'કદાચ....!' .
એક જણે કહ્યું : 'એણે ભલે ભગવાનને ના જોયો હોય, ભગવાને તો એને જરૂર જોયો હશે.' સહુ સહુના આગવા મંતવ્યો છે. ભગવાન આ બધું સાંભળીને કદાચ હસતો હશે. એના નામની આસપાસ ધર્મો ને સંપ્રદાયોનાં જે ગુંફન થયા છે એ જોઈને પણ એને કંઈનું કંઈ થઈ જતું હશે. કદાચ એવુંય બને કે માનવીની આ બધી રચનાઓની નોંધ પણ ના લેતો હોય. ભગવાનને રસ હોય માત્ર માનવીની વ્યક્તિગત સાધનામાં. કોને ખબર ? કહે છે કે એક વખતે જગતભરનાં વિદ્વાનો અને વૈજ્ઞાાનિકોનાં પ્રતિનિધિ એકઠા થયા... બધાને ખાસ બોલાવીને એક વિશ્વપરિષદ યોજવામાં આવી હતી. પરિષદનું પ્રયોજન હતું વિશ્વ પરિવર્તન 'તમામ સામાજિક પરિવર્તનની જવાબદારી મારી' સમાજશાસ્ત્રી બોલ્યો, 'મનોવૈજ્ઞાાનિક ગૂંચો હું હલ કરી દઈશ.' માનસવિદે કહ્યું, 'રાજનીતિનાં આટાપાટા વાત મારા પર છોડો.' રાજનીતિજ્ઞા બોલ્યો, 'અર્થતંત્રની આંટીઘૂંટીની જવાબદારી મારે માથે.' અર્થશાસ્ત્રીએ પોતાની સેવાઓ સાદર કરી. 'પણ મને કોણ બદલશે?' એક ખૂણેથી અવાજ આવ્યો. 'કોણ છે ભાઈ ?'
'હું માણસ બોલું છું. મારે બદલાવું છે. મારે માટે કોણ સેવાઓ આપે છે?' 'મને કોણ રસ્તો બતાવે છે?' કોઈ કહેતા કોઈ કંઈ જ ના બોલ્યું. દર્શનશાસ્ત્રે પડકારો કર્યો પાછળથી. એ કદાચ તર્ક કરવામાં પડયું હશે પણ એનો દાવો કોઈએ ના સાંભળ્યો. એને કહી દેવામાં આવ્યું કે તારામાં પરસ્પર વિરોધી સિદ્ધાંતો એટલા બધા છે કે તારાથી તો કામ બગડે. ભગવાને ધર્મને કહ્યું, 'તું સેવાઓ આપ.' ધર્મે પૂછયું, 'શા માં?' 'માનવીના પરિવર્તન માટે'' પણ ધર્મે કહ્યું, 'બીજા મને સ્વીકારશે ?' એ વીના કોઈનો છૂટકો જ નથી જગત દેખે અને પ્રશ્નો પરિવર્તિત મનુષ્યને ઝંખે છે. એ ઝંખના તારા વગર પૂરી નહીં પડે.'' જેવી આપની આજ્ઞાા. ધર્મે કહ્યું. આમ કહી ધર્મ ધરતી પર આવ્યો તો ચકિત થઈ ગયો. એનાં પહેલા જ ધર્મનું આબેહૂબ રૂપ લઈને સેતાનની સવારી અહીં આવી પહોંચી હતી. ધર્મોને સંપ્રદાયોની માયાજાળ રચીને એણે મોટું તોસ્તાન બનાવી દીધું હતું. એટલા માટે જ સાચા ધર્મની ને સાચા અધ્યાત્મની ભૂમિમાં સાહસ કરીને પ્રવેશવાની જરૂર છે. સેતાને ઉભા કરેલા માળખાની સાથોસાથ સાચો ધર્મતંતુ પણ વણાઈ રહેલો છે. એ કથીર અને કંચન વચ્ચેનાં ભેદ પારખીને આપણે કંચન ભેગુ કરી લેવાનું છે. માટીને કોરાણે મૂકી છોડવાની છે. એક મોટો ફિલસૂફ એનો એક વિદ્યાર્થી ખૂબ જ તેજસ્વી પચીસ વરસ ઉમ્મર સુધીમાં એણે નામ કાઢેલું. એણે જાહેર કર્યું 'હું એકાંતમાં જાઉં છું.' 'શા માટે ભાઈ ?' 'ધર્મ, અધ્યાત્મ અને ઇશ્વર વિશે મારે એકદમ નવા વિચાર શોધી કાઢવા છે.' 'એ શક્ય નથી અને કદાચ જરૂરી પણ નથી. કદાચ એકાદ નવો વિચાર તું શોધી શક્યો છે એવું તને લાગશે પણ ખરેખર તો એ કોઈ જુના વિચારનું જ નવું રૂપ હશે. એમાં બુદ્ધિ કસવાની કંઈ જરૂર નથી.' 'ત્યારે...' 'જે જુના વિચારો છે એમાં સારાખોટાની ભેળસેળ થઈ ગઈ છે. તું એમાંથી સત્ય શોધી કાઢ. એ જુના વિચાર ને સત્યને નવી નજરે જો ને નવા રૂપે રજુ કર.' બસ, આપણે આ કામ કરવાનું છે. તમે એક સિદ્ધાંત આપી જાવ તેથી વિરાટ વિચારના ઢગલામાં શો ફેર પડવાનો છે ? શક્ય છે કે એ વિચાર તમને જ અદ્ભુત લાગે, બીજા કોઈને એ કામમાં ના પણ આવે એના જે જુના સભ્યો છે એમને નવી નજરે જોતા શીખો તો ?
જેમની મનોવૃત્તિને પ્રવૃત્તિ આ તરફ વળતી નથી એ જીવનનાં મોટામાં મોટા અનુભવથી વંચિત રહી જાય છે. ભગવાન કેટલો મોટો ? તમે માનો એટલો, ને આપણી ઇચ્છા મુજબ મોટો બનાવી શકીએ છીએ. દુરબીન જેમ વધારે મોટું બ્રહ્માંડ પણ એટલું વિશાળ. એ નિયમ બધે જ લાગુ પડે છે. આપણે ભણ્યા, શાસ્ત્રો વાંચ્યા, દલીલો શીખ્યા, જડબાતોડ જવાબ આપતા આવડયા પણ હવે ? પરમાત્માની પ્રતીતિ તો થતી નથી.' મન લબુઢબુ થાય છે. શ્રદ્ધા આવેલી તે ઉથલી જાય છે. કદાચ.... એ શબ્દ આપણને મારી પાડે છે.
- ચેતન એસ. ત્રિવેદી