Get The App

શ્રી કૃષ્ણને પ્રિય બાંસુરી .

Updated: Mar 30th, 2022

GS TEAM


Google News
Google News
શ્રી કૃષ્ણને પ્રિય બાંસુરી                           . 1 - image


ભ ગવાન શ્રી કૃષ્ણને પ્રિય વાંસળી સહુ કોઈને ઘેલા કરે છે. વાંસળી સામાન્ય રીતે વાંસમાંથી બને છે છતાં અન્ય ધાતુઓની વાંસળી પણ મળે છે. વાંસળી ઉભી તથા આડી બે પ્રકારની હોય છે. શ્રીકૃષ્ણ આડી વાંસળી વગાડે છે. પ્રણામિ સંપ્રદાયમાં તો શ્રીકૃષ્ણના મુકુટ તથા મોરલીની પુજા થાય છે. શ્રીકૃષ્ણના અધરોનો સ્પર્શ પામનાર બંસી ધન્ય છે. જે સતત ભગવાનની સમીપ તથા જોડાયેલી રહે છે. રાધા-કૃષ્ણની જોડીમાં વાંસળી પ્રેમનું પ્રતીક પણ બને છે. ઝાડ પર બાંધેલા હીંડોળે રાધા કૃષ્ણ ઝુલે છે ત્યારે મનમોહનની મુરલીના નાદ સર્વત્ર છવાઈ જાય છે.

એમ કહેવાય છે કે જે વાંસળી વીંધાતી નથી તે વાગી શક્તી નથી. વાંસળી થવા માટે વીંધાવું જરૂરી છે. ઘા સહન કરનારને વિજય મળે છે. અથવા પ્રભુ મળે છે.

વાંસળીનો નાદ સુમધુર છે તે ગોપીઓ, ગાયો, ગોવાળીયાઓ સહુને ઘેલાં કરે છે. વાંસળીનો નાદ બ્રહ્માંડમાં ભળે છે. જેને કારણે સુરીલી સરગમ છેડાય છે અને વાતાવરણ દિવ્ય બને છે. ભગવાન શ્રીકૃષ્ણના એક હાથમાં સુદર્શન ચક્ર છે તો તે જ હાથ મધુર વાંસળી પણ વગાડી શકે છે. સુદર્શન વિનાશનું દ્યોતક છે જ્યારે બાંસુરી સંગીતના સુરોની સર્જક છે.

વાંસળી અંદરથી પોલી હોય છે. તે બતાવે છે કે મનની અંદર કંઈ રાખવું જોઈએ નહીં. વેરઝેર કે કડવાં વેણ બોલીને ખરાબ વિચારોનો મનમાં સંગ્રહ ન કરવો. જે લોકો વાંસળી જેવા બને છે. તે લોકોને જ ભગવાન સ્વયં ધારણ કરે છે. વાંસળીમાં છેદ પાડવાથી તે ઘણું સહન કરે છે. જે ગમ ખાયે તેને ભગવાન પણ પસંદ કરે છે. જેમ ટાંકણાના ઘા સહન કરનાર પથ્થર પાછળથી મુર્તિ બને છે. તેમ છેદના ઘા ઝીલનાર વાંસળી સહન કર્યા પછી જ શ્રી કૃષ્ણને પામવા સમર્થ બને છે.

વાંસળી પોતાની મેળે વાગતી નથી. તેને વગાડનાર તેનો માલિક કે કલાકાર જરૂરી છે. માટે આપણે પણ આપણો ઇશ્વર આપણી પાસે જે બોલાવે તે જ બોલવું જોઈએ. કંઈ પણ બોલતાં પહેલાં સાત વાર વિચાર કરવો જોઈએ. પ્રભુની ઇચ્છા પ્રમાણે બોલવું જોઈએ.

વાંસળી સાંભળનારને કર્ણપ્રિય તથા સુરીલી લાગે છે તેથી સાંભળનાર ડોલવા લાગે છે. તે રીતે આપણે પણ કર્ણપ્રિય લાગે તેવું બોલવું જોઈએ.

વાંસળી ગોપીઓને, રાધાને, વ્રજવાસીઓને ઘેલા કરે છે. વાંસળીનો નાદ અનંતથી આગળ લઈ જાય છે. વાંસળીના ગુણો ગ્રહણ કરીને જીવન ધન્ય બનાવી શકાય છે.

વાંસળીનાં અન્ય નામોમાં બંસી, બાંસુરી, મુરલી, મોરલી, વેણુ ગણાવી શકાય. આપણા દેશના શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોએ વાંસળીને લોકપ્રિય બનાવી છે. જેમાં રોનુ, મઝમુદાર, હરિપ્રસાદ ચોરસિયા ઇત્યાદિ ગણાવી શકાય.

Tags :