- પરમ તત્વ પરમાત્મા પ્રત્યે આત્મિક સત્યસ્વરૂપ થઈને ખુલ્લા રહેવું. હંમેશા શાંત અને આત્મિક સત્ય સ્વરૂપ શ્રદ્ધાવાન બની રહેવું. નિરાશ અને હતાશ જીવનમાં કદી પણ બનવું નહિ
આપણું આત્મિક સત્ય સ્વરૂપ જીવન જે સત્ય પ્રત્યે ગતિ કરી રહ્યું છે તે આંતર જ્યોતિ દ્વારા જ આનંદ આવે છે. પરંતુ આ વસ્તુઓનું વ્યક્તિગત જીવનમાં અને પ્રકૃતિમાં જ્યારે આગમન થઈ જાય એમાં જ એમનો પાયો નખાય તેને માટે આધ્યાત્મિક સમતામાં વિકાસ કરતા ંજ રહેવું એ જ જીવનમાં અત્યંત જરૂરી અને આવકાર દાયક છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં તમોને જે અશુભ કારક અને બિન અનુકૂળ લાગતી વસ્તુઓ અંગેની જે જીવનમાં મુશ્કેલી છે તેનો પણ તમારા આત્મિક સત્યને કારણે ઉકેલ આવી જ જશે અને જીવનમાં અશુભ કારક વસ્તુઓનો સામનો પણ સમતાનું જીવનમાં વલણ રાખીને જ કરવો જોઈએ.
પરમ તત્વ પરમાત્મા પ્રત્યે આત્મિક સત્યસ્વરૂપ થઈને ખુલ્લા રહેવું એટલે હંમેશા પરમ સ્વતંત્ર ચિત્ત દ્વારા હંમેશા શાંત અને આત્મિક સત્ય સ્વરૂપ શ્રદ્ધાવાન બની જ રહેવું. અને ચંચળ દુ:ખી નિરાશ અને હતાશ તો જીવનમાં કદી પણ બનવું જ નહિ. અને પરમતત્વ પરમાત્માની શક્તિને અંદર તેમનું કાર્ય કરવા જ દેવું. એ જ સત્ય જીવન છે. તમો જ્યારે પરમ મૌન હશો પરમ શાંત હશો ત્યારે તમોને જે દોરવાની અને પરમ જ્ઞાાન આપે તેને સ્વસ્થ ચિત્તે જીવતા શીખવું એ જ જીવનમાં અત્યંત જરૂરી છે. આ જે શીખી લે તે આ જીવનમાં જ જીવન ચક્રમાંથી મુક્ત જ છે. તમો જો તમારી જાતને ખુલ્લી ન રાખી શકો તો પણ તે તો સતત રીતે પણ શાંતિ પૂર્ણ શાંતિ પૂર્વક એવી અંતરની અભિપ્સા કરતાં જ રહો તમારામાં આત્મિક સત્ય સ્વરૂપ ખુલ્લાપણું જાગૃત થાય અને સભાનતા અને પરમ ચેતનાની જાગૃતતા પૂર્વક જીવન જીવતા થાવ એવી નિરંતર આત્મિક અભિપ્સા કરતાં જ રહો એ જ જાગૃત થવાનો માર્ગ છે તે સત્યને જાણો અને તેના અનુસાર જીવો ત્યાં જ તમારો પરમાત્મા તમોને ખોળામાં બેસાડવા તૈયાર જ છે, આ સિવાય તેના ખોળામાં બેસવા કોઈ લાયક નથી એટલું જાણો.
- તત્વચિંતક વી. પટેલ


