શુભ પ્રભાતમ મને અદભુત શરીર આપનાર હે પરમેશ્વર ।।
કોઈ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ હતી, છતા માથાનાં વાળથી લઈ અંગૂઠા સુધી ૨૪ કલાક ભગવાન તું રક્ત પ્રવાહિત કરે છે. જીભ પર નિયમિત લાળ અભિષેક કરે છે. નિરંતર તું મારું હૃદય ચલાવે છે. એને ચલાવવાવાળું એવું કયું યંત્ર તે ફીટ કર્યું છે. હે ભગવાન ? પગના નખથી લઈ માથાના વાળ સુધી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવાવાળી પ્રણાલી કઈ અદ્રશ્ય શક્તિથી ચાલી રહી છે એ જ કાઈ સમજાતું નથી. હાડકાને માંસમાં બનવાવાળું રક્ત કેવું અદ્વિતીય આર્કિટેક્ચર છે એનો કોઈ અંદાજ નથી. હજાર હજાર મેગા પિક્સલ વાળા બે-બે કેમેરા દિવસ-રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યાં છે. દસ હજાર ટેસ્ટ કરવાવાળી જીભ નામની ટેસ્ટર. અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી. જુદી જુદી ફ્રીકવંસીની અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી. અને એ ફ્રીકવંસીનું કોડિંગ-ડિકોર્િંડગ કરવાવાળા કાન નામના યંત્ર વાહ અદભુત છે. ૭૫ % પાણી ભરેલું શરીરરૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું. કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું. ગાડીના ટાયર ઘસાય છે, પણ પગનાં તળિયા ક્યારેય ઘસતા નથી. કેવી અદ્ભૂત એવી રચના છે. દેખભાળ, સ્મૃતિ, શક્તિ, શાંતિ આ બધું ભગવાન તું આપે છે. તું જ અંદર બેસીને શરીર ચલાવે છે. અદ્ભુત છે બધું અવિશ્વસનીય. સમજમાં ના આવે તેવાં શરીર રૂપી મશીનમાં હંમેશા તું જ છે. એનો અનુભવ કરાવવાળો આત્મા ભગવાન તે એવો ફીટ કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ બસ એક જ માંગુ છું. તારા આ ખેલનો નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદ્બુદ્ધિ મને આપો. તું જ આ બધું સંભાળે છે એનો અનુભવ મને હંમેશા આપો, રોજ પળપળ કૃતજ્ઞાતાથી તારો ઋણી હોવાનું સ્મરણ મને આપો. તું જ આ બધું સંભાળે છે એનો અનુભવ મને હંમેશા આપો, રોજ પળપળ કૃતજ્ઞાતાથી તારો ઋણી હોવાનું સ્મરણ મને આપો હે પ્રભુ આ જીવ તે આપ્યો છે એની સંભાળ હું કરીશ પણ સારવાર તું કરજે. એવું મન મને આપો. Thank u prabhu કાલ રાત સુધીની સરસ જિંદગી માટે અને આજની સરસ સવાર માટે હું તારો આભાર વ્યક્ત કરું છું.