Get The App

ધર્મસંમુઢ .

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
ધર્મસંમુઢ                                                  . 1 - image

'મહાભારત'માં ચારપાત્રો એવા છે કે જે ધર્મના મોટા પંડિત છે પરંતુ ધર્મસંમુઢ બની ગયા. કર્ણ ઓછો પંડિત ન હતો. કર્ણમાં ધર્મ સમજ બહુ જ છે. કર્ણ સૂર્યનો દીકરો છે અને સૂર્ય એટલે પ્રકાશ અને પ્રકાશનો અર્થ શબ્દકોષમાં જ્ઞાન થાય છે. પંડિત હતા કોણ. પરંતુ તેનામાં ધર્મ મૂઢતા આવી ગઈ, ભીષ્મદાદામાં પણ ધર્મ મૂઢતા આવી. અને દ્રૌણાચાર્ય પણ સામાન્ય ધર્મવાળા ન કહી શકીએ. પરંતુ તેનામાં પણ ધર્મમૂઢતા આવી. અશ્વસ્થામાં પણ સામાન્ય ધર્મ નથી તે તો ગુરુપુત્ર છે. પરંતુ એનામાં પણ ધર્મ મૂઢતા છે.

કુંતી વિદુષી છે. ગાંધારી અને કુંતીનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો કહેવું પડશે કે ગાંધારીનો ત્યાગ વધારે છે. પરંતુ એ ધર્મમૂઢચેતના થી આવૃત છે. કુંતીનું જ્ઞાન, એનો ધર્મ સ્પષ્ટ છે. કુંતી કહે છે જે દુઃખ આપણને કૃષ્ણનો સંગ આપે એ મારા માટે દુઃખ નથી.. સુખ છે.