વૃક્ષ છેદન એ પ્રકૃત્તિનાં ઉર પરનો ઘા! .
વૈજ્ઞાનિકો, પર્યાવરણવિંદો વારંવાર ચેતવણીઓ આપતાં જ રહે છે કે, પ્રકૃત્તિ, પર્યાવરણ અને પરિસ્થિતિનું રક્ષણ કરો. નહિતર આપણે સલામત રહી શકશું નહીં. સમ્રાટ હર્ષવર્ધન, અશોક અને શેરશાહ સુરી જેમણે રાજમહેલ અને રાજમાર્ગો બનાવ્યા હતાં. તે માટે કેટલાં બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. પરંતુ તેમણે આ માર્ગો પર બંન્ને બાજુએ હજારો નવાં વૃક્ષો વાવ્યા જેથી પર્યાવરણમાં કોઈ આડઅસર કે દૂષિતતાન આવે
મત્સ્યપુરાણમાં કહેવામાં આવ્યું છે... લોક કલ્યાણની દ્રષ્ટિએ દસ કૂવા સમાન, એક તળાવનું મહત્વ છે. દસ તળાવડી સમાન, એક સરોવર સમાન એક પુત્રનું અને દસ પુત્રોની સમાન એક 'વૃક્ષ'નું મહત્વ કહેવાયું છે. આ એ પ્રકારે પણ કહી શકાય કે દસ પુત્રો પોતાનાં જીવનકાળ દરમ્યાન જેટલું સુખ આપે છે. તેટલું જ સુખ આ વૃક્ષ એકલું આપે છે. આપણાં જીવનકાળ દરમ્યાન પહોંચાડે છે. ઋષિ મુનિઓ જાણતા હતાં કે પ્રકૃતિજીવનનો પ્રવાહ છે. અને પર્યાવરણની સમૃધ્ધ અને સ્વસ્થ હોવાથી આપણું જીવન પણ સમૃધ્ધ અને સુખી બને છે. તે પ્રકૃત્તિની દિવ્યશક્તિનાં રૂપમાં ઉપાસનાઓ કરતાં હતાં. તેને 'પરમેશ્વરી' પણ કેતા હતાં. તેઓનાં જીવનનાં આધ્યાત્મિક પક્ષ ઉપર ગહન ચિંતન કર્યું. પર્યાવરણ ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું. જે કંઇ પર્યાવરણને માટે નુકસાનકારક હતાં. તેને આસુરી પ્રવૃત્તિ કહેવામાં આવતી અને જે હિતકર કે લાભકારક હોય તેને દૈવિ પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી. વૃક્ષો આપણાં ઋષિઓનાં મિત્રો બનીને રહ્યાં કરતા હતાં. ઘણાં પ્રાચીન પુસ્તકોમાં વૃક્ષો અને જંગલોનું સુંદર ચિત્રણ પૃથ્વીનાં રક્ષક પરિધાનનાં રૂપે કરવામાં આવેલ છે. તેમણે ઋષિઓ દ્વારા સંતાનની માફક પાલનપોષણ કરવાનાં વર્ણનો મળી આવે છે. કોઈપણ સ્વાર્થને માટે હર્યાભર્યા વૃક્ષોને કાપવાનું કામ પાપ ગણવામાં આવ્યું છે. તેમજ અનાવશ્યક રીતે વૃક્ષોને કાપવામાં આવે તો તેને દંડ આપવાનાં વિધાનો પણ હતાં. વૃક્ષો પોતાનાં લાભો પ્રાણીઓ તેમજ પર્યાવરણને આપી ચૂક્યાં છે. તો શું તેને જ છેદી નાખવું?
મનુષ્ય સમજે છે કે સમસ્ત પ્રાકૃતિક સંપત્તિ પર તેમનું જ આધિપત્ય છે. જેથી જેમ ફાવે તેમ તેનાં ઉપભોગની પ્રવૃત્તિ કરવી. આ ભોગવાદી પ્રવૃત્તિઓને કારણે જ આપણે તેનું આટલી હદે શોષણ કરી નાખ્યું છે. હવે તો આપણને સ્વયંનાં અસ્તિત્વ પર સંકટ આવી પડે તેવી પરિસ્થિતિ બની ગઇ છે. વૈજ્ઞાનિકો, પર્યાવરણવિંદો વારંવાર ચેતવણીઓ આપતાં જ રહે છે કે, પ્રકૃત્તિ, પર્યાવરણ અને પરિસ્થિતિનું રક્ષણ કરો. નહિતર આપણે સલામત રહી શકશું નહીં. સમ્રાટ હર્ષવર્ધન, અશોક અને શેરશાહ સુરી જેમણે રાજમહેલ અને રાજમાર્ગો બનાવ્યા હતાં. તે માટે કેટલાં બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. પરંતુ તેમણે આ માર્ગો પર બંન્ને બાજુએ હજારો નવાં વૃક્ષો વાવ્યા જેથી પર્યાવરણમાં કોઈ આડઅસર કે દૂષિતતા ન આવે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય સમાજ પોતાનાં મકાનોની આસપાસ તેમજ ખેતરોની આજુબાજુ વૃક્ષોને વાવે છે. વૃક્ષોનું કે વૃક્ષવાટિકા બનાવે તેનાં થડ આસપાસ માટી પાથરે છે. સમય સમયે તેની પૂજા પણ કરે છે. તેમનાં પ્રત્યે આદર ભાવે પૂણ્ય કાર્ય કરે છે. વટ સાવિત્રિ, પિતૃતર્પણ જેવાં પ્રસંગો વૃક્ષ આધારે જ ઉજવાય છે. આ બધી પ્રથાઓ પ્રચલિત કારણ તો વનસ્પતિ અને વૃક્ષોનું રક્ષણ થતું રહે. મનુષ્ય વૃક્ષ દ્વારા મળતા ફાયદાનો આનંદ માણી શકે.
- લાલજીભાઈ જી. મણવર