Get The App

અસત્યો માંહેથી... ઊંડા અંધારેથી... .

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
અસત્યો માંહેથી... ઊંડા અંધારેથી...                       . 1 - image

નાતાલ એ ફક્ત ઈસુજન્મની વાત જ નથી, પણ એથી કંઈક વિશેષ છે. ઈસુના જન્મ પહેલાં ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી અને ઈસુજન્મની સાથે એ ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થતી ગઈ અને એમ ઈશ્વર અને માણસ વચ્ચેના જોડાયેલા તાર વધારે મજબૂત થતાં ગયાં.

પ્રભુ ઈસુનો આ પૃથ્વી પર જન્મ થવો એટલે કે ઈશ્વરનું દેહધારી થવું. એ ઈશ્વર જે આત્મા છે, તેમનું હાડ માંસના શરીરમાં આ પૃથ્વી પરનું અવતરણ છે.

ઈશ્વર પોતે સત્ય છે અને તે સનામત સત્ય આપણે જાણીએ છીએ. ઈશ્વર આત્મા છે, ઈશ્વર નિરાકાર છે, અનાદિઅનંત છે, સમયથી પર છે. તે સાથે, આપણે એ પણ જાણવાની જરૂર છે કે ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે અને તે પાપને સહન નહિ કરી લેનાર પરંતુ તે સાથે પાપીઓને પ્રેમ કરનાર ઈશ્વર છે. તે પોતે પ્રેમ છે. ઈશ્વર આસ્થાવાન એટલે કે પોતાનું માન બીજાને નહિ આપનાર ઈશ્વર છે. પરમપિતા પરમેશ્વરે પોતાનું એટલે કે પિતાપણાનું ખ્રિસ્ત ઈસુમાં એટલે કે પુત્રપણામાં આ પૃથ્વી પર અવતરણ કર્યું. ઈશ્વર જે આત્મા છે, તે દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા. ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વર જે પોતે પ્રકાશ છે તે, અંધકારમાં ડૂબેલી આ માનવજાતને પ્રકાશમાં દોરી લાવવા પૃથ્વી પર આવ્યા.

ઈશ્વરે સૃંજેલી માનવજાત સમયાંતરે ઈશ્વરની આજ્ઞાાઓના ઉલ્લંઘન દ્વારા ઈશ્વરની વિરુદ્ધ થઈ ત્યારે ઈશ્વર અને માણસજાત વચ્ચે વિસંગતતા ઊભી થઈ. પવિત્ર ઈશ્વર, પાપી એટલે કે, આજ્ઞાાભંગ કરનાર સાથે કેવી રીતે રહી શકે ? અને તેથી ઈશ્વરની હજૂરમાંથી દૂર કરાયેલા માણસ સાથે સમાધાન (િીર્ષ્ઠહષ્ઠૈઙ્મૈટ્વંર્ૈહ) કરવા માટે ઈશ્વર, જે પોતે આત્મા છે તે, દેહધારી થયા.

આજે જે કોઈ ઈસુ એ જ ઈશ્વર છે. - એ સ્વીકારતાં પોતાના પાપો વિશે પસ્તાવો કરે છે તે ખચીત પોતાના પાપોમાંથી છૂટકારો પામે છે. નાતાલ પાપોમાંથી મુક્તિ પામવાનું પર્વ છે. અંધકારની પછેડી ત્યાગીને પ્રકાશના આચ્છાદાન તળે સલામતી પ્રાપ્ત કરવાનો અવતર છે. નાતાલ એ એવું મનોમંથન છે કે જે ખુદને ખુદની સાથે ઓળખાણ કરાવીને ખુદાની ગમ દોરી જાય છે. 

નાતાલ એટલે ઈશ્વર જે પોતે પ્રેમ છે, તેમણે આ સમગ્ર માનવજાતને પ્રેમ કર્યો. પોતાની વ્હાલી માનવજાતને અંધકારની ગર્તામાં ધકેલાતી બચાવવા ઈશ્વરપિતાએ પુત્ર સ્વરૂપે પોતાનું પ્રગટીકરણ આપ્યું. સત્યએ અસત્ય સામે યુદ્ધ કર્યું. સ્વેચ્છાએ પોતાના પ્રાણ વધસ્તંભના એ ઊભા અને આડા લાકડા પર અર્પણ કર્યા. અસત્ય સામે જય પામીને સત્ય જે સનાતન છે, તે ત્રીજે દિવસે પુન: ઉત્થાન પામ્યું. એ જ સત્ય આજે પણ આપણને અસત્યો માંહેથી મુક્તિ અપાવીને પરમપિતાના પ્રકાશ તરફ લઈ જાય છે. પ્રભુ ઈસુના શિષ્ય સંત યોહાન જણાવે છે કે, તમે સત્યને જાણો અને સત્ય તમને મુક્ત કરશે.

- શ્રીમતી નિલમ સંજય રાજ