Get The App

'ગણપતિ બાપ્પા મોરયા... મંગલમૂર્તિ મોરયા..

Updated: Sep 16th, 2021

GS TEAM

Google News
Google News
'ગણપતિ બાપ્પા મોરયા... મંગલમૂર્તિ મોરયા.. 1 - image


આવનારા દિવસોમાં સર્વત્ર, ગણપતિ બાપ્પા મોરયા..! નો નાદ સર્વે ગણેશ ભક્તોમાં ગુંજી ઉઠશે. અને ભક્તિ-ભાવથી બોલાતા આ શબ્દો અબાલ વૃધ્ધ સૌને ભક્તિથી તરબોળ કરી મુકાશે. પણ ક્યારેય આપણે વિચાર્યું છે કે ગણપતિ બાપ્પા અને મંગલમૂર્તિ સાથે ઉચ્ચારાતો શબ્દ મોરયા કે મોરિયાનો અર્થ શો થાય છે ?

એક સર્વ સામાન્ય અને ર્સ્વ સ્વીકૃત અર્થ એ થાય છે કે એ મોરયા શબ્દ શ્રી ગણેશજીના ભક્ત મોરયા ગોસાવીની પરમ ભક્તિને કારણે તેમનું નામ ભગવાન સાથે જોડાઈ ગયું હતું.

ભક્તનાં સમયકાળ વિષે જુદા જુદા મતાતંરો છે. આમાની સર્વસ્વીકૃત બાબતોને આધાર ગણીને એક કથા અનુસાર.

કર્ણાટકના બિદર જીલ્લામાંના શાલિગ્રામ નામના ગામમાં રહેતા વામન ભટ્ટ અને તેમનાં પત્ની પાર્વતીબાઈને ત્યાં સંતાનન'તું. આથી આ દંપતીએ પૂણે પાસેનાં મોરગાંવ પહોંચીને ત્યાં વિઘ્ન હતો.દેવની તપસ્યા આદરી તો કહેવાય છેક ગણપતિજીએ પ્રસન્ન થઈ તેમને પુત્રજન્મનું વરદાન આપ્યું. આ પુત્રનું નામ તેમણે મોરયા પાડયું. આજ ગામમાં મોરયાને પોતાના ગુરુ નયનભારતી ગોસાવી મળ્યા. આ ગોસાવી શબ્દ ગોસ્વામીમાંથી આવ્યો. ગો એટલે ઇન્દ્રિયો અને સ્વામી એટલે માલિક. અર્થાત જેમની ઇન્દ્રિયો અને વૃત્તિ પોતાનાં નિયંત્રણમાં છે તે ગોસ્વામી કે ગોસાઈ. મોરયાને ૪૨ દિવસનાં અનુષ્ઠાન બાદ ગોસાવીની મળી. તેઓએ ભગવા વસ્ત્રો ધારણ કર્યા છતાં સંસારમાં રહેતા હતા.

મોરયા ભક્તે અષ્ટસિધ્ધિ પામ્યા પછી મોરગાંવમાં વસ્યા અને પછીનું શેષજીવન ત્યાં જ વિતાવ્યું. ધીરે ધીરે એમની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી. લોકો એમના દર્શને આવવા લાગ્યા. પરંતુ એક વખતે મોરયા ભક્તને લાગ્યું કે આટલી બધી ભીડ તેમની ગણેશજી પ્રત્યેની ભક્તિમાં બાધક બનશે. એટલે એમણે જીવંત સમાધિ લેવાનો વિચાર કર્યો. એ પછીની ઘટનાઓ તો દંતકથા સમાન છે, જેમાં ભક્તિની ઉત્કટતાનું નિરુપણ છે.

શ્રી ગણપતિજીનાં એક સ્વરુપ મોરેશ્વરનું ગોસાવીજીએ આહવાન કર્યુ અને એમણે પ્રાર્થના કરી કે  ' હે પ્રભુ ! મારો વિચાર જીવંત સમાધિ લેવાનો છે, આપની સાથે અધૈત પામવું છે.'

ત્યારે મોરેશ્વરજી એ ઉત્તરમાં કહ્યું,' હે વત્સ ! આપણે સૌ ભલે બહારથી અલગ અસ્તિત્વ ધરાવતા હોઈએ છીએ. પણ અંતરથી તો આપણે એક જ છીએ. હું સદાય તારા હૃદયમાં વસીસ.'

કહેવાય છે કે ત્યાર પછી ગણપતિ બાપ્પા સાથે હંમેશ માટે મોરયાનું નામ જોડાઇ ગયું.

અષ્ટવિનાયકની યાત્રાનો મોટો મહિમા છે. મોરયા ગોસાવીએ આવા આઠ સ્થાનિકો શોધી કાઢયા હતા. અને તેઓ નિયમિત આ મંદિરોમાં પૂજા કરવા જતા. અષ્ટ વિનાયકમાંના એક મોરેશ્વરમાં મોરિયા ગોસાવીનું મંદિર છે. ત્યાંનાં પ્રદક્ષિણા માર્ગમાંનાં એક વૃક્ષ નીચે મોરયા ગોસાવીએ ગણપતિજી ભગવાનને પ્રસન્ન કરેલા.

ભગવાન ગણેશજી સાથે એકાકાર થઈ ગયેલા આ ભક્ત મોરયા ગોસાઈનાં સ્મરણમાં શ્રી ગણેશજીની આ ગણેશચતુર્થી પર સ્તુતિ કરીએ.

'વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા,

લંબોદરાય સકલાય જગદ્ધિતાપ..

'ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે..

- પરેશ અંતાણી

Tags :