Get The App

'ક્રોધ' ભગવાનને પણ કરવો પડે છે !!! .

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
'ક્રોધ' ભગવાનને પણ કરવો પડે છે !!!                   . 1 - image


- મનનાં તમોગુણની ઉત્તેજનાથી પ્રગટ થતો ક્રોધ તામસિ ક્રોધ છે. જે પોતાના માટે તથા જેના પર ક્રોધ આવે તેનું પતન કરે છે. દુષ્ટો, રાક્ષસો, વેરી મનુષ્યો તથા તામસી પ્રકૃતિ વાળાઓનો ક્રોધ તામસી હોય છે. જેનો ક્રોધ પોતાને સંબંધીઓને હાનિકારક નિવડે છે

એક મહાત્મા તેના શિષ્ય ઉપર બહુ ક્રોધિત થયા. તેને ન કહેવાના શબ્દ કીધા. બધાની વચ્ચે તેને હલકો કરી દીધો. બધા આશ્ચર્ય પામી ગયા અને શિષ્યને કહેવા લાગ્યા કે તમારૃં અપમાન થાય તે તમારાથી સહન કેમ થાય? તમારે ગુરૂને કંઈક સામે સંભળાવી દેવું જોઈએ

માનવ જીવનમાં સૌને અપ્રિય અને નાપસંદ હોય તો તેનો ક્રોધી સ્વભાવ. ક્રોધનું કારણ મનનો ઉદ્વેગ છે. મનને ઉદ્વેગ કરનારી ક્રિયાઓ જ્યારે ઉભી થાય છે. ત્યારે મનમાં તરંગો પણ ઉદ્વેગ પામે છે. જેના કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ પણ ઘણીવાર ઉપયોગી બની જાય છે અને ક્યારેક વિનાશ તરક પણ લઈ જઈ જીવનનું પતન કરી નાખે છે સાત્વિક ક્રોધ ઉપયોગી છે. તામસી ક્રોધ વિનાશ કરે છે.

મનમાં કોઈપણ કામનાઓ-ઇચ્છાઓ ઉત્પન્ન થાય અને તે પૂર્ણ ન થાય તો મનમાં જે તે પ્રત્યે નકારાત્મક ભાવો ઉત્પન્ન થાય અને ક્રોધ (Anger) ઉત્પન્ન થાય છે. આને શાસ્ત્રોએ મનોરોગમાં ગણેલો છે. ક્રોધનો પ્રશ્ન બહુ મોટો છે. તેનાથી મગજ-મન- ઇન્દ્રિયો-હૃદય- અંત:સ્ત્રવ ગ્રંથીઓ ઉપર પણ ભયંકર અસર થાય છે.

ક્રોધના ફાયદા-ગેરફાયદા

ક્રોધ ક્યારેક સજ્જન પુરૂષોને ભગવાનને અને સંતોને પણ આવી જાય છે. સાત્વિક-રાજસી- અને તામસી તેમ ત્રણ પ્રકારના હોય છે.

એક મહાત્મા તેના શિષ્ય ઉપર બહુ ગુસ્સે થયા અને ક્રોધિત થયા. જનતાની સામે તેને ન કહેવાના શબ્દ કીધા. બધાની વચ્ચે તેને હલકો કરી દીધો. બધા ખુબ જ ચકિત થઈ. આશ્ચર્યમાં પામી ગયા. બધા શિષ્યને કહેવા લાગ્યા કે આવું તમારૃં અપમાન થાય. તો તે તમારાથી સહન કેમ થાય ? તમારે ગુરૂને કંઈક સામે સંભળાવી દેવું જોઈએ. તો તેના પ્રત્યુતરમાં શિષ્યએ કહ્યું કે પોતે આજે ખુબ જ રાજી થયા અને બીજા બધાને કહેવા લાગ્યા કે આજે મારા ગુરૂએ મને પોતાનો જાણ્યો. એટલે તેણે ગુસ્સેથી મને બે વેણ કહ્યા.. હુ અંદરથી ગુરૂની લાગણી જોઈને મારા હૃદયમાં ગુરૂ પ્રત્યે અહોભાવ જાગ્યો.. આ રીતે શિષ્યએ ગુરૂનાં ક્રોધનો સાચો અર્થ સમજાવ્યો.

- આયુર્વેદમાં મનથી દુષિત થતા કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષ્યા, માન, મદ, શોક, ચિન્તા, ઉદ્વેગ, ભય, હર્ષ, વિષાદ, અસૂયા, દૈન્યા, દંભ વગેરે વિકારો કહ્યા છે.

रजः तमश्र, तयों विकार ।

काम, क्रोध, लोभ, मोह- हर्षादयः।

ચરક વિમાન અ.૬/૫

મનનાં રજો, ગુણ તમો ગુણ અને સત્વગુણ વિકૃત થતાં સ્મૃતિભ્રંશ થાય છે એને પ્રજ્ઞાા-અપરાધ કહે છે. આ પ્રજ્ઞાાના અપરાધથી, ઇર્ષા, ક્રોધ વગેરે રોગો ઉત્પન્ન થાય છે. (ચરક શાસ્ત્ર)

- મનનું મહત્વ : શરીર ઉપર મનનો ધનિષ્ટ પ્રભાવ છે. જન્મ-મરણ માટે મન જ કારણભૂત છે. મન સ્થૂળ શરીર, ઉપરાંત સૂક્ષ્મ શરીર ઉપરાંત અતિવાહિક શરીર (આત્મા) સાથે પણ સબંધ ધરાવે છે. 'મન' અચેતન હોવા છતા કર્તા તરીકે કામ કરે છે. મન, આત્મા અને શરીર આ ત્રણ- ત્રિદંડ ઉપર લોક પ્રતિષ્ઠિત છે.

શરીર અને તેના બધા જ ભાવો માનસિક હોય છે. જેનાથી વેદના કે સુખ-દુ:ખનું જ્ઞાાન થાય છે. સુખ-દુ:ખ-શોક-હર્ષ ક્રોધ આદિનું કારણ મન જ છે. આત્માની ક્રિયાઓ સાથે મન જોડાયેલું હોય છે. ત્યારે જ શક્ય બને છે. મન-ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે. તથા 'મન' વગેરે કારણથી જ આત્માને જ્ઞાાન થાય છે. જ્ઞાાનોત્પતિની સાથે રોગોત્પતિમાં પણ મનનું સક્રિય કારણત્વ રહેલું છે. ઇન્દ્રિયો-જ્ઞાાનેન્દ્રિય તથા કેન્દ્રિયાં મનના સહકારથી બધા કાર્યો કરે છે.

સંપૂર્ણ સેન્દ્રિય દેહ એ મનોવહ સ્રોતસ છે. ઇચ્છા, સુખ, દુ:ખ, ભય, ક્રોધનું કારણ મન જ છે. બંધન અને મોક્ષનું કારણ મન જ છે. મન સમજે તો બધું જ સમજાય જાય છે.

- ક્રોધ એ 'મન'નો ઉદ્વેગ છે : મનની ઉત્તેજનાથી ક્રોધ. ઇર્ષા વગેરેનો જન્મ થાય છે. તે શરીર ઉપર ખૂબ જ અસર કરે છે. ક્રોધ એ મનનો વિકાર ગણવામાં આવે છે. ભગવત ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે 

कामा त् क्रोधोडभिजायते ।।

क्रोधात भवति संमोहः

सम्मोहात् स्मृति विभ्रमः

स्मृति प्रशात बुद्धिनाशो,

बुद्धि नाशात प्रणश्यनि ।।

- ગીતા. અ.૨/૬૨-૬૩

ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે. અર્થાત્ મૂઢતા છવાઈ જાય છે. તેમાં મનુષ્ય પોતાના મિત્રો તથા પૂજ્ય જનોને પણ ઉલટી-સીધી વાતો કરી બેસે છે. અને નહિ કરવા જેવો વર્તાવ પણ કરી બેસે છે.

ક્રોધના પ્રકારો :

૧) સાત્વિક ક્રોધ : મહાત્માઓ મા-બાપ, શિષ્ય કે પોતાનાં બાળકો ઉપર ક્રોધ કરે તેની પાછળ તેમની મમતા અને શુભ લાગણી કારણ ભુત છે. જે સામેની વ્યક્તિનાં કલ્યાણ માટે નો હેતુ પૂર્ણ હોય છે. જે ક્રોધ જીવનના ઉદ્ધાર માટે લાભદાયી હોય છે. જેનું પરિણામ જીવન માટે ઉધ્ધારક બને છે.

૨) તામસિક્રોધ  : મનનાં તમોગુણની ઉત્તેજનાથી પ્રગટ થતો ક્રોધ તામસિ ક્રોધ છે. જે વિનાશ હોય છે. જે પોતાના માટે તથા જેના પર ક્રોધ આવે તેનું પતન કરે છે. દુષ્ટો, રાક્ષસો, વેરી મનુષ્યો તથા તામસી પ્રકૃતિ વાળાઓનો ક્રોધ તામસી હોય છે. જેનો ક્રોધ પોતાને સંબંધીઓને હાનિકારક નિવડે છે. આવા ક્રોધથી શું કરવું ? શું ન કરવું ? શું સારૃં ? શું ખરાબ આ ની સમજ લુપ્ત થઈ જાય છે. અને ન કરવાનું કરી બેસે છે. આઈ.પી.સી.ના ફોજદારી ગુનાહો આના કારણેજ બને છે. આમા ધીરજનો અભાવ થાય છે અને સાચી સમજ વહી જાય છે.

૩) રાજસી ક્રોધ : આ ચંચળ હોય છે. ક્યારેક ઉત્પન્ન થાય છે અને ઘડીકમાં કે થોડા સમય પછી ચાલ્યો જાય છે. ચંચલ મનથી આ ક્રોધ ઉત્પન્ન થાય છે. સમજ આવવાથી તે શાંત પડી જાય છે. આમાં મનનો રજોગુણ કામ કરે છે.

- ભગવાનને પણ ક્યારેક ક્રોધ કરવો પડે છે : જ્યારે ભક્તોનો અપરાધ થાય, ભક્તોને કોઈ હેરાન-પરેશાન કરી, ત્રાસ આપે. ત્યારે તેના ભક્તો દ્વેષ તેનાથી સહન ન થાય ત્યારે તે પણ ક્રોધિત થઇ જાય છે. તે સમયે ભગવાનને પણ ક્રોધ કરવો પડે છે.

ભગવાન નારાયણ પણ નરસિંહ બને ત્યારે પણ કેવો ક્રોધ ઉત્પન્ન થયો હતો. તેના ભક્ત પ્રહ્લાદનાં રક્ષણ માટે તેણે પોતાનું ઐશ્ચર્યરૂપ છોડી વિકરાળ નરસિંહ રૂપ ધરી અવતર્યા. અને પ્રહ્લાદનું રક્ષણ કર્યું અને પ્રહ્લાદને ઉગાર્યો. ભગવાનનું તે રૂપ ક્યારેય કોઈએ જોયું ન હતું. તેવું વિકારળ સ્વરૂપ ધારણ કરી. ક્રોધ ઉત્પન્ન કરી હિરણ્યકશિપુનો બહુ વિચીત્ર રીતે સંહાર કર્યો. બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા કે ભગવાનનું આ નરસિંહનું ક્રોધિત સ્વરૂપ તમે સ્તુતિ કરીને શાંત કરો. લક્ષ્જી પણ આ ભગવાનનું સ્વરૂપ જોઈ ચકિત થયા અને મૂર્છિત થઇ ગયા. પછી બધા એ પ્રહ્લાદને કહ્યું કે તમારા માટે આ અવતાર ધારણ કર્યો છે. એટલે તમેજ આને શાંત કરો. પછી પ્રહલાદે સ્તુતિ કરી ને તેનો ક્રોધ શાંત પાડયો. 'ભગવાન' પોતાનો કોઈ અપરાધ કરે તો તે સહન કરી લે છે પણ પોતાના ભક્તોનો કોઈ અપરાધ કરે તો તે તેનાથી સહન થતો નથી.

જ્યાં સુધી બિભીષણને લંકામાં રાખ્યા ત્યાં સુધી રાવણ સલામત હતો. પરંતુ જ્યારે બિભીષણને રાવણે લાત મારી કાઢયા ત્યારથી તેનું પતન થયું અને રામે તેને સંહાર્યો. આખી લંકાને હનુમાનજીએ સળગાવી.

ભગવાન તેના ભક્તોની સાધુ ચરિત પુરૂષોની, અવજ્ઞાા ભગવાન સહન કરી શકતા નથી. વિદુરજી જ્યાં સુધી કૌરવોની સાથે હતા ત્યાં સુધી એનાં નાશ નહોતો થયો. પણ જ્યારે વિદૂરજીનું અપમાન કર્યું. અને તેઓ ત્યાંથી નિકળી ગયા ત્યારથી કૌરવોનો વિનાશ ભગવાને કર્યો, વિદુર એક સાધુ પુરુષ હતા તેનું કહેવું નહિં માનવાથી કૌરવોનો વિનાશની આધાર શિલાનો નાશ થયો.

ક્રોધ એ દરેકનો પ્રશ્ન છે. આમાં જ્ઞાાતિ, જાતિ કે સંપ્રદાય આવતો નથી. ઇશ્વરની શ્રદ્ધા, સત્યનું શરણ અને મનમાં સાત્વિકભાવો લાવવા. ઇશ્વરની શરણગતિ અને સમય એ તેનો રોકવાનાં ઉપાયો છે. યોગ-ધ્યાન સદ્વિચાર, સત્સંગ, વિવેક. પવિત્ર સાત્વિક આહાર, સત્સંગ આજ ક્રોધને રોકવાનાં ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા છે.

મનુષ્યમાં સાત્વિકતા, તામસિકતા, રજો ગુણાત્મિકા આમ ત્રણેય ગુણો થોડા થોડા હોવા જોઈએ. કોઈપણ એક ગુણ હોય તો તે સમાજમાં સારી રીતે જીવી શક્તો નથી.

- શિવજીનાં ત્રણ ગુણો : જૂઓ :

बह्लरक्षसे विश्वोत्पत्तौभवाय नमोनमः ।

प्रबल तमसे तजस हारे हराय नमो नमः ।।

जन सुखकृते सत्वोद्रिवतौ मृडाय नमोनमः ।

प्रमहसि पढै निस्त्रै गुण्ये शिवाय नमो नमः।।30।।

હે પ્રભુ !  આપ રજો ગુણથી સૃષ્ટિ સર્જનમા કાર્ય કરો છો. આ તમો ગુણથી જગતનો સંહાર પણ કરો છે અને આપનાં સત્વગુણથી આપ સૃષ્ટિના લોકો માટેનાં સુખનો પણ દાતા છે. તેમજ આપ ત્રણેય ગુણોથી રહિત પણ રહો છો.

ભગવત ગીતામાં ૧૪મો અધ્યાય  આપેલો છે. તેમાં પણ સત્વગુણ વાળા, રજોગુણવાળા અને તમોગુણ પ્રધાન વાળા માણસોના પ્રકારો આપેલા છે. આ ત્રણેય ગુણો જીવનને બાંધે છે. આથી શ્રીકૃષ્ણ અર્જુનને 'ગુણાતીત'નું સૂચન કરે છે.

(ગીતા અધ્યાય ૧૪)

सर्वारमभ परित्यागी

गुणातीतः स उच्यते ।।24।।

दुंखै विभुवो डमृतमश्रृते ।।20।।

જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ સત્વ-રજ- અને તમ એ ત્રણેય ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે. ત્યારે તે જન્મ-મૃત્યુ- ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે.

- ડો. ઉમાકાંત જે.જોષી

Tags :