- આખું ખ્રિસ્તી નીતિ શાસ્ત્ર સમાજમાં વ્યક્તિ કે આત્માના મૂલ્ય પર ખુબ જ ભાર મૂકે છે. આમ વ્યક્તિએ સ્વયં સાધ્યો છે, અને અન્ય વસ્તુઓ માત્રને માત્ર સાધન છે
ખ્રિ સ્તી ધર્મમાં અંત:સ્થ થઈને સત્ય સ્વરૂપ પ્રાર્થના કરવાનો રિવાજ છે, આવી પ્રાર્થનાના ચાર પ્રકાર છે, પરમાત્માએ જગતને ઉત્પન્ન કરીને ઈશુને જીવોના કલ્યાણ અર્થે મોકલ્યા એ તેનો મહાન ઉપકાર છે, આ ઉપકાર માટે પરમાત્માની સ્તુતિ અંતરથી કરવાની પ્રથા છે, આમ સત્ય સ્વરૂપ થઈને અહોભાવ વ્યક્ત કરવામાં આવે છે.
બીજી અંતરથી થતી પ્રાર્થના છે, પોતાનાથી જે કાઇ ભૂલે ચૂકે જે કાઇ પાપ કર્મો થઈ ગયા હોય, તેનો સ્પષ્ટ અંગીકાર કરી માફી માગવા માટેની અંતરની પ્રાર્થના છે, પોતે જ સ્વસ્થતાપૂર્વક પાપનો અંગીકાર કરે છે, સ્વીકાર અંતરની પ્રાર્થના દ્વારા કરે છે, અને હવે પછી પાપ નહીં જ થાય તેનો સંકલ્પ પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે. અને ઘંુટણીએ પડી ક્ષમા માગવામાં આવે છે, આને અંતરથી શુધ્ધ બુદ્ધિથી થતી પાપના અંગીકારની પ્રાર્થના છે, આવી પ્રાર્થના કર્યા પછી માણસ પાપ કર્મોથી અલિપ્ત જ થઈ જાય તે સ્વાભાવિક છે, આજ ધર્મની વિશેષતા છે સ્વેચ્છાએ પાપનો સ્વીકાર, આવો માણસ પછી પાપ કૃત્ય કરે ખરો ?
ત્રીજી પ્રાર્થના મધ્યસ્થ માટે એટલે કે બીજાઓ માટે હોય છે, અને ચોથી પ્રાર્થના પોતા માટે થાય છે, તેને સત્ય સ્વરૂપ વિનંતિ કહેવામાં આવે છે, આ ચારે પ્રાર્થના શુધ્ધ હૃદયથી એકાકાર થઈને કરવામાં આવે છે, જેને ભજન સેવાના નામે ઓળખાય છે.
બધા જ ખ્રિસ્તીઓ બાઈબલનું નિયમિત વાંચન મનન અને ચિંતન કરતાં જ હોય છે. દરેકના ઘરે બાઈબલ અવશ્ય હોય જ છે, અને દરેક રવિવારે સામૂહિક પ્રાર્થના થાય છે, અને ત્યાર બાદ કોઈ ખ્રિસ્તી ધર્મના જ્ઞાાની ખ્રિસ્તી ધર્મનો બોધ આપે છે, આની વિશેષતા એ છે કે હાલી મવાલીઓ આવું જ્ઞાાન આપતા જ નથી, પણ ખરેખર જાણકાર હોય તેજ જ્ઞાાન આપે છે, કોઈ પણ જાતનું દાન માગવામાં આવતું જ નથી, ચર્ચના બારણાં પાસે કવર પડયા હોય છે, તેમાં જે રકમ આપવી હોય તે આપીને ત્યાં પેટી હોય છે, તેમાં જ કવર નાખવાની પ્રથા છે, દાન માંગવામાં આવતું જ નથી કે દાન આપનારને પુણ્ય મળશે કે સ્વર્ગ મળશે કે પાપ ધોવાશે આવા કોઈ વચનો ખ્યાલ આપવામાં આવતા જ નથી, તે તેની વિશેષતા છે, મોટે ભાગે કમાણીના દસ ટકા દાન આપતા હોય છે, પણ કોઈ ફરજ પાડવામાં આવતી નથી કે આંબા આંબલી બતાવવામાં આવતી જ નથી, તે તેની વિશેષતા છે.
ખ્રિસ્તી ધર્મ નીતિ શાસ્ત્ર વગેરેનો એવા ખ્યાલનો સ્પષ્ટ ઇનકાર કરે છે કે માનવીની મૂળભૂત મુશ્કેલીઓ અજ્ઞાાન છે અથવા માનવી સારો છે અને સત્ય શું છે તે જાણતો નથી, એમ મનાય છે.
ખ્રિસ્તી નીતિ શાસ્ત્ર પ્રેમનું, સેવાનું ભાઈચારાનું અને સત્યનું નીતિ શાસ્ત્ર છે માણસે એના દુશ્મનને પણ ચાહવો જ જોઈએ , પોતાની જાત ઉપરાંત પાડોશીઓ અને પરમાત્મા પર્યંત પ્રેમ અને સત્ય વિસ્તરવા જ જોઈએ એટલે કે કોઇની પણ ઈર્ષા તો કરાય જ નહીં. પ્રેમ અને સત્ય જ સર્વોપરી સદગુણ છે, તેનો અંગીકાર કરીને જ જીવન જીવવું જોઈએ તેમજ જીવનમાં સત્ય સ્વરૂપ શ્રધ્ધા, આશા સત્ય સ્વરૂપ વફાદારી, સહન શીલતા વગેરે સદ્ગુણો અંગીકાર કરીને જીવન જીવવું જોઈએ એમ માંને છે, અને એ રીતે જ પાછા આચરણ કરે છે, જે કઈ ભૂલ થઈ હોય તેની રવિવારે પ્રાર્થનામાં ભૂલનો સ્વીકાર કરી માફી પણ માંગે છે. આમ જાગૃત રીતે જીવતો હોય છે, સ્ત્રી અને પુરુષો પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવો નથી કે કોઈ ઉંચ નિચ પણ નથી સૌ સમાન છે એમ માની ને જ તમામ સાથે વર્તાવ થાય છે, તે તેની વિશેષતા છે, માટે જ આ ધર્મ જગતમાં એક નંબરનો ધર્મ છે.
ખ્રિસ્તી નીતિ શાસ્ત્ર માનવીની ફરજો પરમાત્મા પ્રત્યેની ફરજો તરીકે ઘટાવે છે અને આ રીતે તે નૈતિક જીવનને વૈશ્વિક મહત્વ આપે છે, સદજીવન અન્ય જીવો સાથે સંવાદમાં માત્ર જીવાતું જીવન નથી પરંતુ પરમાત્મા સાથે સંવાદમાં જીવા તું જીવન હોય છે, આને કારણે ઓછામાં ઓછો માણસના માનસમાં દંભ હોય છે.
સદજીવન ઈશુ ખ્રિસ્ત પ્રત્યે દરેક માણસ વ્યક્તિગત રીતે વફાદારી સાકર કરે છે અને એ રીતે જ જીવે છે , ખ્રિસ્તી જીવન ઈશુ ખ્રિસ્તના જીવનના આદર્શો પ્રત્યેના આંતરિક ભક્તિ ભાવથી પ્રેરેને તેમની પ્રેરણા હેઠળ સત્ય સ્વરૂપ શ્રેય માટેની શોધ હોય છે આં ખ્રિસ્તી નીતિ શાસ્ત્ર જીવંત ભાતૃભાવ દ્વારા સત્ય સ્વરૂપ રચાયેલ નીતિ શાસ્ત્ર છે.
આખું ખ્રિસ્તી નીતિ શાસ્ત્ર સમાજમાં વ્યક્તિ કે આત્માના મૂલ્ય પર ખુબ જ ભાર મૂકે છે. આમ વ્યક્તિએ સ્વયં સાધ્યો છે, અને અન્ય વસ્તુઓ માત્રને માત્ર સાધન છે. આ સાધનનો ઉપયોગ કરીને સાધ્યામાં સફળ થવાનું છે આમ સદજીવન જીવવાની અપીલ માનવી તેમજ પરમાત્મા માટેના પ્રેમના હેતુઓ આધારિત છે, અને સમગ્ર જીવન સત્યના આધારે ગોઠવાયેલું હોય છે જેથી દંભને અવકાશ હોતો નથી. તે જ આ ધર્મના અનુયાયીઓની વિશેષતા જોઈ શકાય છે.
- તત્વચિંતક વી પટેલ


