૧) શંકર ભગવાને દેવો અને જગતના કલ્યાણાર્થે ઝેર પીધું. હે માનવ, તું ઝેર ના પી શકે તો કાંઈ નહીં. પરંતુ બીજાના કલ્યાણ માટે ત્યાગની ભાવના અવશ્ય કેળવજે.
૨) સદ્ગુણો હંમેશા સ્વરૂપ કરતાં ચડિયાતા રહ્યા છે. દુંદાળા ગણપતિમાં રૂપ ન હતું, પરંતુ તેમના ગુણોથી સર્વનું કલ્યાણ કર્યું એટલે આજે પ્રત્યેક શુભપ્રસંગની શરૂઆત ગણપતિના નામથી થાય છે.
૩) પ્રભુની ભક્તિ, મા શક્તિની આરાધના અને ધર્મનો પંથ સુખશાંતિ અને સમૃધ્ધિ ખેંચી લાવે છે.
૪) સત્કર્મ અને સદ્ગુણોમાં પ્રભુનો વાસ છે.
૫) પરમાત્મા પાસે ક્યારેય ઉમ્મીદ છોડવી નહીં અને દુનિયા પાસે ક્યારેય ઉમ્મીદ રાખવી નહીં.
૬) આ કળિયુગમાં જો કોઈ નિ:સ્વાર્થી મનુષ્ય મળી જાય તો સમજી લેવું કે સાક્ષાત ભગવાન મનુષ્ય સ્વરૂપે મળી ગયાં છે.
૭) તમે રોજ ભગવાનને નમીને ઘરની બહાર નીકળશો તો ભગવાન તમને બહાર કોઈ જગ્યાએ નમવા નહીં દે.
૮) જેમ જેમ પ્રભુની ભક્તિ વધે, તેમતેમ અહંકાર મરવા લાગે છે. અને પ્રભુની મદદ વધી જાય છે.
૯) ઇશ્વરની શક્તિ અશક્યને શક્ય બનાવે છે માટે કર્મ તે જ કામધેનું અને પ્રાર્થના એ પારસમણિ.
૧૦) હે પ્રભુ, તમારા ચરણોમાં પ્રાર્થના છે કે સંસારમાં સર્વ જીવોનું કલ્યાણ થાઓ.


