Get The App

'મા' વિશે મહાપુરૂષોના મહાવાક્યો

Updated: Sep 3rd, 2020

GS TEAM


Google News
Google News
'મા' વિશે મહાપુરૂષોના મહાવાક્યો 1 - image


૧. માતૃદેવો ભવ - માતા ને દેવ સમાન માનો. ઋગવેદ

ર. નાસ્તિ માતૃસમો ગુરૂ - માતા સમાન કોઈ ગુરૂ નથી. ઉપનિષદ

૩. જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે. મહાભારત

૪. માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે. યાજ્ઞાવલ્કય

પ. માતા માનવ જીવનનું ગંગાજળ છે. ચાણક્યનીતિ

૬. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી ય ચડિયાતાં છે. રામાયણ

૭. પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કદીય કુમાતા થતી નથી. શંકરાચાર્ય

૮. તાર ું સ્વર્ગ તારી માતાનાં ચરણોમાં છે. મહંમદ પયગંબર

૯. જગતભરમાં જે સહુથી વધુ બોલાય છે તે શબ્દ છે મા. સ્વામિ નિજાનંદ

૧૦. જેણે માતાને જાણી તેણે ભગવાનને જાણ્યા. સંત વેમન

૧૧. મા-ની પ્રદક્ષિણા કરો એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. ગણેશ પુરાણ

૧ર. પિતા આક્ષવૃક્ષ છે, માતા મંજરી છે, બાળકો બે ફળો છે. ઈગર સોલ

૧૩. મા તે મા - બીજા બધા વગડાના વા. ગુજરાતી કહેવત

૧૪. પૈસાથી બધું ખરીદી શકાય છે પણ મા ખરીદી શકાતી નથી. લોકોકિત

૧પ. ઘર વગરની મા અને મા વગરનું ઘર કદીય ના થશો. અજ્ઞાાત

૧૬. જે સદાચાર-સેવા થી માબાપને પ્રસન્ન કરે છે તે જ પુત્ર છે. ભતૃહરિ

૧૭. પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે, માતાનો પ્રેમ ચંદ્ર જેવો છે. સુરેશ દલાલ

૧૮. મા દુનિયાના સર્વ ધર્મગ્રંથોથી ય મહાન ધર્મગ્રંથ છે. મોરારિ બાપુ

૧૯. મા એ તો પ્રેમની યુનિવર્સિટી છે. ફેક લેખક

૨૦. જે સંતાનથી માબાપ ના ઠર્યા તે ક્યારેય સુખી થતાં નથી ભીખુદાન ગઢવી

ર૧. હાલરડું  એટલે મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત અજ્ઞાાત

રર. ભગવાનનું બીજું નામ જ મા છે.

ર૩. તારાઓ આકાશની કવિતા છે, મા પૃથ્વી ઉપરની કવિતા છે. હારગ્રેવ

ર૪. મા સ્વર્યં એક તીર્થ છે, તીર્થત્તમ છે.

રપ. મા મમતાની મૂર્તિ છે તો પિતા વાત્સ્યલની મૂર્તિ છે. વિનોદ પંડયા

ર૬. આ દુનિયામાં મા નું સ્થાન કોઈ લઈ શકતું નથી ડોે. રશ્મિ મયૂર

ર૭. માતાનું ઋણ ચૂકવવા જાય તો ભગવાન પણ દેવાળિયો થઈ જાય. ઉમાશંકર જોષી

૨૮. માતાની ગોદમાં બેઠેલું શિશુ એ સમગ્ર વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર છે. જે. જે. મેયર

ર૯. મા શબ્દનો અર્થ સમજાવવાનો નથી, મા ને સમજવાની છે. -

૩૦. દીકરો માને તરછોડે ને દીકરી ઘર છોડે ત્યારે માવતર ખૂબ રડે. -

૩૧. મા એ તો માનવતા અને સંસ્કારનું મહાવિદ્યાલય છે. ક્રેડરિક હેસ્ટન

૩ર. માતાનું હૃદય એ જ બાળકની પાઠશાળા-મહાશાળા છે. એચ.ડબલ્યુ. વિચાર

૩૩. એક સંસ્કારી માતા એક હજાર શિક્ષક બરાબર છે. જહોન હર્બર

૩૪. માનવતાનો પહેેલો પાઠ માતાનું ચુંબન છે. મેઝિની

૩પ. મા-નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે. રવીન્દ્રનાથ ટાગોર

૩૬. મા- એ એવી ઋતુ છે જ્યાં કદી પાનખર ઋતુ આવતી નથી. રમેશ જોશી

૩૭. ભગવાન બધે પહોંચી ના વળ્યા એટલે માનું સર્જન કર્યું યહૂદી કહેવત

૩૮. બોલું હું તો પહેલો અક્ષર બા બા બા . બાળપોથી

૩૯. ઝંઝાવાત પણ ઘડીભર જ્યાં થંભી જાય છે તે છે મા. -

૪૦. બાળપણમાં જેણે તને ગોદ આપી તેને તું દગો ના દેતો. રમેશ જોશી

સંકલન-પી.એમ. પરમાર

Tags :