- 'હે તુલસી ! તારા વગર તો ભગવાન ભોગને સ્વકારતા નથી. તને તો ખબર જ હશે કે શ્રી કૃષ્ણ ક્યાં છે !?' માલતીના પુષ્પને ૫ણ ગોપીઓએ પુછયું. આવો વિરહ ગોપીજનોનો હતો. ગોપીજનોએ ઠાકોરજીના વિરહમાં જે ગીત ગાયું એ ગોપી ગીત કહેવાયું
દ શમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવતજીનું હૃદય છે. રાસ પંચાધ્યાય એ ભાગવતજીના પંચ પ્રાણ છે. જેવી રીતે દેહનો સંબંધ આત્મા સાથે છે તેવી જ રીતે રાસ પંચાધ્યાયનો સંબંધ ભાગવત સાથે છે. દશમ સ્કંધના ૨૯,૩૦,૩૧,૩૨ અને ૩૩ આ જે પાંચ અધ્યાય છે એને રાસ પંચાધ્યાય માનવામાં આવ્યા છે. ભગવાને વૃન્દાવનમાં દિવ્ય રાસ રચાવ્યો. એ પ્રસંગનું વર્ણન આ રાસ પંચાધ્યાયમાં કરવામાં આવ્યું છે.
પરિક્ષિત મહારાજે શુકદેવજી મહારાજને ભગવાનની રાસલીલા સંબંધિત પ્રશ્ન પુછયો ત્યારે તેનો ઉત્તર આપતાં શુકદેવજી મહારાજે કહ્યું કે, ગોપી એ કોઈ સ્ત્રી નથી, ગોપી એ કોઈ પુરુષ નથી પણ ગોપી એ ભાવનું નામ છે. ગોપી શબ્દની વ્યાખ્યા કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે, 'ગોપાયતી શ્રી કૃષ્ણમ્ સા હૃહદયઃ' જે નિત્ય ભ ક્તરસનું પાન કરે છે, જેમને શ્રી કૃષ્ણ ભગવાનને હૃદય મંદિરમાં પધરાવ્યાં છે. એટલે જ તો નારદ ભ ક્ત સુત્રમાં દેવર્ષિ નારદજીએ કહ્યું કે, 'ભ ક્ત વ્રજ ગોપીકાઓ જેવી હોવી જોઈએ.'
જ્યારે રાસ રચાયો ત્યારે ગોપીજનોના મનમાં અહંકાર આવ્યો કે ભગવાન અમારી સાથે જ રમી રહ્યા છે. એ અહંકારનું ખંડન કરવા માટે થઈને ભગવાન રાસ મંડળમાંથી અંતરધ્યાન થયાં. શ્યામના વિરહમાં ગોપીઓ સ્વયં શ્યામ બની. તુલસીના છોડને ગોપીઓએ પુછયું કે, 'હે તુલસી ! તારા વગર તો ભગવાન ભોગને સ્વકારતા નથી. તને તો ખબર જ હશે કે શ્રી કૃષ્ણ ક્યાં છે !?' માલતીના પુષ્પને ૫ણ ગોપીઓએ પુછયું. આવો વિરહ ગોપીજનોનો હતો. ગોપીજનોએ ઠાકોરજીના વિરહમાં જે ગીત ગાયું એ ગોપી ગીત કહેવાયું. જે દશમ સ્કંધના ૩૧ માં અધ્યાયમાં છે. એ ગોપી ગીતના પ્રભાવથી ઠાકોરજી પ્રત્યક્ષ થયા છે અને પ્રગટ થયા છે. સંપૂર્ણ ગોપી ગીતની વિશેષતા એ છે કે આખાય ગોપી ગીતમાં ભગવાન શ્રી કૃષ્ણને અલગ-અલગ નામથી સંબોધ્યા છે.
ગોપી ગીતનો આરંભ 'જ' કાર શબ્દથી થયો છે. 'જ' કાર એ દબ્ધાક્ષર છે, અર્થાત્ ગોપીઓનું હૈયું બળેલું હતું જે હૈયે હતું એ હોઠે આવ્યું. ગોપી ગીતનો પ્રથમ શ્લોક છે - 'જ્યતિ તેધિકમ્ જન્મનાવ્રજ; શ્રયત ઈ ન્દરા શશ્વ દત્રયી. દૈત દ્રશ્યતામ્ દિક્ષુતાવકા ત્વયિ ધ્રુતાશવ ત્વા ન્મવિચિન્મતે.' ગોપીજનો કહે છે કે, જ્યારથી તમારું આગમન વ્રજ મંડલમાં થયું છે ત્યારથી આ વ્રજ અધિક શોભાને પામ્યુ છે. ગોપી ગીતમાં ગોપીજનોએ ભગવાનની કથાનો મહિમા પણ વર્ણવ્યો છે. તમારી કથા એ ધરતીનું અમૃત છે. ગોપી ગીતના ૧૯ શ્લોકો છે. ભગવાન વેદવ્યાસજીની રચના પણ ૧૯ છે. ૧૮ પુરાણ અને ૧ મહાભારત. આ બધાનો સાર જો કોઈ હોય તો તે ગોપી ગીત છે. જે ભ ક્તમાર્ગની પરાકાષ્ટા છે.
ગોપીજનોએ બ્રહ્માજીને પણ જડ કહી દીધાં કે, બ્રહ્માજીએ નેત્રોની રચના કરી પણ પાપણ શા માટે બનાવી !? જે ભગવાનના દર્શનમાં વિઘ્ન કરે છે. મહાપ્રભુશ્રી વલ્લભાચાર્યજીના મતાનુસાર ગોપી ગીત એ પલ્કાંન્તર વિયોગ છે. એ ગોપીજનો ગાયા પછી રડવા લાગ્યા. ભગવાનની પ્રાર્થના આપણે કરતાં હોઈએ, શબ્દકોષમાં જ્યારે શબ્દ પુરા થઈ જાય ત્યારે રડવું જ શેષ બચે છે. ગોપીઓના રુદનમાં રામ હતાં અને ગાનમાં ગોવિંદ હતાં. ભગવાન પ્રગટ થયાં પછી દિવ્ય રાસ રચાયો. રાસ એ જીવાત્માનું પરમાત્મા સાથેનં મિલન છે. ભગવાનની સાથે આપણો સંબંધ તો છે જ પણ એ જોડાણ કરાવવાવાળી જો કોઈ કથા હોય તો તે રાસ પંચાધ્યાયની કથા છે. આ કોઈ લૌકિક કથા નથી. જો તેમ હોત તો શુકદેવજી મહારાજ પરિક્ષિત મહારાજને સંભળાવત જ નહિં.
રાસ પંચાધ્યાયનું ફળ કથન કરતાં એમ કહ્યું છે કે, આ રાસ પંચાધ્યાયની કથા જે સાંભળશે એને ભગવાનની ભ ક્ત પ્રાપ્ત થશે. ભવરોગમાંથી મુક્ત થશે. તો આવી રાસ પંચાધ્યાયની કથા આપણને સૌને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ કરાવે, જે ગોપીજનો પામ્યા એવી ભ ક્તનો આપણે અનુભવ કરીએ એ જ અભ્યર્થના.. અસ્તુ.. !
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


