માત્ર વાતો કરવાથી નહિ ચાલે, સાધર્મિકોનો અભ્યુદય એ જૈન ધર્મગુરુની ફરજ !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
જૈનોના ઉત્થાનની અપેક્ષા જેના પ્રત્યેક પાનમાંથી પ્રગટ થાય છે તેવો ગ્રંથ જૈનોપનિષદ !
દૂરના ભૂતકાળમાં સંપ્રતિરાજાએ અને પછીના યુગમાં અન્ય રાજાઓ તથા શ્રેષ્ઠીઓ અને મંત્રીઓએ જૈનોના વિકાસ અને અભ્યુદયમાં કેવો ફાળો આપ્યો હતો તેનું રોમાંચક ચિત્રણ ઉપરોક્ત પુસ્તકમાં શ્રીમદ્જીએ કર્યું છે. જે દરેક જૈને અવશ્ય વાંચવા જેવું છે. પ્રસંગોપાત્ત જૈન ધર્મને ન સમજી શકેલા વિદ્વાનોએ જૈનધર્મને કેવો અન્યાય કર્યો છે એ તરફ ઇશારો કરવાનું પણ શ્રીમદ્જી ચૂક્યા નથી.
આનું એક ઉદાહરણ જોઈએ. તો શ્રીમદ્જીએ ખ્યાતનામ ઇતિહાસકાર જેમ્સ ટોડની મધુર શબ્દોમાં આલોચના પણ કરી છે, જેમણે રાજસ્થાનના ઇતિહાસના પોતાના પ્રખ્યાત પુસ્તક ' ત્નટ્વદ્બીજ ્ર્ઙ્ઘ'જ ઇટ્વદ્ધટ્વજંરટ્વહ' માં જૈનધર્મની અનેક બાબતોને બૌદ્ધધર્મ સાથે જોડીને ઇતિહાસ અને જૈનધર્મ સાથે જોડીને ઇતિહાસ અને જૈનધર્મ અંગેની પોતાની અજ્ઞાાનતા પુરવાર કરી છે. જેમ્સ ટોડ જેવા પ્રસ્થાપિત ઇતિહાસકારનાં વિધાનોને ચેલેન્જ કરવાં એ ઊંડા અભ્યાસ, સત્યની વફાદારી અને નિર્ભીક્તા વિના શક્ય નથી.
ટૂંકમાં, શ્રીમદ્જીના પ્રત્યેક પુસ્તકમાં જૈનધર્મના વિકાસ અને અભ્યુદય માટેની તીવ્ર તમન્ના ઝળકે છે.
'જૈનોપનિષદ' તરફ પાછા ફરીએ તો બે બાબત વારંવાર ધ્યાન ખેંચે છે. એક, પૂજ્યપાદ શ્રીમદ્જીના કોઈ પણ વિચારના કેન્દ્રમાં સતત શ્રમણ ભગવાન મહાવીરની ઉપસ્થિતિ દેખાય છે, બે, જૈનોનો અભ્યુદય કેવી રીતે થાય એની નિરંતર ઊંડી ચિંતા દેખાય છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનોપનિષદની રચના સૂત્રશૈલીએ કરી છે. જે આપણને ભગવાન ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રની યાદ અપાવે છે. પૂજ્યપાદ શ્રીમદ્જીએ અન્ય એક શિષ્યોપનિષદ ગ્રંથ પણ આ જ શૈલીમાં લખ્યો છે.
જૈનોપનિષદનું વિષ્યવસ્તુ જોવાથી જ ખ્યાલ આવે છે કે જ્ઞાાનીજનો ઓછા શબ્દોની ગાગરમાં જ્ઞાાનનો કેવો મહાસાગર ભરી શકે છે. આટલા નાના ગ્રંથમાં જૈનો પાસે સેવેલી અપેક્ષાઓ પૂજ્યપાદે થોડા પણ મૂલ્યવાન શબ્દોમાં રજૂ કરી દીધી છે. જિનની ઉપાસના, જિનવચનનું જ્ઞાાન, સંસ્કાર, આજ્ઞાાપાલન, ધર્મનો ફેલાવો, સ્વાધ્યાય, સંઘભક્તિ, ગુરુભક્તિ, સમયાનુસારી વ્યવસ્થાનો વિવેક, સંકટના સમયમાં શું કરવું, વિઘાતક પરિબળો સાથે કેવી રીતે કામ પાડવું, ધન, સત્તા અને વિદ્યાનો કેવી રીતે વિકાસ અને વિનિયમ કરવો, રાજસત્તા સાથે કેવી રીતે સુમેળ સાધવો, કુટુંબ, સમાજ અને જ્ઞાાતિનાં કાર્યો અને કર્તવ્યોની વ્યવસ્થા કેવી રીતે કરવી, સાપેક્ષ દૃષ્ટિ કેળવવી, તત્ત્વચિંતન વગેરે અસંખ્ય ધાર્મિક અને વ્યવહારુ બાબતો ગ્રંથકારે આટલા નાના ગ્રંથમાં જે ખૂબીથી વણી લીધી છે એ જોઈને એમના વિશિષ્ટ જ્ઞાાન પ્રત્યે અહોભાવ જાગ્યા વિના રહેતો નથી. ઓછા શબ્દોમાં વધુ રજૂઆત માત્ર નીવડેલા જ્ઞાાનીજનો જ કરી શકે છે. જૈનોપનિષદમાં એક બહુ સરસ વાત એમણે એ કહી છે કે 'જૈનો સાથે જિનભગવાન જેવો પૂજ્યભાવ રાખવો.' મને લાગે છે કે આ એક જ સૂત્ર ઉપર અમલ કરવામાં આવે તો સક્લ સંઘના સમગ્ર પ્રશ્નોનો ઉકેલ ચપટી વગાડતામાં લાવી શકાય તેમ છે.
આ નાના ગ્રંથની તત્ત્વાર્થસૂત્ર સાથે ફરી એક વાર સરખામણી કરીએ તો એ ગ્રંથ જેમ માત્ર દોઢસો ગાથા પ્રમાણ હોવા છતાં સમગ્ર જિનતત્ત્વને રજૂ કરી દે છે અને એ જિનતત્ત્વને હજારો શ્લોક પ્રમાણ મહાભાષ્ય જેમ સ્પષ્ટ કરી આપે છે તે જ રીતે આ લઘુકાયગ્રંથ પણ જૈનોના અભ્યુદયના સમગ્ર પાસાંઓને રજૂ કરી દે છે. આવનારા સમયમાં જો આની ઉપર એક મહાભાષ્ય લખાય તો અવશ્ય એ જૈનધર્મની ઉન્નતિનો રાજમાર્ગ બની શકે. અલબત્ત અત્યારે પ્રકાશિત થઈ રહેલા આ નાના ગ્રંથોનું વિવેચન પણ એક લઘુભાષ્ય કરતાં ઓછું તો નથી જ.
વાચકોને આશ્ચર્ય થશે કે મૂળ 'જૈનોપનિષદ' ગ્રંથ માત્ર ૨૫ ગાથા પ્રમાણ છે ! જ્યારે તેમાં સમાવાયેલાં તત્ત્વો ૨૫ હજાર શ્લોક જેટલું વિરાટ ચિંતન રજૂ કરી શકાય તેટલાં છે. 'અલ્પાક્ષરં બહવર્થ' એવી એક સરસ વ્યાખ્યા સાહિત્યના સંદર્ભમાં મળે છે, જે આ ગ્રંથને અક્ષરશ : લાગુ પડે છે.
પ્રભાવના : બપોરના ત્રણેક વાગ્યા હશે. મા-દિકરી શોપીંગ કરવા નીકળેલા. દિકરીની વય ૭ કે ૮ વર્ષની હશે. રસ્તામાં મંદિર આવ્યું. દિકરી કહે,' મમ્મી ! મંદિરમાં જઈને ચાલ દર્શન કરી લઈએ !'
મમ્મી કહે,'બેટા, અત્યારે બપોરે મંદિર બંધ હોય !'
' તો પછી સવારે મંદિર ખુલ્લું હોય ત્યારે જ આપણે શોપીંગ કરવા નીકળવું જોઈએ ને ! ભગવાનના દર્શન તો થઈ જાત !'
મા દિકરીને જોઈ જ રહી.