સ્વાધ્યાયનો મહિમા .
મા નવ જીવનમાં સ્વાધ્યાયનો મહિમા અનન્ય છે. સ્વાધ્યાય એટલે સ્વ- અધ્યાય. સ્વાધ્યાય આત્મલક્ષી હોય છે. ઉચ્ચ વિચાર, ચિત્તશુદ્ધિ તથા વ્યવહાર શુદ્ધિ માટે નામસ્મરણ, પ્રાર્થના વ જરૂરી છે. પૂ.રણછોડદાસ બાપુ સ્વાધ્યાયના ખાસ હિમાયતી હતા. મહારાષ્ટ્રના શાસ્ત્રી પાંડુરંગ આઠવલેએ સ્વાધ્યાય પ્રવૃત્તિની ધજા ફરકાવી હતી. શેરીનાટક, વૃક્ષપૂજા, ગીતા, અધ્યયન, ભાવગીત જેવા વિવિધ કાર્યક્રમો થકી સ્વાધ્યાય પ્રવૃત્તિને સારો વેગ આપ્યો છે.
સ્વાધ્યાય હંમેશ કે નિયમિત કરવાથી કાયિક (કાયાનાં), વાચિક (વાચાનાં) તથા માનસિક (મનમાં) પાયો નાશ પામે છે. તેવો સનતકુમારો આદિ ઋષિઓનો મત છે. પતંજલિ યોગ સૂત્રમાં લખ્યું છે સ્વાધ્યાય કરવાથી પરમાત્માનું મિલન થાય છે. સ્વાધ્યાય એ વાણીનું પરમ તપ છે તેમ ગીતામાં પણ કહ્યું છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૬/૧માં જણાવ્યા પ્રમાણે 'સ્વાધ્યાયાન્મા પ્રમદ:' એટલે કે સ્વાધ્યાયમાં કદી પ્રમાદ કે આળસ કરવું નહીં. સ્વાધ્યાય એક પ્રકારની દૈવી સંપત્તિ છે.
સ્વાધ્યાય વિશે સંસ્કૃતમાં એક વાક્ય છે: ''સ્વાધ્યાય પ્રવચના ભાગ ન પ્રમદિતાયમ્'' એટલે કે સ્વાધ્યાય અને પ્રવચનમાં કદી આળસ કરવું જોઈએ નહીં. સ્વાધ્યાયમાં આપણે જે પાઠ કે સ્તવન વ. કરીએ છીએ તેનું આચરણ પોતે જ એક પ્રકારનો સ્વાધ્યાય છે.
નિયમિત અને સમયસર સ્વાધ્યાય, ગીતા. રામાયણ, ભાગવત આદિ ગ્રંથોનું વાંચન કરવાથી મનમાં જાગૃતિ તથા ચેતનાનો સંચાર થાય છે. સ્વાધ્યાય કરવાથી મનને શાંતિ તથા સાધિયારો મળે છે. સ્વાધ્યાય થકી જ કુવિચારો દુર થાય છે. મનમાં સ્થિરતા આવે છે. અશાંત મન સ્થિર તથા દ્રઢ થાય છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વાધ્યાયને એક પ્રકારનો યજ્ઞા જ કરાયો છે. આજના ટી.વી. ચેનલ તથા મોબાઈલના જમાનામાં કોઈને પણ સ્વાધ્યાય કરવાનો સમય નથી તે દુઃખદ છે. પહેલાનાં જમાનામાં રાત્રે જમીને પરિવારના બધા સભ્યો સાથે મળીને સ્તવન, સ્તુતિ, સ્તોત્ર કે શ્લોક બોલતા રામાયણ, હનુમાન-ચાલીસા વિ. બોલતા. હવે જમાનો બદલાયો છે. સમય પલટાયો છે. પરંતુ સ્વાધ્યાયનો મહિમા કે માહાત્મ્ય ભુલવા જેવું નથી. સ્વાધ્યાયથી અનેક લાભો થાય છે.
આપણે આપણા પવિત્ર ગ્રંથો, રામરક્ષા, રામસ્તવરાજ સંકટ મોચન, પાઠ, ગણપતિ અથર્વ શીર્ષ, વિનયપત્રિકા, ગાયિત્રી ચાલીસા, પુરાણો તથા ગ્રંથોનું વાંચન ભુલતા જઈએ છીએ કે ઓછું કરીએ છીએ. રામકથા, ભાગવતી દેવી ભાગવત, સત્યનારાયણની કથા વિ. સાંભળવાનો આજે કોની પાસે સમય છે ? પલટાતા સમાનનાં રેખાચિત્રને જોતાં આ બધું ાજે પણ ખુબ જ આવશ્યક છે. ગ્રંથોનું વાંચન, મનન, નિદિધ્યાસન કમાનુસાર નિયમિત કરવું જોઈએ.
પૂ. રણછોડદાસજી બાપુના શબ્દોમાં રાગ, મોહ, તથા દ્ધેષને દુર કરવા માટે સ્વાધ્યાય જરૂરી છે. આજના યુવાનોમાં વિવેકહીનતા વધતી જાય છે. યુવાનો ઉદ્દંડ તથા ઉચ્છુંપલ થતા જાય છે. ત્યારે યુવાવર્ગે પણ ધાર્મિક ગ્રંથોનું વાંચન, કરવાની ખાસ જરૂર છે.
આવો, આપણે પણ દરરોજ થોડો સમય કાઢીને સમુહમાં સ્વાધ્યાય શરૂ કરીએ તો જીવન ધન્ય બની જાય તેમાં શંકા નથી. સ્વાધ્યાયના મહિમા તથા ગુણોને આપણાં વંદન ! સલામ !
- ભરત અંજારિયા