જ ગતનાં કોઈ પણ ધર્મ અથવા તો સંપ્રદાયમાં કોઈ પણ ગ્રંથનો જન્મ દિવસ એટલે કે જન્મ જયંતિ મનાવવામાં આવતી નથી. માત્ર શ્રીમદ્ ભગવત ગીતાની કેમકે બીજા અન્ય ગ્રંથો કોઈને કોઈ ઋષિઓ, મહાનવિભૂતિઓ કે લેખકો દ્વારા લખવામાં આવી હોય અથવા તો સંક્લન કરવામાં આવ્યું હોય. પરંતુ ગીતાનો જન્મ તો સ્વયં શ્રીભગવાનનાં શ્રીમુખદ્વારા થયો છે !
ગીતા જન્મ કુરૂક્ષેત્રમાં, ધર્મક્ષેત્ર શ્રી ભગવાનનાં વિભૂત્તિ સ્વરૂપ માર્ગશીર્ષ માસમાં તેમની પ્રિય તિથિ શુક્લપક્ષની એકાદશીનાં દિવસે થયો ! આ તિથિને મોક્ષદા એકાદશીનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ગીતા એક સાર્વભૌમ ગ્રંથ છે. કોઈ દેશ, કાળ, ધર્મ, સંપ્રદાય અથવા તો જાતિવિષયક નથી. પરંતુ સંપૂર્ણ માનવજાતના કલ્યાણ અર્થ છે. સ્વયં પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવીને કહ્યું છે. તેથી આ ગ્રંથમાં શ્રીકૃષ્ણ ઉવારા જેવાં શબ્દનો ઉચ્ચાર થયો નથી. પણ શ્રી ભગવાન ઉવાચનો ઉપયોગ થયો છે.
સૌ પ્રથમ ગાયનું દૂધ તેમનું વાછરડું દુગ્ધપાન કરે, પછી જ બધાં ધર્મ, સંપ્રદાયોના માનવ પાન કરે છે. આ પ્રકારે ગીતા ગ્રંથને દોહનાર ગોપાલ શ્રીકૃષ્ણ છે. અર્જુન રૂપી વાછરડાને પાન કરાવતા ઉચ્ચારવામાં આવેલ વાણી મહાન અમૃતરૂપ દુધ જ ગીતામૃત છે. માનવ માત્રને માટે જીવનપાથેય સ્વરૂપ છે. બધાં જ ઉપનિષદોનો સાર જ ગીતામાં છે. આ પ્રકારે વેદો અને ઉપનિષદોનો સાર આ લોક અને પરલોક બન્નેમાં મંગલમય, માર્ગદર્શક, કર્મ, જ્ઞાાન અને ભક્તિ ત્રણે માર્ગો દ્વારા મનુષ્યને પરમશ્રેય સાધનાનો ઉપદેશ કરાવતાં ઉજજવળ કર્મ, યમ, નિયમ, ત્રિવિધ તપ, અહિંસા, સત્ય અને દયાનો ઉપદેશ, સાથો સાથ ધર્મને માટે ધર્મને અવલંબન કરી. અધર્મનો ત્યાગ કરી યુદ્ધનો ઉપદેશ કરાવનાર આ અદ્ભૂત ગ્રંથ છે !
તેમાં અઢાર અધ્યાયોમાં એટલું સત્ય, એટલું જ્ઞાાન, એટલો ઊંચો ગંભીર સાત્વિક ઉપદેશ ભર્યાે છે. જે માનવમાત્રને નીચામાં નીચી સ્થિતિએથી ઊંચકીને દેવગણોનાં સ્થાને બેસાડી દે છે ! માનવનું કર્તવ્ય શું છે ? તેનો બોધપાઠ આપવો એ ગીતાનું લક્ષ્ય છે. ગીતાના કુલ અઢાર અધ્યાય છે- જે મહાભારતનાં ભીષ્મપર્વમાં સંમલિત છે. ગીતા સર્વશાસ્ત્રમયી છે. ગીતામાં માનવને ઉપદેશ છે કે 'કર્મ કરો, કર્મ કરવું કર્તવ્ય છે. પરંતુ આ કર્મ નિષ્કામભાવથી કરવાનું છે.
ગીતા આપણને જીવન જીવવા માટેની કલા શીખવે છે. તેની શિક્ષા આપે છે. આ શ્લોક દ્વારા જ સારી રીતે સમજી શકશું...
અતઃ આપણું પણ આ ધર્મ-કર્તવ્ય છે કે આપણે આ લાભને માનવમાત્ર સુધી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરીએ. આ નિમિત્તે જ ગીતાજયન્તિનું મહાપર્વ મનાવવામાં આવે છે !
- લાલજીભાઈ જી.મણવર


