નરસિંહ મહેતાના પદમાં સુખ દુ:ખ મનમાં ના આણીએ તેનો તત્વાર્થ બોધ માગશરી પૂર્ણિમાના અંતર્ગત પ્રવાહીત ધારામાં તેમની આગવી શૈલીમાં છણાવટપૂર્વક પુજ્ય સદ્ગુરૂ આનંદનાથજી બાપુ શંકરતીર્થ આશ્રમ સાણંદ આ પદનો ભાવાર્થ કહે છે.
હે, જી વ્હાલા સુખ દુ:ખ મનમાં ના આણીએ, ટાળ્યા તો કોઈના ના ટળે,
ઘટ સાથે ઘડીયા, રઘુનાથ ના ધડીયા, સુખ દુ:ખ મનમાં ના આણીએ વ્હાલા.
ભગવાનની ભક્તિ નરસિંહ મહેતાના હૃદયમાં પ્રગટી છે, જેની દ્રષ્ટિમાં અજ્ઞાનનું આવરણ તુટી ગયું છે, સત્યનો સાક્ષાત્કાર થયો છે, અને જેને ભગવાનની અનુભૂતિ કરી લીધી છે, નરસિંહ જેવા જ ભક્તો ભગવાનનો મહિમા, સત્યનું દર્શન, ભગવાનનો અનુભવ કરાવે હે જી વ્હાલા સુખ દુ:ખ મનમાં ના આણીએ... વેદાંતની ઘોષણા છે, તો યે તેના સત્યના બોધને લઈને, સત્ય બુદ્ધિથી જેને લઈને સુખ દુ:ખ ઉભુ થાય છે, પણ મનમાં ના આણીએ. શરીર ધારણ કર્યું છે તો મોટા જ્ઞાની હોય કે અજ્ઞાની શરીરના સ્તરે કષ્ટ અનુભવાય છે. પણ તેને મનમાં ખેંચી લાવો ત્યાં સુધી વાંધો નથી, પણ ઠેઠ આત્માના સ્તરે લઈ આવ્યા હું દુ:ખી છું. શરીરના સ્તરે જે અનુકુળતા છે તે સાનમાં મનના સ્તરે ખેંચી લાવી તેને સુખ કહે છે. સુખ પુણ્યનો વધારો કરવા આવે છે. અભિમાન કરવા માટે નહીં. 'સુખને મેં સહિયારુ કીધું, એને બંધ બારણે મેં ઘટ ઘટ પીધું.' સુખનો સદઉપયોગ કરી ભાગીદાર બનાવી, સુખમાં એકલા ના પડો. દુ:ખ આવે છે, ભક્તિના પ્રભાવથી દુ:ખની વિસ્મૃતિ કરી તે પ્રારબ્ધના સંસ્કાર કાપી નાખે છે. દુ:ખ અહમ્ શુન્ય કરી ઉર્ધ્વગતિ કરાવે છે. ભક્તિનું ફળ નરસિંહ મહેતા પદમાં કહે છે સુખ દુ:ખનો પ્રભાવ મન ઉપરના ના પડવા દે. સુખમાં ભૌતિક સાધનો ઉભા કરજો પણ અતિ સંપત્તિમાં મનને વિલાસમાંથી વૈરાગ્ય તરફ વાળજો. ભૂતકાળના દુ:ખ, ભવિષ્યનો ભય અને શોક, દુ:ખ, અશાંતિ આ બધા મનના સ્તરે જોવાયા છે. નરસિંહ, મારા જેવા ભક્તો ના હોય તો ભગવાનને કોણ ઓળખાવે. આત્માનું જ્ઞાન નહીં રહે આ બ્રહ્મજ્ઞાનની સ્થિતિ છે.
સુખ આભાસ છે, મળ છે તેવી આશા છે, સુખ પડછાયો છે પકડવા જશો તો નહીં પકડાય. સુખ રગડતા દડા જેવું છે, ઝાંઝવાના નીર જેવું છે. ઉભા રહી જાવ તો દડો પકડાશે સુખને મેળવવા દોડાદોડ કરશો તો અંતે દુ:ખની પ્રાપ્તિ જ થવાની.
- વસંત આઈ. સોની


