For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેષ બધુ અર્થહીન છે .

Updated: Jun 30th, 2021

Article Content Image

ભગવાન શ્રીરામજીના

વિવાહ અને રાજ્યાભિષેક 

બંને શુભ મુહુર્ત જોઈને જ

નકકી થયેલા, તો પણ ના તો

તેઓનુું વૈવાહિક જીવન, ના તો

રાજ્યાભિષેક સફળ થયા. અને જયારે મુનિ વશિષ્ઠ પાસે જવાબ માંગવામાં આવ્યો તો તેમણે સાફ શબ્દોમાં કહી દિધુ...

ના ભગવાન શ્રીરામજીનું 

જીવન બદલી શકાયું, ન ભગવાન શ્રી કૃષ્ણજીનું, 

ન ભગવાન શિવ સતીના

મૃત્યુ ને ટાળી શકયા.

જયારે  મહામૃત્યુંજય મંત્ર એના

વશમાં જ હતો, ન ગુરૂ

અર્જુનદેવ, ન ગુરૂ ટેગ બહાદુર, ન ગુુરૂ ઞોવિંદસિંહ પોતાની સાથે થનાર વિધીને ટાળી શકયા...

જયારે સૌ સમર્થ હતા...

રામકૃષ્ણ પરમહંસ પોતાના

કેન્સરને ટાળી શકયા ન તો

રાવણ પોતાના જીવનને

બદલી શકયો, સમસ્ત

શક્તિઓ હોવા છતાં

વિધીના વિધાન ન ટાળી શકયા.

મનુષ્ય પોતાના જન્મ સાથે જ

જીવન, મરણ, યશ, અપયશ,

લાભ, હાનિ, સ્વાસ્થ્ય, બિમારી, દેહ, રંગ, પરિવાર, સમાજ, દેશ અને બીજું ઘણું પહેલા જ નિર્ધારિત કરીને જન્મે છે....

તેથી સરળ રહો સહજ રહો,

મન કર્મ અને વચનથી

સતકર્મમાં લિન રહો.

મુહુર્ત ના તો જન્મ લેવાનું છે

ન તો મરવાનું બસ વિધી

ના વિધાન મુજબ કર્મ જ

આપણા હાથમાં છે

શેષ બધું અર્થહીન છે.

Gujarat