Get The App

ર્માં જગદંબાની આરાધનાનું પર્વ .

Updated: Oct 11th, 2023

GS TEAM

Google News
Google News
ર્માં જગદંબાની આરાધનાનું પર્વ                                                . 1 - image

- આસો સુદ આઠમ જેને હવનાષ્ટમી કહે છે ત્યારે હોમ થાય છે તે દિવસે અથવા નોમના દિવસે કુળના રિવાજ પ્રમાણે નૈવેદ્ય થાય છે. 

નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ શતતં નમ ઃ ।

નમઃ પ્રકૃતિ ભદ્રાયૈ નિયતા પ્રણતાસ્મતામ્ ।।

વ ર્ષમાં ચાર નવરાત્રી આવે છે. અષાઢ, આસો, માઘ, ચૈત્ર કેન ઉપનિષદમાં ર્માં ઊમા સ્વરૂપે શક્તિ અવતાર કથા તથા સાધનાનો ઉલ્લેખ મળે છે. ર્માં જગદંબાની ઉપાસના ઐશ્વર્યોથી ભરપુર છે. દાર્શનિક ભાવોની સાથે શ્લોકો-મંત્રોનું પણ વિધાન છે. જે ઉપાસકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવે છે. જેના ઉદાહરણરૂપે સ્વામી રામકૃષ્ણ પરમહંસની અદ્ભૂત ઉપાસના દ્વારા સ્વામી વિવેકાનંદજીને આત્મશક્તિથી સંપન્ન બનાવી મહામાનવ પદે મુકી દીધા.

ભક્તજનો વિવિધ પ્રકારે નવરાત્રીમાં આરાધના કરે છે. જેમાં અમાસે ઘટસ્થાપન કરી ઝવેરા વાવે છે. નવદિન સુધી ર્માં જગદંબાની મૂર્તિ સ્થાપન ઉપર કરી દરરોજ સ્નાન, પંચામૃત દ્વારા, ગંગાજળ દ્વારા અભિષેક વિગેરે કરે છે. નવદીન સુધી અખંડ જ્યોત પણ રાખે છે. ઉપવાસ કરી નર્વાણ મંત્રની માળાનો જપ કરવાનો હોય છે.

ઁ ઐમ્ રીમ્ ક્લિમ્ ચામુંડા વિચ્યૈ ઃ 

કોઈ સવાલક્ષ જપ પણ કરી છેલ્લા દિવસે દશાંશહોમ કરે છે. આસો સુદ આઠમ જેને હવનાષ્ટમી કહે છે ત્યારે હોમ થાય છે તે દિવસે અથવા નોમના દિવસે કુળના રિવાજ પ્રમાણે નૈવેદ્ય થાય છે. જે કરવાથી સમગ્ર કુટુંબ પરિવાર ઉપર ર્માં જગદંબાની કૃપા દ્રષ્ટિ રહે છે. નવદુર્ગાના ર્માં જગદંબાના નામ નવ છે.

પ્રથમ શૈલપુત્રીચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતી

કુષ્માંડેતી ચતુર્થકમ્ પંચમં સ્કંદ માતેતી ષષ્કં કાત્યાયનિતિચ સપ્તમં કાલરાત્રીશ્ચ મહાગૌરીતી ચાષ્ટમમ્ નવમંસિધ્ધિદાત્રીશ્ચ નવદુર્ગા પ્રકિર્તિતા, આ નવ નામનું સ્મરણ કરવાથી સર્વ વિઘ્નો દૂર થઇ સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે.

- 'નવરાત્રિમાં મા જગદંબાની સ્થાપનામાં જ્વારાનું મહત્વ!'

- કેટલાક સ્થળોએ જ્વારાના રંગ, એની વૃદ્ધિ, ઊંચાઈ તથા પ્રમાણ અનુસાર ભવિષ્ય કથન પણ કરાય છે

આ સો સુદના પ્રારંભમાં જ મા અંબિકાની સ્થાપના સાથે જ્વારાના છોડ વાવવાની પ્રથા છે.

જ્વારા એ ગતિ, પ્રગતિ અને સમૃદ્ધિના પ્રતિક સમાન છે. માટીમાંથી જેમ અંકુર ફૂટે એમ આ માટી દેહમાંથી ભક્તિના અંકુર ફૂટે અને ઊદ્વગતિ કરે એવી ઉચ્ચ ભાવના આ રિવાજમાં સમાયેલી છે.

જ્વારાના છોડ એ શાતતા, શીતળતા, સમૃદ્ધિ, વૃદ્ધિ અને હરિયાળીની ઉદ્વગતિનું પ્રતિક પણ છે. એ સાથે એ અગ્નિ અને સોમનું પણ પ્રતિક છે. અગ્નિ અને જળ વિના આ જીવન અશક્ય છે.

જ્વારા ઉગાડવા પાછળ આ સજીવ સૃષ્ટિ જીવંત અને જ્વલંત પણ બને, એવી શુદ્ધ ભાવના રહેલી છે.

કેટલાક સ્થળોએ જ્વારાના રંગ, એની વૃદ્ધિ, ઊંચાઈ તથા પ્રમાણ અનુસાર ભવિષ્ય કથન પણ કરાય છે. અને સૌથી અગત્યનું માઈભક્તોની શ્રદ્ધા અને ભક્તિ ભાવના આ જ્વારાના છોડ સાથે વણાયેલી છે !

જય અંબે !

આઠ હાથનું રહસ્ય ઃ મા અંબા

- જીવનમાં હંમેશા ત્રણ આંખ રાખવી માનવને સફળ જવા માટે ત્રણ આંખ- બે આંખ અને ત્રીજુ બ્રહ્મરત્નનું આધ્યાત્મિક તેજ ઉત્પન્ન કરવું

ભા રતીય શાસ્ત્ર માનવને રિધી-સિધી સાથે બળ મળે એટલા માટે ૮ હાથ માં જગદંબા ૧૨ વર્ષની તથા સિંહ પર સવારી છે. જે ગૂઢ સંદેશ છે. માંના ૮ હાથમાં હથિયાર ધારણ કર્યા છે. જેમનું રહસ્ય છે શેખ સુદર્શન ચક્ર, ગદા, ઢાલ, તલવાર, બાણ, ત્રિસુલ, આશિવાદ - આઠ હાથમાંનું સ્વરુપ છે. 

માનવજીવન પર્યાપ્ત તેજ-બલ જરુરી છે. માતુકા શક્તિનું બલ મળે ત્યારે જ બ્રહ્માંડને વ્યાપકમાંનું વાયુ સ્વરુપે માનવને તેજ મળી કર્મને બલ મળે છે. આઠ હાથ અને સિંહ સવારીનું રહસ્ય માનવજીવનમાં છે. 

(૧) સુદર્શન ચક્ર ઃ- માનવજીવનમાં મન-ઈચ્છા-બુદ્ધિ-પ્રકૃતિનું સ્વરુપ હંમેશા ચક્રની જેમ ફરતું રહે છે. આપણી ઈચ્છા સ્ટ્રોંગ બની જીવન વ્યવહારમાં પ્રકૃતિનું તેજ બની કર્મયાત્રા બને. સ્વયંમ નિર્ણયથી ઉદેશ્ય સાથે ચક્ર હાથમાં છે.

(૨) શંખ ઃ- માનવનાં વિચાર-વર્તન પ્રકૃતિનો આધારવાળી છે. આ વાણી માનવ કર્મનું પ્રતિક બને. આથી વિરુદ્ધ ભાવ દુર કરવા.

(૩) ગદા ઃ- માનવ કર્મ માટે હંમેશા હાથ-પગ-સોચને એક કરી લક્ષ્ય સિદ્ધ કરવા માટે ગદા વાપરે છે.

(૪) તલવાર ઃ- આપણે લક્ષ્ય નક્કી કર્યો વચ્ચમાં વાયુની અંદર બીજા બીજા અન્ય શક્તિ આવે તો દૂર કરી અને આપણા લક્ષ્ય સુધી પહોંચવું.

(૫) ઢોલ ઃ- જીવનમાં વાયુમાંથી અન્ય ગલત વિચારશક્તિ આવે તો ઢાલથી રોકી અને જીવન પર્યાપ્ત કવચ પુરું કરવું.

(૬) બાણ ઃ- જીવનમાં આપણું લક્ષ્ય નક્કી કરી અને માતુકા શક્તિ  બલ લઈ નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવું.

(૭) ત્રિશુલ ઃ- જીવનમાં હંમેશા ત્રણ આંખ રાખવી માનવને સફળ જવા માટે ત્રણ આંખ- બે આંખ અને ત્રીજુ બ્રહ્મરત્નનું આધ્યાત્મિક તેજ ઉત્પન્ન કરવું.

(૮) આશિર્વાદ ઃ- માં એક હાથે માનવને કલ્યાણ ભાવના સાથે આશિર્વાદ આપી જીવનયાત્રા સફળ બને તેવો ભાવ વ્યક્ત કરે છે.

માં જગદંબા હંમેશા સિંહની સવારી છે. જેમ સિંહની ત્રાડ પાડવાથી વન્ય પ્રાણીઓ દુર થાય. આવી જ રીતે તમારા જીવનમાં તમારી મૂળ પ્રકૃતિ અનુસાર કર્મ કરો અને તમારા આધ્યાત્મિક તેજથી બાકી બધા મન-ઈચ્છાનાં વર્તમાન સમયના દૂર કરી અને મૂળ પ્રકૃતિ તેજ સાથે 

જોડાવાનો છે. 

- પ્રદ્યુમ્ન શુકલ

ર્માં જગદંબાની આરાધનાનું પર્વ                                                . 2 - image

આસો સુદ ૧ થી ૯ સુધી 

વ ર્ષમાં ચાર નવરાત્રી આવે છે. માઘ ચૈત્ર અષાઢ ને અશ્વિન આમ અશ્વિનને શારદીય નવરાત્રી ગણવામાં આવે છે ને તે ઘણી લોકપ્રિય છે.

દોડિયા, નમન, રબારી ભેટિયા રાસ જેવા નૃત્યના ઘણા જેવા નૃત્ય પ્રખ્યાત છે.

ધાર્મિક વિધિ પ્રમાણે ગરબા પૈસાદાર, ગરીબ, નાના મોટા ન્યાત જાત વગર સાથે મળીને માતાજીના ગુણગાય છે તેમાં સર્વ સાથે જ ગાય છે.

આજે ઘણા આધુનિકાઓ આવી ગઈ છે જેમાં ફિલ્મી ઢબ જાતે બનાવેલા. ગરબા ગાય ઉચે મંચ ઉપરથી ગાયક - ગાયિકા વાજિત્રો સાથે ગરબા ગવડાવે તે ચોગાનમા લોકો ભેગા મળીને તાળીઓના તાલે ગુમે ને ગાય છે. જો કે આજે ઘણી જગ્યાએ જુની ઢબના ગરબા ગવાય જ છે ને જુનો ડ્રેસ પણ પહેરે જ છે ગરબા ગાય એટલે માતાજી એવા હીંગરાજ ચામુડા આશાપુર, જેવી માતાજીના ગુણગાતા ગરબા ગાયને માતાજીને રીઝવે છે.

આ એક જ તહેવાર છે જેમાં સ્ત્રીઓને માન મર્યાદાઓ સાથે ગવાય છે. માતાજીને પ્રસન્ન કરવા લોકો જાતજાતના રીત રિવાજ કરેજ છે.

દશેરાના દિવસે રાવણનું પુતળુ બાળવામાં આવે છે.

- રવીન્દ્ર પી. પાનવાલા

ર્માં જગદંબાની આરાધનાનું પર્વ                                                . 3 - image

માની રાતલડી

રુમઝુમ (ર) કરતી આવી રાતલડી

નવ (ર) રાતલડી આવી સોહામણી

વાજિત્રો વાગી ઉઠયા મીરોમાતે

ઝગમગી ઉઠયા દિવડાઓની રાતલડી

નવ (ર) રાતલડી આવી તે સોહામણી

ચક્ર ગદા તલવાર ત્રિશૂલપાર

આજ માએ હેઠે મુક્યા છે રાતલડીઓ

મા આવશે રમવા ગરબા તે રાતલડી

લાલ (ર) ચુંદડીમા શોભે તેમા આજ

ચુંદડીમાં આભલિયા તે ચમકે માના

હીગરાજ અંબા આશાપુરા કાલિકા

સાથે છે માને આજરાતલડિમા.

રવિન્દ્ર ઘેલોબન્યો છે આજમાતે જોપ

મા આપશે દર્શન ભક્તો થશે પાવન.