જેઓ ત્રિશલામાતાના લાડલા હતા,
પિતા સિદ્ધાર્થ મહારાજાના દુલારા હતા,
મોટાભાઈ નંદીવર્ધન અને બહેન સુદર્શનાના જેઓ પ્યારા ભાઈ હતા,
દીકરી પ્રિયદર્શનાના પ્રેમાળ પિતા હતા અને
જમાઈ જમાલિના જેઓ દીક્ષાદાતા હતા,
દોહિત્રી શેષવતીના જેઓ નાના (દાદા) હતા
અને યશોદાના યશસ્વી પ્રિયતમ હતા...
ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિને
પાવન કરીને જેઓ શ્રીમદે
ઇન્ડભૂતિ આદિ ૧૧ બ્રાહ્મણોને ગણધરપદ જેવું
મહાન પદ અર્પણ કર્યું હતું.
૧૪૦૦૦ પ્રમુખ શિષ્યો અને
૩૬૦૦૦ પ્રમુખ સાધ્વીજીઓના
જેઓશ્રી નાયક હતા.
સેંકડો રાજાઓ,
હજારો શ્રેષ્ઠીઓ અને
લાખોની સંખ્યામાં માણસો જેના અનુયાયી હતા.
કરોડોની સંખ્યામાં જેમના
ચાહકવર્ગ (ફેન) હતો,
અબજોની સંખ્યામાં રહેલો દેવ-દેવીઓનો વર્ગ
જેઓશ્રીપદની ખડે પગે સેવામાં હાજર હતો.
જેઓશ્રીના અવતરણથી
શ્રત્રિયકુંડ નગરીનો રાજભંડાર
ધન-ધાન્ય, હીરા-રત્નો, સોના-ચાંદી, જમીન-રાજ્ય,
યશ-કીર્તિથી વધવા લાગ્યો
અને તે કારણે જેમનું નામ 'વર્ધમાન' રાખવામાં આવ્યું હતું.
પણ પછી
ભૌતિક શ્રેત્રે અને અધ્યાત્મ ક્ષેત્રે
યુદ્ધમાં વીર-બહાદુર પૂરવાર થયા
તેથી 'મહાવીર' નામ જગપ્રસિદ્ધ થયું,
તેવા વિશ્વવંદ્ય, જગત્પૂજ્ય, ત્રિલોકમાન્ય, બ્રહ્મ-બ્રહ્મા
એવા ભગવાન મહાવીર સ્વામીના
૨૦૨૫ મી નિર્વાણતિથિ (પુણ્યતિથિ) એ
અનંત અનંત વંદના.
તેઓશ્રીપદના નિર્મલ પુનિત દેહની પુન:
કામના કરીએ છીએ
- શ્રીમદ્ રાજચંદ્રજી મહારાજ


