''ઈચ્છા રહિત'' .
- જીવ પોતેજ વાસનાઓની તૃષ્ણારૂપી ઈચ્છાઓનું સેવન કરતો હોય છે. માટે મનને શુભ માર્ગમાં જોડવામાં આવે તો જગતની સર્વે ઈચ્છારહીત, કામના રહીત પવિત્ર થાય
આ જગતનો જો મોટામાં મોટો શત્રુ હોય તો તે ઈચ્છા છે. આશા, ઈચ્છા, તૃષ્ણા આ બધુ ઈશ્વર ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય છે. પણ આ બધું છૂટતા ઈચ્છા સ્મૃતિમાં સ્થાપિત રહે છે. આ ઈચ્છારૂપી વાસનાનું રૂપ ધારણ કરી તે આગળના જનમનું કયો દેહ તે વાસના પ્રમાણે નક્કી થાય છે. હરણના બચ્ચાની વાસનામાં જડ ભરત રહુ પણ રાજા કેટલા જન્મ લેવા પડયા. કેટલાય વર્ષોનું તે રૂપાંતર થઈ ઈચ્છાનું રૂપ ધારણ કરે છે. જેવી રીતે માટલાને નાનું છીદ્રથી મટલાનું પાણી વયુ જાય ખાલી થઈ જાય, તેમ આપણું હર્યું ભર્યું જીવન ઈચ્છાથી દુઃખનું કારણ બને છે. ઈચ્છાથી વાસના બને છે. શાસ્ત્રોમાં દૃષ્ટાંતો સિધ્ધાંતને સમજવા માટે હોય છે.
ધર્મ અનુકુળ વ્યવહાર કરવો જોઈએ. ઈચ્છા અનુભવી વ્યવહાર કરીશું નવા કર્મો જન્મો-જન્મ ભટકાવ છે. ઈચ્છા ભોગ વૃત્તિનું કારણ બને છે. પરમાત્માએ અમુલ્ય દેહ દ્વારા મન, બુધ્ધિ, ચિત્ત અપર્યું છે. તેનાથી સાત્વિક આહાર ગ્રહણ કરવાથી શુધ્ધ રક્તમાં રૂપાંતર થવાથી પવિત્ર શુધ્ધ વિચારોનો જન્મ થાય છે. અને તે વિચારો આચરણમાં લાવવાથી ધર્મમય ઈચ્છામુક્ત જીવન બને છે. તણખલા જેવા માત્ર પોઝેટિવ વિચારોથી દરેકના જીવનમાં પરિવર્તન આવે છે સુપાચ્ય તાજો ખોરાક જઠરાગ્નિ અનુસાર માત્રામાં સાત્વિક આહાર દરેકના જીવનમાં ઊંડો પ્રભાવ પાડે છે. આહાર, વિહાર પર કાળજી રાખવાથી હૃદયથી શુધ્ધિ થવાથી સ્મૃતિમાં પવિત્ર બુધ્ધિ આવવાથી, સ્મૃતિજ્ઞાન થવાથી હૃદયના આધાર રૂપ સંસારના સર્વે કરતાં કરતાં ઈચ્છાઓની નિવૃત્તિ થતાં આ જીવાત્મા પ્રભુ મગ્નમાં ધ્યાનગ્રસ્ત થવાથી જીવન કામના વિષયો, તૃષ્ણા રહીત જીવન પવિત્ર ધર્મમય ઈચ્છા, વાસના રહીત બને છે. શાસ્ત્રોમાં ઘણા બધા સિધ્ધાંતો વર્ણવ્યા છે. અષ્ટાવક્રજીએ જનકરાજાને જ્ઞાન આપ્યું કેમ કે જનક રાજા ઈચ્છા રહીત વૈરાગ્ય યુક્ત દેહાભિમાન મુક્ત હોવાથી તે વિદેહી ગણાયા.
યોગવાષ્ઠિમાં વસિષ્ઠ મુનીનો ધર્મમય આજ સંદેશો રામજીને આપે છે. વાસના નિર્મુળ કરવાના સિધ્ધાંતો છે.
આ ઘન શરીર ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શક્તિ સ્વરૂપ પર બ્રહ્મથી કોઈ પ્રદેશ ખાલી નથી. સંસારને આત્મસાક્ષાત્કાર પછી આ ક્ષણ ભંગુર, નાશવંત સમજવામાં આવે છે તે પણ સ્વપ્નરૂપ થઈ જાય છે. જીવ પોતેજ વાસનાઓની તૃષ્ણારૂપી ઈચ્છાઓનું સેવન કરતો હોય છે. માટે મનને શુભ માર્ગમાં જોડવામાં આવે તો જગતની સર્વે ઈચ્છારહીત, કામના રહીત પવિત્ર થાય ત્યારે ધર્મમયને ઈચ્છા રહીત સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. ને મન નિર્મળ, શાશ્વત, નિરાકાર, નિર્વિકાર થતાં બ્રહ્મપદનો અનુભવ થાય છે.
- વસંત આઈ. સોની