સીતા અને શ્રીરામનાં દાંપત્ય જીવનનો પ્રસંગ છે. રામનાં હુલામણા નામો ઘણાં હતા. પરંતુ સીતામાતાએ રામજીને બોલાવવા માટે એક સુંદર નામનો પ્રયોગ કર્યો હતો. આ એમનું ગોપનીય સંબોધન હતું. જ્યારે બન્ને એકાંતમાં બેસતા ત્યારે જ સીતાજી એ નામે રામજીને બોલાવતા. એ નામ હતું કરુણાનિધાન.' સીતાજીને આ સર્વાધિક પ્રિયનામ હતું. એથી જ્યારે હનુમાનજી અશોકવાટિકામાં આવે છે અને સીતાજીને મળે છે. ત્યારે સીતાજી એમને પુછે છે કે તમે કોણ છો ? ત્યારે હનુમાનજી કહે છે કે ઝ્હ્રહણ હ્રદ્ધ દ્ર્દ્યદ્વફ 'હું રામજીનો સેવક છું. ત્યારે સીતાજી કહે છે ' આવું તો કોઈ પણ કહી શકે. મને કઈ રીતે ભરોસો બેસે કે તમે મારા પ્રભુના સેવક છો.' ત્યારે હનુમાનજીએ કહ્યું કે 'મા, તમે મારા જાનકી મૈયા છો. હું તમને 'મા' કહું છું. સીતાજી કહે ' મને આમ છતા વિશ્વાસ નથી બેસતો. કેમકે રાવણે 'મા' કહીને મારૃં હરણ કર્યું હતું. તેથી આ લંકામાં કોઈ મને મા કહીને બોલાવે છતા પણ મને વિશ્વાસ બેસતો નથી. ત્યારે હનુમાનજીએ વિચાર્યું કે હું શું કરૃં તો સીતાજીને ભરોસો બેસે કે 'હું ખરેખર રામદૂત' છું.
રામનું ગોપનીય નામ પણ કરુણાનિધાન છે


