For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એકોહમ દ્વિતિયા નાસ્તિ... .

Updated: Nov 23rd, 2022

Article Content Image

- જે માનવ જેવા ભાવથી મને જુએ છે. તે રૂપમાં તે મને પ્રાપ્ત કરી શકશે. જેવી જેની ભાવના હશે. તેવાં ફળ પ્રાપ્ત કરવાં તે સમર્થ બનશે.

અં ધકારમાં ઓછાયા જ્યારે ચારે બાજુ પથરાય છે. અંધકાર વ્યાપે છે,  તે સમયેને આપણે રાત્રી કહીએ છીએ. આ રાત્રીનાં અંધકારને દૂર કરવા  આપણે દીવા પ્રગટાવીએ છીએ. પ્રકાશ મેળવીએ છીએ. આ પ્રકાશનાં આધારે અંધકારનો નાશ થાય છે. પ્રકાશ પ્રસરી જાય છે. ઠીક આ રીતે જ જીવનમાં જ્યારે ચારે બાજુ અંધકાર છવાય જાય છે. ત્યારે સઘળી દિશા તરફથી નિરાશા-હતાશાઓ અંધકારને સહાયક બની વ્યક્તિને નિસહાયતામાં ઘેરે છે. ત્યારે આ સમયમાંથી બચવા ઈશ્વર-સ્મરણનો ચરણોમાં આશ્રય મેળવી શરણાગત બને છે. ત્યારે તે જીવનમાં વ્યાપક બનેલ અંધકારને દૂર કરવા યોગ્ય બને છે. આવા સદ્ગુરુઓ, મહાપુરુષોના સાનિધ્યથી માનવી જીવનને પ્રકાશિત કરી શકે છે. તેમનાં સંસર્ગથી જ માનવનાં જીવનમાં ફરી વસંત ખીલી ઊઠે છે. જેમ પાનખર આવતા વૃક્ષોમાં વિવશતા અને લાચારી વ્યાપે છે. પણ વસંત આવતાં જ ફરી નવપલ્લવિત બની મહોરી ઊઠે છે. તેમ માનવ સત્ પુરુષો-મહાપુરુષોનાં ઉદ્ગારોની અમૃતવાણી સતસંગનાં માધ્યમથી સાંભળી અંધકારનો નાશ કરી દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરે છે.

'ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા...!'

પ્રભુ જ પરમ પ્રકાશક સત્ય છે. આપણે ઘરનાં નાનાં પરિવારમાં ઘણી વખત પરેશાની અનુભવીએ છીએ. અકળાય જવાય છે. વ્યવસ્થામાં અવરોધો પણ ઊભા થાય છે. જેથી હતાશા અનુભવીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા તો ક્યારેય પરેશાની અનુભવતો નથી. કારણ કે તે સર્વશક્તિમાન છે, તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત ધ્યાન રાખી રહ્યો છે. માનવ શું કરે છે ? શું કરી રહ્યો છે ? માનવનું તેમનાં અનુરૂપ પ્રતિપાલન તમારા આદિથી અંત સુધીનાં કર્મોના હિસાબો તેમના ચોપડે નોંધાયેલ હોય છે. સંચાલન કરનાર સંચાલક છે. આ કારણે જ આપણાં ઋષિ-મુનિઓએ ઈશ્વર માટે કહ્યું છે - 'एकोहम- दितिया नास्ति.....' હું માત્ર એક જ છું, બીજો કોઈ નથી ત્યારે વધારે વ્યાપક્તા બતાવવા કોઈએ આ સૂચવ્યું. પ્રભુએ આમ કહ્યાં પછી વિચાર થયો... एकोहम् बहुस्यामः' હું એકમા અનેક બની જાવ છું. તેથી પાર્થને વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવી પ્રતિતિ કરાવી ! કણ કણમાં તેમની હયાતી બતાવી. છતાં પણ एकोहम' રહ્યાં. તેઓ અનેક રૂપોમાં સમાયેલા રહ્યાં છે. નામ, રૂપ, ગુણોમાં અલગતા હોવા છતાં પણ એક જ છે. 'નામ રૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોએ...!'

जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन्ह तैसी।

જે માનવ જેવા ભાવથી મને જુએ છે. તે રૂપમાં તે મને પ્રાપ્ત કરી શકશે. જેવી જેની ભાવના હશે. તેવાં ફળ પ્રાપ્ત કરવાં તે સમર્થ બનશે. પરમ કૃપાળુ કરુણાનિધાન તે એક જ છે. પરંતુ તેનાં જેવો બીજો કોઈ નથી. તેઓ પરમાનંદ, સત્યાનંદ સ્વરૂપે છે. તે સર્વેસર્વા છે. સર્વ શક્તિમાન છે. ભક્ત જે ઈચ્છાભાવથી ભજશે. તેવું તેને મળશે. બીજાં કોઈથી નહીં મળે. હેતુ આનંદ છે અને કારણ પરમાત્મા છે. તેથી પરમ કૃપાળુ પરમાત્મા, પ્રભુ શક્તિઓને અનેક અલગ અલગ ક્ષેત્રોમાં પરિવર્તનો કરી આપણી સમક્ષ પ્રગટ કરે છે. જેમ અળસિયું માટી ખાય ને ભૂમિને ફળદ્રુપ બનાવે છે. રેશમની ઈયળોનાં કોશેટામાંથી રેશમ બનાવીએ છીએ, આગીયા નાનો સરખો પ્રકાશ આપે છે. તેમ ભૌતિક સાધનો... બસ, કાર પેટ્રોલનો આહાર કરી ગતિ મેળવે છે. તે જ પ્રમાણે પ્રભુએ નિર્માણ કરેલ સૃષ્ટિ માયાથી રચવામાં આવેલ છે. પરંતુ જે કંઈ પણ ખાતા-પીતા નથી. તમામ સજીવ-નિર્જીવ સૃષ્ટિનું સંચાલન કરનાર ક્યારેય થાક અનુભવતો નથી. તે એક જ માત્ર પરમકૃપાળુ પ્રભુ જ હોય શકે, અન્ય કોઈ નહીં...! પ્રભુ ! તો માત્ર મનના ભાવ વિચારોને અભિવ્યક્ત કરાવતા જ રહ્યાં છે. પ્રભુ દયાળુ છે. જેમ કોઈ એક ફળનાં ઝાડ પર પથ્થર ફેંકીએ તો પણ તે વૃક્ષ આપણને ફળ આપે છે. તે છાયો આપે છે ! નદી આપણને અમૃત તુલ્ય જળ આપે છે. આપણે તેને ગંદી કરવાં છતાં તે નિર્મળ જળ ફરી આપશે. સંત-મહાપુરુષો તેમનામાં રહેલાં જ્ઞાનનો પ્રકાશ માનવ અર્થે ફેલાવતાં રહ્યાં છે. તે જ પ્રમાણે કરુણાનિધાન પ્રભુ પોતાનાં ભક્તોને, ભલે પછી તે પાપી, હત્યારો, લૂંટારો હોય, પણ એક વખત પ્રભુ ચરણમાં આવતાં જ... પ્રભુ તેમની શરણાગતીને સ્વીકારી તેમનામાં સમાવી લે છે. કારણ પ્રભુ દયાળું-માયાળું છે. 'પ્રભુ મોરે અવગુણ ચીત ન ધરો...! સર્વધર્મ સમભાવ તમામ ધર્મો એક છે. તમામનો એક જ આદેશ બંધુભાવના. સદ્ભાવના છે. છતાં પણ અંદરોઅંદર દંગાફસાદ શા માટે ? ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન...! એ અર્થે જ તમામનાં મૂલમાં સમાયેલ 'સત્ય'ના પ્રકાશને સંતો-મહાપુરુષોનાં સદગુરુઓની સહાયથી બહાર લાવી ઈશ્વરનાં સત્યનામ, સત્યપ્રકાશનું ચિંતન-મનન એ જ માનવના માટે કલ્યાણકારી પથ છે...!

- લાલજીભાઈ જી. મણવર

Gujarat