિખવ્યું છે. હજારો વર્ષ લગી જેનું ચિન્તન ચાલ્યું અને અનેક મહાપુરૂષોએ જે શોધવા સમસ્ત આયુષ્ય ખર્ચી નાંખ્યું. એ શું છે તે કહો મહાત્મા પ્રસન્ન થયા બોલ્યા : રાજકાજની ચિન્તા ના રાખે એ રાજકુમાર શાનો ? અને ભૌતિક સુખોની તુચ્છતા સમજીને પરમાનંદની ઇચ્છા ન કરે. તે ધનવાન શેનો ? અને ઘણું શિખ્યા પછી પણ. નવું નવું શિખવાની ઇચ્છા ન રાખે તે બ્રાહ્મણ શેનો ? ત્રણેયનાં ક્ષેત્રો જુદા જુદા છે. ત્રણેયની તાલવેલી સરખી છે. ત્રણેનો ઉત્તર પણ એક જ છે. તમે તમારી-પ્રવૃત્તિ કરતા રહો. પણ ભગવાનની સાથે સંબધ જોડી દો. તમારા પરાક્રમ અને સાહસ અને જ્ઞાાન એ બધા એ રીતે પુર્ણ થશે. અજંપો મટી જશે. ફીકર ટળી જશે. વિષાદ ગળી જશે. શોધવું, શિખવું, મેળવવું, જાળવવું, વધારવું એ માટે જે ક્ષેત્ર મળે. તે ક્ષેત્રમાં પ્રવૃત્ત રહેવું. પણ એ બધું પ્રિત્યર્થે ચલાવશો. એટલે શાંતી જરૂર મળશે.
- ચેતન એસ.ત્રિવેદી