Get The App

અમદાવાદના 885 માસક્ષમણોના વિરલ પ્રસંગો: ''વંદન તપસ્વીને સદા... વંદન સદા તપધર્મને''

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના 885 માસક્ષમણોના વિરલ પ્રસંગો: ''વંદન તપસ્વીને સદા... વંદન સદા તપધર્મને'' 1 - image

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

ઘોર તપસ્વી શ્રમણ ભગવાન મહાવીરપ્રભુના સાધનાકાલીન તપનું જે અદ્દભુત વર્ણન જૈન શાસ્ત્રોમાં મળે છે તે વિચારતા એમ ચોક્કસ માની શકાય કે પ્રભુના તપમાં 'સ્લ્લ અક્ષરથી શરૂ થતી એક-બે નહિ, સાત-સાત વિશેષતાઓ છે. આપણે અહીં એમાંની ત્રણ વિશેષતાઓ ભૂમિકારૂપે નિહાળીએ.

પ્રભુના એ તપની પ્રથમ વિશેષતા છે સાધનામય તપ. વિહારનો સમય બાદ કરતા, પ્રભુ દિવસ અને રાત ચોવીશ કલાક (હા, ચોવીશ કલાક) ધ્યાનસાધનામાં નિમગ્ન રહેતા. એમના સ્વયંના સંકલ્પનો એક ઉલ્લેખ શાસ્ત્રમાં આ મળે છે કે ''સ્થેયં પ્રતિમયા સહ....લ્લલ્લ બીજી વિશેષતા છે સમયમર્યાદારહિત તપ. વર્તમાનની વ્યક્તિઓ તપ કરે ત્યારે લગભગ એમ હોય કે 'કેટલા દિવસનો તપલ્લ એ પહેલેથી નક્કી હોય. પારણાની તિથિ-તારીખ એને પહેલેથી ખબર હોય. પ્રભુના કેટલા ય તપ એવા છે કે જેમાં કોઈ સમયમર્યાદા જ ન હતી. ઉદાહરણરૂપે લઈએ અભિગ્રહયુક્ત ૧૭૫ ઉપવાસ. એમાં ૧૭૫ ઉપવાસદિને ય પ્રભુને જાણ ન હતી કે આજે મારું પારણું છે... ત્રીજી વિશેષતા છે સર્વોત્કૃષ્ટ તપ. પ્રભુના તમામ ઉપવાસ ચોવિહાર અર્થાત્ પાણીના પણ સંપૂર્ણ ત્યાગયુક્ત હતા. ઉદાહરણરૂપે પ્રભુએ ૧૮૦ ઉપવાસ કર્યા એમાં તમામ દિવસ-રાત ભોજન અને પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ હતો ! આપણી અક્કલ ચક્કર ખાઈ જાય તેવી અપ્રતિમ વિશેષતાઓ છે આ.

પ્રભુમહાવીરદેવના આ તપનો આદર્શ ઝીલી એમના અનુયાયી જૈનો ભલે પ્રભુ જેવો તપ નહિ, પરંતુ વર્તમાન વિશ્વના અન્ય લોકો આશ્ચર્યસ્તબ્ધ થઈ જાય એવો તપ તો અવશ્ય કરે છે. એનું સૌથી 'લેટેસ્ટ' ઉદાહરણ છે અમદાવાદમાં અમારી નિશ્રામાં થઈ રહેલ ૮૮૫ માસક્ષમણો-સળંગ ત્રીશ ઉપવાસો ! એમાં સળંગ ૧૮૦-સળંગ ૧૦૮ ઉપવાસ કરનાર ઉગ્ર તપસ્વીઓ છે, તો માત્ર ૧૧થી ૧૪ વર્ષના ૩૧ તો બાળકો છે. નવ ચાતુર્માસથી યોજાતા અમારા 'માસક્ષમણ મિશનલ્લમાં કુલ માસક્ષમણો થયા છે ૩૨૪૩. પરંતુ તેમાં એક જ ચાતુર્માસમાં સૌથી અધિક માસક્ષમણો થયા છે અમદાવાદના આ ૮૮૫ માસક્ષમણો. આવો, ગત લેખથી શરૂ કરેલ એના વિશિષ્ટ પ્રસંગોની ઝલકો નિહાળવાના ઉપક્રમમાં આપણે આગળ વધીએઃ

(૭) ડૉક્ટરો-સી.એ. વગેરે પણ માસક્ષમણમાં:- જે દિવસે એ.એમ.સી. ગ્રાઉન્ડમાં અમદાવાદના ૨૭૦૦ ભાવિકોએ શ્રેષ્ઠ મુહૂર્તે માસક્ષમણ+અટ્વમના પ્રથમ પચ્ચક્ખાણ કર્યા તે તા. ૧૬ જુલાઈનો શુભ દિવ. સવારે અમે પંકજસંઘના સંભવનાથ જિનાલયે દર્શનભક્તિ કરતા હતા. વહેલી પ્રભાતનો સાડા પાંચ-પોણા છનો સમય હતો. જિનાલય આરાધકોથી ઉભરાતું હતું. એવામાં ત્યાં આઈ સ્પેશ્યાલીસ્ટ લેડી ડૉક્ટર કૃતિ શાહ આવ્યા. કહે: ''સાહેબજી ! ઓપરેશનાદિ કાર્ય માટે તાત્કાલિક હિંમતનગર જવાનું છે અને માસક્ષમણ પણ શરૂ કરવું છે. મને અહીં-અત્યારે જ પચ્ચક્ખાણ આપો.લ્લલ્લ અમે કહ્યું: ''સમગ્ર સમૂહ માસક્ષમણનું આ પ્રથમ પચ્ચક્ખાણ છે. માટે સળંગ નવ ઉપવાસનાં પચ્ચક્ખાણથી મંગલ કરો.લ્લલ્લ એ સંકોચ સાથે હસીને બોલ્યા: ''થોડો ડર લાગે છે. છતાં આપ કહો તે તહત્તિ.લ્લલ્લ એમને સળંગ નવના પચ્ચક્ખાણ અપાયા.

દશમાં ઉપવાસે એ નવા પચ્ચક્ખાણ માટે આવ્યા ત્યારે તન-મનથી એકદમ મજબૂત હતા. અમે કહ્યું: ''ક્યું પચ્ચક્ખાણ આપીએ?લ્લલ્લ એ કહે: ''જે આપ આપો તે.લ્લલ્લ અમે સળંગ સોળ ઉપવાસનાં પચ્ચક્ખાણ આપ્યા. કોઈ થડકાટ વિના ઉલ્લાસથી એમણે એ સૌથી મોટું પચ્ચક્ખાણ લીધું. માસક્ષમણનો બીજો રાઉન્ડ આવ્યો ત્યારે એમના પતિ ડૉ. અંકિત શાહે સળંગ સોળના પચ્ચક્ખાણ લઈ માસક્ષમણ આરંભ્યું. એ પણ આઈ સ્પેશ્યાલીસ્ટ છે. બન્નેના માસક્ષમણ નિર્વિઘ્ન થયા છે. આવા બીજા પણ ડૉક્ટર્સ તેમજ સી.એ.-કોલેજીયનો વગેરે છે કે જેઓએ માસક્ષમણો કર્યા છે. આ ડૉક્ટર્સ એમ માને છે કે અમે દ્રવ્યરોગ દૂર કરીએ છીએ, જ્યારે આ તપ અમારા ભાવરોગ દૂર કરે છે !

(૮) એસ.એસ.સી.માં માસક્ષમણ:- કેટલાક આરાધકો હોય છે પર્વતારોહક જેવા. એમને પડકારો ઝીલવા ગમે. વૃંદા શાહ નામે તરુણ વયની વિદ્યાર્થીનીને એના પિતા કહે: ''તારે એસ.એસ.સી.માં જ માસક્ષમણ કરવાનું.લ્લલ્લ યોગાનુયોગ એનાં એસ.એસ.સી.ના વર્ષે જ અમારાં માસક્ષમણો યોજાયાં. પડકાર ઝીલી લઈ એણે માસક્ષમણ કર્યું. આમ કરવામાં પિતા-પુત્રીનું દ્રષ્ટિબિંદુ એ છે કે ''એસ.એસ.સી.માં માસક્ષમણ જેવું તપ કરવાથી અભ્યાસ બગડે આવી ગેરમાન્યતા તોડવા આ વર્ષે જ તપ કર્યો છે. તપની સાથે જ અભ્યાસમાં સારા ગુણાંક મેળવી મારે આ પુરવાર કરવાનું છે.લ્લલ્લ છે ને કમાલની ભાવના ! એની સાથે પિતા કૃણાલભાઈ, ભાઈ વિરાજ અને બેન કાવ્યાએ પણ માસક્ષમણ કર્યું છે.

(૯) કુમારપાલના પૂર્વભવનું આંશિક પુનરાવર્તન:- સમ્રાટ કુમારપાલનો પૂર્વજન્મ એમ કહે છે કે એ જૈન શ્રેષ્ઠીને ત્યાં નોકરી કરનાર કર્મચારી હતા. શેઠને નિત્ય સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કરતા નિહાળી એમણે ય એક વાર સ્વદ્રવ્યથી ઉત્કૃષ્ટ ભાવે પ્રભુપૂજા કરી. એના પુણ્યપ્રભાવે તેઓ પછીના જન્મમાં સમ્રાટ કુમારપાલ થયા. આ ઈતિહાસના પૂર્વાર્ઘનું કાંઈક પુનરાવર્તન થયું અમદાવાદના સમૂહ માસક્ષમણમાં. ગૌરાંગભાઈ નામે જૈન ભાવિકને ત્યાં અમૃતભાઈ નામે અજૈન વ્યક્તિ સર્વિસ કરે. માસક્ષમણની વાતો સાંભળી અમૃતભાઈ કહે: ''શેઠ ! મારે ય માસક્ષમણ કરવું છે.લ્લલ્લ ખુશ થઈ જતાં શેઠે કહ્યું: ''તે તારે કોઈ કામ-મહેનત નહિ કરવાની, તારો પગાર ચાલુ રહેશે. ઉપરાંત તારી સાથે હું પણ માસક્ષમણ કરીશ.લ્લલ્લ બન્નેએ માસક્ષમણમાં ઝુકાવ્યું અને સહીસલામત એ પૂર્ણ કર્યું ! ગૌરાંગભાઈ મુંબઈના પૂર્વસંસદસભ્ય અનોપચંદભાઈ શાહના સુપુત્ર છે.

(૧૦) સાચી ''ધર્મપત્ની'' આનું નામ:- ચાતુર્માસની પ્રથમ રવિવારીય શિબિર હતી. પછીના સપ્તાહમાં જ સમૂહ માસક્ષમણ શરૂ થવાના હતા. એથી એની પ્રેરણાની આ છેલ્લી સુવર્ણ તક હતી. અમે પ્રેરણા કરી અને પૂર્વે ચિક્કાર પાસ લેવાઈ ચૂક્યા હોવા છતાં નવા ત્રીશ પાસ પુણ્યાત્માઓએ લીધા. એમાં એખ યુવાન બેન મહિલા વિભાગમાંથી આગળ આવ્યા. પાસ લેતા પહેલા પુરુષવિભાગમાં એમના પતિને કહે: ''ઉભા થાવ, આપણે સાથે પાસ લઈએ.લ્લલ્લ યુવાન જરા મુંઝાયો. એના ચહેરાનો અસમંજસભાવ કહેતો હતો કે આ અચાનક આવી પડેલ આમન્ત્રણ હતું. ઘરે આ માટે કોઈ ચર્ચા કે નિર્ણય થયો નહિ હોય. અમને અને સભ્યોને આમાં કૌતુક લાગ્યું.

આણે ઊભા થવામાં ક્ષણાર્ધ વિલંબ કર્યો એટલે પત્નીએ ફરી કહ્યું: ''ચલો, ચલો-કાંઈ વિચારવાનું નથી.'' યુવાન દાક્ષિણ્યથી ઊભો થયો. ઉપવાસોની કોઈ ખાસ 'પ્રેક્ટિસ' ન હોવા છતાં એણે પાસ લીધો. બેને એમની ૧૧/૧૨ વર્ષની દીકરીને ય પાસ અપાવ્યો. અને... કમાલ. પરિવારમાં ત્રણ જ સભ્યો હોવા છતાં અગવડ-સગવડના વિચાર વિના ત્રણે યે એટલે કે પૂરા પરિવારે માસક્ષમણો કર્યા ! સ્નાત્ર પૂજાની એક પંક્તિમાં શબ્દો આવે છે 'નારી પ્રેર્યા.લ્લ આ 'નારી પ્રેર્યાલ્લ માસક્ષમણ હતું !

(૧૧) વયમાં બાલ... પણ પરાક્રમ અબાલ:- અમદાવાદના ૮૪૦ સમૂહ માસક્ષમણોમાં ૧૧ થી ૧૪ વર્ષના બાલતપસ્વીઓ ૩૦ છે. એમાંનો એક બાલતપસ્વી છે મોક્ષિત. એની અદ્દભુત વિશેષતા એ છે કે તે માસક્ષમણમાં નિત્ય ઊભા ઊભા પ્રતિક્રમણ કરે છે, સામાયિક કરે છે અને બે નવી ગાથા કંઠસ્થ કરે છે ! બાર વર્ષનો બાળક માસક્ષમણ કરે અને એમાં આવી અપ્રમત્ત આરાધના-જ્ઞાાનોપાસના કરે તે ખરેખર અભિભૂત કરી દે તેવી બાબત છે. અપ્રમત્ત આરાધના કોને કહેવાય તેનું આ બાળક જીવંત ઉદાહરણ છે.

(૧૨) વયમાં વૃદ્ધ, પણ ભાવના સમૃદ્ધ:- અશોકભાઈ સુમરીયા નામે ૮૪ વર્ષના વૃદ્ધ અરાધક. પંદરમા ઉપવાસે પચ્ચક્ખાણ લેવા આવીને બોલ્યા: ''સાહેબજી ! હવે એક સાથે ૧૬ ઉપવાસનાં પચ્ચક્ખાણ આપો, એટલે માસક્ષમણ પૂર્ણ થઈ જાય.'' એમની વૃદ્ધ વય જોતાં અમે સાવચેતીથી પૂછયું: ''અત્યારે એક સાથે સોળના પચ્ચક્ખાણ સાહસ નહિ બની જાય ?'' અશોકભાઈ હસીને બોલ્યા: ''કોઈ ચિંતા ન કરો. કેમ કે આ મારું સળંગ બારમા વર્ષે બારમું માસક્ષમણ છે. આશીર્વાદ એવા આપો કે આવતા વર્ષે તેરમું માસક્ષમણ કરું.લ્લલ્લ એ વૃદ્ધ વ્યક્તિની સમૃદ્ધ ભાવના જોઈ અમે તાજુબ થઈ ગયા. બીજું એક ઉદાહરણ અમદાવાદનાં માસક્ષમણોમાં એ છે કે જેમાં ૯૧ વર્ષના કાકા માસક્ષમણ તપ કરી રહ્યા છે. નામ એમનું ધીરજભાઈ મહેતા. અમારી નિશ્રામાં નવ વર્ષમાં થયેલ કુલ ૩૨૪૩ માસક્ષમણોમાં સૌથી મોટી વયના તપસ્વી આ ધીરજભાઈ છે.

(૧૩) ટ્રસ્ટી પણ માસક્ષમણ તપમાં:- સામાન્યપણે ટ્રસ્ટીઓનું કાર્ય સંઘના વહીવટનું-તપસ્વીઓની સેવાનું-વ્યવસ્થાનું હોય. એથી આવા સામૂહિક તપમાં તેઓ ભાવના હોય તો ય ન જોડાઈ શકે. ઉદાહરણ છે પંકજસંઘના અગ્રણી ભોલાભાઈ. એમણે સહુ સાથે માસક્ષમણ આરંભી નવ ઉપવાસ કર્યા. આગળ વધવાના તીવ્ર ભાવ હતા. પરંતુ એમના પર સમૂહ માસક્ષમણોનાં આયોજનોની એટલી મોટી જવાબદારી હતી કે સાથી ટ્રસ્ટીઓએ કાર્ય સંભાળવા માટે એમને ઘરાર પારણું કરાવ્યું. આ સમજાવે છે કે ટ્રસ્ટીઓ માટે સામૂહિક માસક્ષમણોમાં સ્વયંનું માસક્ષમણ કેવું મુશ્કેલ હોય છે. આ સ્થિતિ છતાં માસક્ષમણઆયોજક મુખ્ય પાંચ સંઘો પૈકીના ગૌતમસંઘના એક ટ્રસ્ટી કિરીટભાઈએ મોટી વયે માસક્ષમણનું સાહસ કર્યું. જીવનમાં આ પૂર્વે એક ઉપવાસથી વધુ ઉપવાસ ન કર્યા હોવા છતાં એકેક ઉપવાસથી આગળ વધ્યા. નવમા ઉપવાસે ભાવ એવા છલકાયા કે સળંગ સોળ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યા !

છેલ્લે એક વાત: અમારી નિશ્રામાં થતાં તમામ માસક્ષમણોનું એકમાત્ર કારણ અમે પ્રભુકૃપા-ગુરુકૃપા જ માનીએ છીએ. એથી ગત લેખના સમાપનમાં પ્રભુકૃપાને બિરદાવતી પંક્તિ મૂકી હતી. આજે ગુરુકૃપાને બિરદાવતી પંક્તિ લઈએ કે:-

ધર્મ-સૂર્યોદયસૂરીશ મહેરબાન લાગે છે....

માસક્ષમણ દરબાર જાજરમાન લાગે છે...