Get The App

આપણામાં જ પરમાત્માએ આત્મિક દિવ્યશક્તિ આપી છે

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
આપણામાં જ પરમાત્માએ આત્મિક દિવ્યશક્તિ આપી છે 1 - image

આ જગતમાં સૌથી મોટામાં મોટી શક્તિ તે આત્મિક સત્ય શક્તિ છે. કારણકે પરમકૃપાળુ પરમાત્માએ આપણા આત્મામાં જન્મતાની સાથે જ આત્મિક સત્ય મૂકેલું છે. તેમાં અદભૂત શક્તિ આપેલી છે. બીજા પાસે મદદ માગવા જવાના બદલે ખુદ પોતાના આત્મિક સત્ય પર ભરોસો રાખવો કારણકે મદદ કરનાર બીજી કોઈપણ વ્યક્તિ કરતા એ સમર્થ શક્તિ આપણી અંદર જ છે. અનુભવામૃત છે, આપણે જ આપણા જીવનના ઘડવૈયા છીએ.

આપણે જ આપણા તારણહાર છીએ. આપણામાં જ રહેલી આત્મિક સત્યની દિવ્યશક્તિ એ જ પરમાત્માની શક્તિ છે. જેના કાર્યમાં આત્મિક સત્ય શક્તિ છે ટાઢ, તડકો, ભય, પ્રીતિ, સમૃદ્ધિ કે અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી તે જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આત્મિક સત્યસ્વરૂપ મનોબળ દ્રઢ અને હિમ્મત હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને સફળ થતા રોકી શકે નહીં. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણી સાહસ યાત્રા ચાલુ રહે છે. તો મંઝીલ-મુકામ સુધી પહોંચી શકાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, મંજિલ એટલે સ્વતંત્ર ચિત્તદ્વારા આત્મજ્ઞાાનની પ્રાપ્તિ એ જ મુક્તિ,

જીવનમાં કોઈ કામ હાથ પર લઈએ અને મુશ્કેલી આવે કોઈ પ્રશ્નો ઉભા થાય ત્યારે હિમ્મત હાર્યા વિના અને હાર માન્યા વિના હિમ્મત રાખવી. અડચણો ત્યારે જ દેખાય છે જ્યારે આપણે ધ્યેય પરથી આંખ ખસેડી લઈએ છીએ. આપણને પરમાત્માએ આત્મિક દિવ્ય શક્તિ આપેલી છે. જે અખૂટ છે ઉત્તમ ઉદ્યમ ઉત્તમ ધ્યેય, પુરુષાર્થ, હિમ્મત અને વિશ્વાસ એ જ આપણા સહુના માટે પરમઆત્માએ મુકેલ જ છે. જીવનમાં આત્મિક સત્યને ધારણ કરનારા સદ્વુણો તરફ ચિત્ત કેમ વળે એ આપણા હાથની વાત છે, એ જ આત્મ જાગૃતિ આત્મનિક સત્યતા એ જ આત્મશક્તિ એ જ ખરી દિવ્ય શક્તિ છે, તેને ધારણ કરીને જીવન જીવે જાવ અને તમારી અંદર ઉતરી આંતર દ્વદ્વથી મુક્ત થાવ એટલે તમો પરમાંત્મા છો, પથરામાં શોધવા જવાની જરૂર નથી, માત્રને માત્ર તમારા ચિત્તને પૂર્ણ રૂપે સ્વતંત્ર કરીને સ્વસ્થ ચિત્તે જીવન સત્વ સંશુધ્ધ જીવન કરીને જીવે જાવ એજ તમારી મુક્તિ તમારાજ હાથમાં છે, બીજાના હાથમાં હોવાની સંભાવના જ નથી.

પરમ શાંતિમાં જ સાચી શક્તિ છે, એટલું અંતરથી જાણો. આપણી માનસિક ક્રિયાઓને પરમ શાંત કરવાનો રસ્તો પોતાની ભીતરમાંથી આપણે શોધવો પડે છે, બહાર ફાંફાં મારવાની જરૂર જ નથી, બહારથી સત્યનો રસ્તો મળતો પણ નથી આથી અંતરમાં ઊતરવું જ પડે. અંતરમાં ઉતરી શોધવાનું નામ છે આધ્યાત્મિક આંતર સાધના આ શોધવાની ક્રિયાનું નામ આત્મજ્ઞાાન, આને પ્રાપ્ત કરવા દિવસના ૨૪ કલાકમાં ઓછામાં ઓછું એક કલાક પરમ શાંત થઈને પરમ સ્વતંત્ર ચિત્ત કરીને શાંત ચિત્તે બેસો અને તમારા ચાલતા શ્વાસને નિરખ્યા જ કરો, તમારી ઇન્દ્રિયો પરમ શાંત બેસી શકે છે કે નહીં તે તટસ્થ ભાવથી જુઓ અને મન પરમ શાંત રહી શકે છે કે નહી તેનું શાંત ચિત્તે નિરીક્ષણ કરતા જ રહો. તમો જો મનને દિલોજાન મિત્ર બનાવી ને તેની પાસેથી કામ લેશો તો તમારી પોતાની આત્મ શક્તિ ગજબની વધશે તમારી કાર્ય ક્ષમતામાં વધારો થશે, પણ જો એને શત્રુ માનશો તો જીવનમાં પ્રારંભમાં નિષ્ફળ થવાના અને જીવનમાં સફળ બની શક્શો જ નહિ, એ પણ એટલું જ નક્કી છે, આજે તમોકોઈ આધ્યાત્મિક આંતર સાધના કરતા જ નથી મનને દિલોજાન દોસ્ત બનાવતા નથી તમો તમારા ચિત્તને પૂર્ણ રૂપે પરમ સ્વતંત્ર બનાવતા નથી આથી ચિત્ત શાંત હોવાનું નહિ જેથી જીવનમાં નિષ્ફળતા જ સાંપડે તે સ્વાભાવિક છે. આથી પછી કોઈને કોઈ બુધ્ધું અજ્ઞાાની ગુરુને બહાર શોધવા લાગો છો અને અજ્ઞાાની ગુરુનો પાર નથી તેઓ પોતે જ પોતાના આત્મિક સત્યમાં સ્થિત હોતા જ નથી તેવા ગુરુની જાળમાં ફસાવ છો અને તમારું ચિત્ત પરતંત્રમાં સ્થિત કરો છો, અને ગુલામ બની રહો છો, આમ જેમણે પોતાના તન મન બુધ્ધિ ને જ દુશ્મન બનાવ્યા, દુશ્મન માન્યા તેઓને બહારની અપેક્ષા અને આશા રહેવાની જ ખાલી અપેક્ષા જ નહિ પણ તેનાજ બનવાની ઇચ્છા, આશ્ચિત રહેવાની એટલે તમારું ચિત્ત ગુલામ દશા ભોગવશે ગુલામી કદી આનંદ આપી શકે જ નહિ, આમ દુઃખમાં સબડશો આ છે ગુરુ બનાવવાનું ફળ, જે તમારા હાથે જ સ્વીકાર કરેલ હોય છે, તમો જ દોષિત છો, બીજા કોઈ દોષિત હોય શકે નહિ.