Get The App

પરમતત્વ પરમાત્મા એક જ છે

Updated: Jun 5th, 2019

GS TEAM

Google News
Google News

આ સૃષ્ટિમાં પરમતત્વ પરમાત્મા એક જ છે, તે સૃષ્ટિનો ઉત્પન્ન કરનાર, સ્થિતિમાં રાખનાર તથા સંહાર કરનાર છે, એના સિવાય બીજો કોઈપણ દેવ, નથી કે દેવી નથી, તે બરાબર જાણો, અને પરમાત્માએ કોઈને પોતાના અધિકારો ભોગવવા માટેનું લાયસન્સ આપેલ પણ નથી, એટલે જુદા જુદા પથરા ઉભા કરેલા છે, તે બધાજ બોગસ અને જુઠા છે, તેમાં કોઈ સત્ય છુપાયેલ નથી, એટલું સમજો.

આ જગતમાં પરમતત્વ પરમાત્મા જ સર્વ શક્તિમાન, સર્વગુણી, સર્વજ્ઞા, સર્વ વ્યાપી, ન્યાયકારી, પ્રેમ સ્વરૂપ, કરુણામય , સત્ય સ્વરુપ, પરમ પવિત્ર અને પરમ આનંદ સ્વરૂપ છે. તેને શુદ્ધ બુદ્ધિ અને મનથી સત્ય સ્વરૂપ થઈને હૃદયસ્થ, અને આત્મસ્થ થઈને આત્માને જાણો, અને તેમાં સ્થિર થાવ, ત્યાજ જીવનનો પરમ આનંદ છે. અને અમૃતની પ્રાપ્તિ છે, તે જ પરમ તત્વ છે.

પરમાત્મા કોઈ મૂર્તિમાં નથી, મૂર્તિઓ તો દલાલોએ ઉભા કરેલા પથરા જ છે. મારો જ પથરો સત્યનું વહન કરે છે, તેજ પરમાત્માનું રુપ છે એમ કહીને વાદો ઉભા કરેલા છે, અને જ્યાં વાદ વિવાદ હોય ત્યાં અસત્ય જ હોય છે.

ત્યાં સત્યની હાજરી હોય શકે નહીં, અને ત્યાં પરમાત્મા હાજર પણ હોય શકે જ તે સત્ય છે. સત્ય એજ પરમાત્મા છે, જ્યાં સત્ય ન હોય, ત્યાં પરમાત્મા હાજર હોય શકે જ નહીં, તે અધ્યાત્મ જગતનો શાશ્વત સિદ્ધાન છે, ત્યાં તો હાજર હોય છે, અહંકાર રાગ દ્વેષ, કામના વાસના વગેરે. જે દુ:ખ ચિંતા સિવાય કઈ પ્રદાન કરે જ નહીં.

પથરાને પૂજવા અને થાળો ધરવા એતો માત્ર ને માત્ર નરી બનાવટ છે, માણસની માનસિક નબળાય છે, અજ્ઞાાન છે, એમાં કઇ તથ્ય નથી, કે આનાથી માણસને શાંતિ પણ મળતી નથી, અને તનાવમાં જ જીવન વ્યતીત કરે છે, તે આજની હકીકત છે.

પરમાત્મા તો પ્રેમ સ્વરૂપ અને સત્ય સ્વરૂપ છે, એટલે તેને પામવા માટે પ્રથમ આપણે શુદ્ધ અંતરથી પ્રેમ સ્વરૂપ અને સત્ય સ્વરૂપ થવું જ પડે અને આત્મસ્થ થઈને મન બુદ્ધિ અને વાસનાને આંતરિક સાધના કરી શુદ્ધ અને સ્થિર કરવા જ પડે તો જ તેની પ્રતીતિ શક્ય બને, અને અનુભૂતિ થાય તે સિવાય શક્ય જ નથી, અને તેમની અનુભૂતિ વિના જીવનમાં પરમ શાંતિ અને સુખ નથી, તે આધ્યાત્મ જગતનો શાશ્વત સિધ્ધાંત છે..

જેમણે જેમણે આ સૃષ્ટિમાં પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ કરી છે, તેઓ એ પોતાના અંતરમાંથી જ પ્રેમ સ્વરૂપ, સત્ય સ્વરૂપ અને શુદ્ધ થઈને જ અનુભૂતિ પ્રાપ્ત કરેલ છે, અને પોતાના જ આત્મામાંથી અનુભૂતિ કરેલ છે. કોઈએ આજ સુધીમાં પથરામાંથી પૂજા અને થાળો ધરીને પરમાત્માની અનુભૂતિ કરી જ નથી, તે સત્ય હકીકત છે.

જેમણે પોતાના આંતર જ્ઞાાનમાં સ્થિર થઈ પરમાત્માની અનુભૂતિ કરેલ છે. તેઓ કહે છે, કે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. અને અનુભૂતિ થતા જ અમૃતની પ્રાપ્તિ થાય છે. આત્મા જ પરમ પ્રકાશ રુપ છે, માટે આત્મા એજ પરમાત્મા છે, અને આત્મા જ અમૃત છે, અને અમૃત તો માત્રને માત્ર પરમાત્મામાં હોય છે, માટે આત્મા એજ પરમાત્મા છે, જ્ઞાાની માણસ કદી અસત્ય વચન બોલે જ નહીં, કારણકે પોતે જ સત્ય સ્વરુપ બની ગયા હોય છે, આથી સ્પષ્ટ થાય છે કે પથરામાં ઉભા કરી દીધેલા દેવ દેવીઓમાં કોઈ પરમાત્માનું તત્ત્વ હાજર નથી, પણ દલાલોની કમાણીનું સાધન છે. આનાથી વિશેષ કાંઈ જ નહીં.

જ્યારે અંતરની શુદ્ધ ભક્તિમાં ભક્ત માટે નથી, લજ્જા, નથી સંકોચ, નથી ભય, નથી શોક, નથી મોહ, નથી આસક્તિ, નથી અહંકાર અને નથી રાગદ્વેષ અને સો ટકા પરમાત્માની શરણાગતી અને સપર્પણનો અંતરથી સ્વીકાર હોય છે. આવો સત્ય સ્વરૂપ ભક્ત સર્વથા નિર્ભય, નિર્મળ, નીદ્ધદ્ધ, શોક રહિત, નિર્લોભ નિર્ગ્રંથમાં ત્રિગુણાતીત હોય છે, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાાન, સમ્યક ચરિત્ર, સાક્ષી ભાવ, અસંગ, અલિપ્ત કર્તૃત્વ રહિત અને અક્રિય મનમાં નીરંતર સ્થિર હોય છે, તે જ સાચો ભક્ત છે.

આવો જ્યાં ભક્ત હોય ત્યાજ સાચી શાંતિ છે, ભેદ રહિત પરમતત્વનું સતત દર્શન છે, એટલે કે આત્મ દર્શન છે, આત્મજ્ઞાાનમાં સ્થિર છે. હરી મિલન છે, પરમ તત્ત્વનો પ્રસાદ છે, પરમ આનંદ છે. પરમ સુખની અવસ્થા છે, એક્ય છે, અભેદ છે દ્વાન્દ્વાતીત અવસ્થા અને કેવલ્ય છે. આનું નામ સાચી ભક્તિ છે. અને સાચો ભક્ત છે.

જેનામા આવા કોઈ લક્ષણો જ હોય, ને ભક્ત સાધુ સંન્યાસી અને સંત કહેવડાવે છે, ને દલાલી જ કરે છે. તેને શું કહેવાય તે તમો જ નક્કી કરો તે વધુ વ્યાજબી ગણાશે.

- તત્વચિંતક વી પટેલ

Tags :