Updated: Mar 15th, 2023
દુ નિયામાં સત્ય ધર્મ એટલે કે મહાન વ્યક્તિ આંતર સાધના કરી જ્યારે અહકાર શૂન્ય થઈ પરમ તત્ત્વ પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરે છે, અને જીવનમાં પૂરેપૂરી પૂર્ણતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેમને અનુભૂતિ અંતરમાંથી સત્યની થાય છે, અને એમાંથી નિપજતી સત્યની અભિવ્યક્તિ પર જ સત્ય આધારિત ધર્મ બને છે.
આવી સત્યની અનુભૂતિમાંથી જન્મતી અભિવ્યક્તિ હંમેશા સત્ય સ્વરૂપ સ્વાભાવિક અને સરળ હોય છે. જેથી આવો ધર્મ પણ સ્વાભાવિક અને સરળ અને સહજ હોય છે, તેમ કોઈ વાંક ધોક હોય શકે જ નહીં, તેમજ કોઈ જુઠ કે બનાવટ પણ હોય શકે જ નહીં, જ્યાં આવી અનુભૂતિ અને અભિવ્યક્તિ સરળતા અને સત્ય જ અદ્રશ્ય થઈ જાય છે અને ચમત્કારો અને બનાવટો અને પદાર્થ પ્રાપ્ત કરવાની ભાવના આવી જાય છે, ત્યાં પછી કદી પણ સત્ય ધર્મ હોય શકે જ નહીં, આટલી સાદી અને સીધી વાત આજનો માણસ સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિર થઈને જાણીને સમજી શકતો જ નથી, જ્યાં જીવનમાં ત્યાગ છે, ત્યાં પછી ચિત્તમાં સત્ય સિવાય બીજું હોવું જોઈએ જ નહીં, અને ચિત્તમાંથી પદાર્થની પકડનો સંપૂર્ણ નાશ થવો જોઈએ પણ ભયંકર હોય છે, માટે સત્ય સ્વરૂપ ત્યાગ નથી.
સત્ય સ્વરૂપ અનુભૂતિ જન્ય ધર્મનો પાયો એ છે કે માણસે પ્રથમ પોતાની જાતમાં આત્મિક સત્ય સ્વરૂપ થઈને શ્રદ્ધા રાખતા શીખવું જ જોઈએ. અને પોતાના સ્વભાવને જાણીને સ્વભાવ અનુસાર જ સત્ય સ્વરૂપ થઈને જ માણસે જીવવું જોઈએ. અને આત્મિક સત્ય સ્વરૂપ થઈને આંતર સાધનાનો માર્ગ પસંદ કરવો જોઈએ. આમ જે માણસ પોતામાં જ નથી માનતો, તેવો માણસ નાસ્તિક છે, પરમાત્માનો આસ્તિક હોય શકે જ નહીં. બનાવટો અને અસત્ય એ કોઈ ધર્મનું અનુસરણ નથી, જ આત્મિક સત્ય ત્યાં જ ધર્મ જીવનમાં સારા દેખાવા કરતાં સારા અને સત્ય સ્વરૂપ થવું એજ ધર્મ, જ્યાં ત્યાં ભટકવું તે ધર્મ નથી, પણ અંદર ભટકવું તે ધર્મ, આપણી પોતાની જાતમાં, સ્વભાવમાં આત્મિક સત્ય સ્વરૂપ શ્રદ્ધાનો જીવનમાં આદર્શ એ આપણને મોટામાં મોટી જીવનમાં મદદરૂપ થાય છે. જો આ આત્મ શ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પણે આચરણ કરવામાં આવે તો અત્યારના સમાજમાં જે અનિષ્ઠો અને દુખો અદ્રશ્ય થઈ જ જાય અને માનવ જીવનમાં સત્ય સ્વરૂપ એક્તા પ્રસ્થાપિત થાય.
માનવ જીવનના કોઈપણ પ્રેરક બળ કરતાં વધુ શક્તિશાળી આત્મિક સત્ય સ્વરૂપ શ્રદ્ધા જ નિવડે છે અને આત્મિક સત્ય સ્વરૂપ વિશ્વાસ જ્યાં આવી અંતરની સત્ય સ્વરૂપ આત્મ શ્રદ્ધા જ નથી, આત્મિક સત્ય સ્વરૂપ વિશ્વાસ નથી. ત્યાં જીવનમાં સત્ય સ્વરૂપ પરિવર્તન જ શક્ય નથી અને સત્ય આધારિત કર્મો અને આત્મિક સત્ય સ્વરૂપ પુરૂષાર્થ જ શક્ય નથી.
- તત્વચિંતક વી. પટેલ