Get The App

બુધ્ધ ભગવાનની વિપશ્યનાની સાધના .

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
બુધ્ધ ભગવાનની વિપશ્યનાની સાધના                              . 1 - image


(ગતાંકથી ચાલુ)

તેજ તમારો ઉદ્ધાર કરે પણ તમારા બુદ્ધી મન અને અંતરથી કાસ્યા વિના તમો આચરણ કરવા માંડો તે તમારો સત્ય ધર્મ નથી તે તો ઘેટા વૃતિ જ થઈ જે દુખ જ આપે માટે તેનાથી મુક્ત રહો. આજ દુખથી નમુક્ત થવા સત્ય માર્ગ છે, તમારું સત્ય.

આપણી શુદ્ધ નિર્મળ મનથી જાણી અનુભવી અનુભૂતિ કરીને યોગ્ય લાગે તો જ આચરવું તે જ સત્ય ધર્મ છે અને સત્ય ધર્મ જ પરમ શાંતિ સુખ અને આનંદ આપે છે. એમ બુધ્ધ ભગવાને સ્પષ્ટ કહ્યું છે.

આપણા જીવનમાં આપણને જકડી રાખનાર પાંચ પ્રકારના બંધનો છે. જે બાંધી રાખે છે. જેમાં આપણાં જ શરીરની એષણા, આપણો અહંકાર હું કંઈક છું, આપણાં આવેશો અને ભાવો અને આપણું અજ્ઞાાન આ પાંચ આપણને બાંધે છે. આ પાંચથી નિવૃત થવા માણસે આંતરધ્યાનની સાધના કરવી જોઈએ અને સમ્યક સમાધિમાં સ્થિર થવું જોઈએ એમ કહ્યું છે એજ મુક્ત થવાનો માર્ગ.

બુધ્ધ ભગવાને કહ્યું કે ગઈ હોય તેવી વાતનો અધિક વિચાર કરવો જ નહિ અને ભવિષ્ય ઉપર બહુ આધાર રાખવો જ નહી. જે બની ગયું અને જે બનવાનું છે તે હજુ બનશે ત્યારે જ ખરું ભૂત નાશ પામ્યું છે. ભવિષ્યનું હજી અસ્તિત્વ જ નથી, માટે વર્તમાનનો બરોબર ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે વર્તમાનનો જ ખરેખર વિચાર કરવો જોઈએ. આપણે કાલે જીવતા હોઈશું કે કેમ તેની કોને ખબર છે ? એટલે વર્તમાન જ આપણાં હાથની વાત છે એટલે વર્તમાનને વેડફો નહિ સાવધાન થઈને પરમ ચેતનાની જાગૃતતા પ્રાપ્ત કરીને હોશિયારીથી વર્તમાનનો ઉપયોગ કરો અને જીવનમાં આનંદ ઉપલબ્ધ કરો એમ બુધ્ધ ભગવાને કહ્યું છે.

વિપશ્યના ધ્યાનની સાધનામાં શ્વાસોચ્છવાંસ પર મનને રોકવાની પ્રક્રિયા ઘણી જૂની છે. તેના અવશેષો ઋગ્વેદમાં છે, ઋષિઓ આ સાધના કરતા અને જીવનની સિદ્ધી પ્રાપ્ત કરતા તેમાંથી જ બુધ્ધ ભગવાને સાધના અવશેષો શોધીને પોતે વિપશ્યના કરતા હતા તે સાધનાને પોતે વ્યવસ્થિત રૂપ આપીને વિપશ્યનાની સાધના બુધ્ધ ભગવાને વ્યવસ્થિત રીતે ઉજાગર કરી છે અને તેમાં અનેક સુધારો કરીને આમ વિપશ્યનાની આખી સાધના બુધ્ધ ભગવાનની મહા દેન છે.

આપણે ત્યાં  બુધ્ધ ભગવાનની હયાતીમાં આ સાધના થતી હતી. આના માટે સાધુ ગુફાનો ઉપયોગ કરતા એટલે આજે અનેક જગ્યાએ ગુફાઓ છે. તેમાં ધ્યાનની સાધના વિપશ્યના થતી હતી અને અનેક સાધકો કરતા હતા. આ સાધનામાં બે ભાગ છે એક છે આનાપાન કહે છે અને બીજી વિપશ્યના.

આ આખી સાધનામાં અંદર આવતા અને બહાર નીકળતા શ્વાસોચ્છવાસ પર એક ધારા સાતત્યથી એકત્વ સાથે મનને આવતા જતા શ્વાસ સાથે નિતાત જોડી રાખવાની ક્રિયા આનાપાનમાં કરવાની હોય છે. આમાં સતત મનને શ્વાસ સાથે હીરાની દોરીથી બાંધી દેવાનું હોય છે. આમ જોડી રાખવાની આખી પ્રક્રિયા છે. જેમાં શ્વાસ અંદર જાય તો તેની સાથે મનને અંદર લેવાનું હોય છે અને શ્વાસ અંદર રોકાતો હોય છે. તે રોકાણને મહેસુસ કરવાનું હોય છે અને ત્યાં મનને રોકવાનું હોય છે. (ક્રમશ:)

- તત્વચિંતક વી. પટેલ

Dharmlok

Google NewsGoogle News