ચિત્ત વૃત્તિ નિરોધ .
જ્યારે ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય છે ત્યારે તે ચિત્તની એકાગ્રતા-સ્થિરતા થાય છે. ચિત્તની એકાગ્રતા થવાથી, મનના તરંગો (વિચારો)નો ચિત્તરૂપી આકાશમાં લય થઈ જાય છે. જેવી રીતે સરોવરનું પાણી સુકાઈ જાય તો પછી તેમાં પ્રતિબિંબ દેખાતું નથી તેવી રીતે મન-બુદ્ધિનો જ લોપ (નાશ) થઈ જાય, તો પછી અહંકાર રહેતો જ નથી.
અહંકાર (હું-અજ્ઞાાન)નો પડદો ફાટી જવાથી. આત્મા-પરમાત્માના મિલનનો અનુભવ થાય છે. (સત્ય જ્ઞાાન થાય છે) અને આવો યોગી-મહાત્મા શરીરમાં હોવા છતાં 'બ્રહ્મ' (પરમાત્મા) બને છે. (૨૭-૨૮)