Get The App

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ?

- ઓમ એ પરામાત્માનાં નામ તરીકે ઓળખાય છે. ઓમ અને અથ બે શબ્દો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે પહેલાં શબ્દનાદ તરીકે ઉત્પન્ન થયા છે. આથી તેને 'માંગલિક શબ્દો' પણ કહેવાય છે. 'અ' - 'ઉ' અને 'મ'થી બનેલ ઓમ કાર શબ્દમાંથી 'ઓમ' બનેલો છે.

Updated: Sep 10th, 2020

GS TEAM


Google News
Google News
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ? 1 - image


મા નવ માત્ર દુ:ખથી મુક્તિ ઇચ્છે છે. કોઇપણ ધર્મસંપ્રદાય તો માણસ હોય - તે બધાય દુ:ખથી મુક્તિ અને સુખ-શાંતિની ઝંખનામાં આજીવન રહેતો હોય છે. જેનાથી શરીર અને મનનું સુખ હણાય જાય અને દુ:ખી દુ:ખી થઈ જાય ત્યારે પોતાનાં ઇષ્ટ દેવ પ્રભુ પાસે તે દુ:ખથી છૂટવાની પ્રાર્થના કરતો ફરે છે. શરીર અને મનને દુ:ખી કરે છે તે દુ:ખ.

શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં દુ:ખો કહેલા છે. જેમકે, (૧) અધિભૌતિક દુ:ખ (૨) આધ્યાત્મિક દુ:ખ અને (૩) અધિદૈવિક આયુર્વેદ શાસ્ત્રની સુશ્રુતુ સંહિતામાં કહ્યું છે. માનવીને દુ:ખનો સંયોગ થાય તે વ્યાધિ છે. જે ઉપર જોયું તેમ ત્રણ પ્રકારની છે. તદ્ દુ:ખ ત્રિવિધં (સુશ્રુત) આપણે સરળ ભાષામાં આધિ-વ્યાધિ અને ઉપાધી તરીકે ઓળખીએ છીએ.

ઓમ એ પરામાત્માનાં નામ તરીકે ઓળખાય છે. ઓમ અને અથ બે શબ્દો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે પહેલાં શબ્દનાદ તરીકે ઉત્પન્ન થયા છે. આથી તેને 'માંગલિક શબ્દો' પણ કહેવાય છે. 'અ' - 'ઉ' અને 'મ'થી બનેલ ઓમ કાર શબ્દમાંથી 'ઓમ' બનેલો છે. 'ઓમ' શબ્દથી પરમાત્મા વાચક શબ્દ છે. (ગીતા અ.૧૭/૨૪) આથી માંગલિક કાર્યોના મંત્રોમાં 'ઓમ' પહેલાં બોલવામાં આવે છે.

'તસ્માદ્ ઓમ ઇત્યાહૃત્ય.....બ્રહ્માવાદ્રિનામ' (ગીતા)

માનવ-માત્રથી જન્મથી જ દુ:ખ ઇચ્છતો નથી. સુખ જ ઇચ્છે છે. સુખ મેળવવા માટે સવારથી સાંજ અને જન્મથી મરણ સુધી વિવિધ પ્રવૃત્તિઓ કર્યા કરે છે. કદાચ ભૌતિક સુખ મળે છે તો શાંતિ મળતી નથી. આલોકમાં થોડી ઘણી શાંતિ-સમૃદ્ધિ મળે તોય પરલોકની શાંતિ માટેનાં ઉપાયો કરે છે.

ત્રિવિધ તાપો-સંતાપો-દુ:ખોથી મેળવવા માટે આપણે ત્રણ વાર ઓમ શાંતિ: શાંતિ શાંતિ: । નું રટન કર્યા કરીએ છીએ. જૂઓ

(૧) આધ્યાત્મિક દુ:ખ :

પોતાની જાતથી અપરાધથી આરોગ્યના પોતાની જાતનાં અપરાધથી થતાં દુ:ખો, વ્યાધીઓ તે બધાય આધ્યાત્મિક (આત્મેન અપરાધ કક્ષં) દુ:ખો છે. પછી તે અપરાધો શારીરિક હોય કે માનસિક અપરાધો હોય. જીવન સરળ રીતે જીવી શકાય અને શાંતિથી જીવી શકાય તે માટે નિયમો- (સ્વસ્થવૃત્ત) આહાર-આચાર-વ્યવહાર વગેરેનાં આપેલાં છે. તેનો અપરાધ કરી ફાવે તેમ જીવીએ ભાવે તેમ ખાઈએ. ફાવે તેવી રીતે વર્તીએ રખડીયે. ફાવે તેવા વ્યસનો-વ્યભિચાર દિનચર્યા-રાત્રીચર્યાનાં નિયમો પાલન ન કરે પોતાની કાળજી પોતે ન રાખે તે પોતાનાં અપરાધ વડે ઉત્પન્ન થતાં દુ:ખોને આધ્યાત્મિક દુ:ખ કહે છે. તેની શાંતિ માટે ઓમ શાંતિ-બોલવામાં આવે છે. (શારીરિક દુ:ખ અને માનસિક દુ:ખ)

(૨) અધિભૌતિક દુ:ખ :

કોઈ મનુષ્ય દ્વારા પશુ-પક્ષિ દ્વારા જીવાણીઓ દ્વારા સંક્રમણ દ્વારા કે બીજા ભૂતો દ્વારા થતાં રોગો-દુ:ખો-પીડા વિગેરેના આધિભૌતિક દુ:ખ કહેવાય છે. (અધિભૌતિકં ભૂતેષુ અધિકૃતં) તેની શાંતિ માટે પણ ઓમ શાંતિ બોલવામાં આવે છે.

(૩) અધિદૈવિક દુ:ખ :

દેવ-ગાંધર્વ-યક્ષ-રાક્ષસ-કાળ-અપરાધ-કરવાથી કાળજન્ય સ્વભાવજન્ય પ્રકૃતિજન્ય-હવામાનજન્ય વિગેરે વિગેરે જે વ્યાધિ-રોગ કે દુ:ખ ઉત્પન્ન થાય છે તેને આધિ દૈવિક રોગો કે દુ:ખો કહેવાય છે. (સુશ્રુત સંહિતા)

માનસિક અને શારીરિક કે હૃદયની સહજ અવસ્થા એટલે 'શાંતિ' અશાંતિ કે દુ:ખોનો અંત આવે ઉપર કહેલાં આધ્યાત્મિક-અધિભૌતિક કે અધિદૈવિક દુ:ખોનો અંત આવે ત્યારે જ શાંતિ અને સુખ અનુભવાય છે.

જ્યાં શાંતિ હોય ત્યાં જ સુખ હોય છે. ગીતાનું સૂત્ર છે કે અશાંતસ્યકુત: સુખમ્ અશાંત માનવીને સુખ ક્યાંથી હોય ?? પ્રશાંત મનથી જ શાંતિને સુખ અનુભવાય છે. (ગીતા અ. ૬-૨૭) ખરો માનવી સકળલોકમાં ઈશ્વરને જુએ છે, બીજાસ્વાર્થી દયાળુ અને સર્વને પ્રેમ કરનારો શાંતિને પામે છે. (ગીતા અ.૫-૨૯)

જે પુરૂષો ચંચળતાથી રહિત છે. કામ, ક્રોધ, લોભ, મોહથી રહિત છે. વિવિધ કામનાઓ છોડી. અહંકારને મમતા વિનાનો સ્પૃહા-ઝંખના-વિનાનો રહે છે. તે શાંતિને અનુભવે છે. (ગીતા) આ મેળવવા પ્રાપ્ત કરવા માટે ઓમ શાંતિ બોલાય છે.

વેદમાં પણ શાંતિમંત્રો આપેલા છે. ઓમદ્યો: શાંતિ... આકાશ-હવા-પૃથ્વિ-પાણી, ઔષધિઓ, વિશ્વદેવ, વનસ્પતિઓ બ્રહ્માંડ, તમામ વિશ્વની વસ્તુઓ શરીર-મન વિગેરે વિકારો રહિત બની શાંત રહો અને શાંતિ આપો. શાંતિ આપો. શાંતિ આપો તેવા શુદ્ધભાવથી આ વૈદિક શાંતિ મંત્રો આપેલા છે. આમ આપણે સદાય શાંતિ મેળવવા ત્રણવાર 'ઓમશાંતિ:' બોલીએ છીએ. 'ઓમ શાંતિ'

- ડો. ઉમાકાન્ત જે. જોષી

Tags :