Get The App

ડાકોર રણછોડરાય ભગવાનના મંદિરની સ્થાપનાની વિગતો

Updated: Mar 1st, 2023

GS TEAM


Google News
Google News
ડાકોર રણછોડરાય ભગવાનના મંદિરની સ્થાપનાની વિગતો 1 - image


હા લના મંદિરનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્વહસ્થે તે સમયે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨માં કરાવ્યું હતું. જેની મહાવદ પાંચમ, સંવત ૧૮૨૮ના મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી.

એક જ રાતમાં ભગવાન રાજા રણછોડરાય ગાડામાં ભક્ત બોડાણા સાથે ડાકોરમાં આવી ગયા. ડાકોરનું નામ આવે એટલે રાજા રણછોડરાયજીની મૂર્તિ મનઃ ચક્ષુ સમક્ષ આવી જાય. વિક્રમ સંવત ૧૨૧૨ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે રણછોડરાય તરીકે ઓળખાય છે.

ડાકોરનું રણછોડજી મંદિર  જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્વહસ્થે તે સમયે રૂ.૧લાખના ખર્ચે ઇ.સ.૧૭૭૨માં કરાવ્યું હતું. જેની મહા વદ પાંચમ, સંવત ૧૮૨૮માં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. દર વર્ષે પાટોત્સવ દરમિયાન વહેલી સવારમાં જ ભગવાનના પૂજન-અર્ચન-આરતી-ભોગ વગેરે કરવામાં આવે છે. શણગાર પણ કરવામાં આવે છે.

દ્વાપરયુગમાં ડંકમુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું. પરંતુ ડંકમુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાને ડંકમુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો. જેમાં પશુ-પંખી નીર્ભિકપણે પાણી પીતા હતા. આ કુંડ આજે પણ છે.

અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિસરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

Tags :