- 'મારે કોઈ શરણ નથી. આપ મારૂં એક જ શરણ છો માટે કરુણતાના ભાવથી મારૂં સદાય રક્ષણ કરો. રક્ષણ કરો.'
શુકદેવજી પ્રેમપૂર્ણ હૃદય ધરાવતા હોવાથી તે પરીક્ષિતને કરૂણા ભર્યા ભાવથી કથા સંભળાવે છે. કથાનાં પ્રાગટય પાછળ કરૂણા જ છે. ભગવાન આદિનારાયણે બ્રહ્માને કથા સંભળાવી એમાં કરૂણા જ કારણભૂત હતી.
પૃથ્વિ ઉપર આયુર્વેદનું અવતરણ પણ લોકો પ્રત્યેની કરૂણતા જ હતી. પ્રજાઓનાં દુ:ખો જોઈને તેના દુર કરવા માટે તથા સ્વસ્થ માણસ, સ્વસ્થ પ્રાણી અને સ્વસ્થ સમાજ રહે તેવા હેતુથી प्रजाहितं બ્રહ્માએ આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ આપેલો. આવું જ ભાગવતમાં પણ બ્રહ્માએ નારદજીને કથા સંભળાવી. નારદજીએ વ્યાસને વ્યાસે શુકદેવજીને અને શુકદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી તેવો ભાગવતમાં ઉલ્લેખ છે આ કથા કહેવામાં કરૂણા જ કારણભૂત હતી.
શંકરની વંદના કરતા કહેવાય છે કે 'कर्पूरगौंर कऱुणानतारम्' અહીં કપૂર પ્રગટાવવાનો અર્થ નથી, પણ કપૂર જેવા વર્ણવાળા શિવજીની વંદના કરવાની વાત છે. શિવજી સંહારના દેવ છે. છતાં પણ તે કરુણાનો અવતાર છે એટલે જ એમને કરુણાવતાર' કહ્યા છે. ક્રોધાવતાર નહીં. જેમના હૃદયમાં સદા ભક્તિની વસંત છે. પાનખર નહીં બીજા અર્થમાં જોઈએ તો વસંત એટલે ભગવાન. કેમ કે ગીતામાં જ્યારે ભગવાન વિભૂતિ બતાવે છે ત્યારે ऋतुना कुसुमाकर શબ્દવાપરીને ઋતુમાં વસંતઋતુ શ્રીકૃષ્ણએ બતાવી છે. सदावसंत्त हृदयारविन्दे भवं भवानी सहिंत नमामि ।


