Get The App

નવરાત્રીમાં ગાયત્રી ઉપાસના .

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રીમાં ગાયત્રી ઉપાસના                           . 1 - image

- ઓમ ભૂર્ભુવ : સ્વ: તત્સવિતુર્વરેણ્યં

ભર્ગો દેવસ્ય ધીમહિ

ધિયો યોન : પ્રચોદયાત ।

ભાવાર્થ : તે પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ, પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.

ગાયત્રી સદબુધ્ધિની ઉપાસના નો મંત્ર છે. ગાયત્રી ભગવાનનું નારી રુપ છે. ગાયત્રી ચારે વેદોની માતા છે. ગાયત્રી મહામંત્ર ઇશ્વરની સર્વોત્તમ પ્રાર્થના છે. ગાયત્રી સનાતન તથા અનાદિ મંત્ર છે. ગાયત્રી ગુરુ મંત્ર છે. ગાયત્રી મંત્રની ઉપાસના સર્વશ્રેષ્ઠ તપશ્ચર્યા છે. આત્માની ઉન્નતિનો સુનિશ્ચિત માર્ગ છે, ગાયત્રી ઉપાસના. ગાયત્રી ઉપાસનાનો અર્થ છે- સત્પ્રેરણા ને એટલી પ્રબળ બનાવવી જેથી સન્માર્ગ પર ચાલ્યા વગર રહી જ ન શકાય. ગાયત્રી ઉપાસના પાપનાશક, મોક્ષદાયક અને કલ્યાણકારી છે. સંસારની સર્વોપરી સમૃદ્ધિ અને જીવનની સૌથી મોટી સફળતા સદ્બુધ્ધિ ગાયત્રી સાધકને પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિની ચાર આધારશિલા છે. ગાયત્રી, ગીતા, ગંગા અને ગાય. ગાયત્રી સાધનાથી આત્મા પર જામી ગયેલો મળ-વિક્ષેપ દૂર થઈ જાય છે. ગાયત્રી ઉપાસનાનો અધિકાર બધાને છે. કોઈ પણ વ્યક્તિ કોઈપણ ભેદભાવ વગર ગાયત્રીની ઉપાસના કરી શકે છે. યજ્ઞાોપવીત ગાયત્રીનું મૂર્તિમાન પ્રતીક છે. 

ગાયત્રી મંત્રનો ઉપદેશ છે- મનુષ્ય ભગવાન પાસે એવી સદબુધ્ધિની પ્રાર્થના કરતો રહે જેનાથી તે અસત્ય, અહંકાર, મોહ, લોભથી બચીને મનુષ્યના વાસ્તવિક કર્તવ્યોનું પાલન કરતો રહે. સ્વયં ઉન્નતિના માર્ગ પર ચાલે અને બીજાઓને પણ એ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે.

- જયેન્દ્ર ગોકાણી