'જ્ઞાાનેશ્વરી ગીતા'નાં સર્જક : સંતકવિ 'જ્ઞાાનેશ્વર'
સં ત શિરોમણી એવા જ્ઞાાનદેવ મહારાજ એમનાં સમયથી એક મહાન સંત ભક્ત કવિ મનાતા આવ્યા છે. બાળ જ્ઞાાનેશ્વરે માત્ર બાર વર્ષની વયે, શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં ભાષ્યરુપે (મરાઠી ભાષામાં) 'ભાવાર્થી દીપિકા' નામનાં જ્ઞાાનેશ્વરી ગ્રંથની રચના કરેલી. માત્ર છ વર્ષ જે બાળકની રમવાની ઉંમર હોય ત્યારે જ્ઞાાનદેવે તો પિતા પાસેથી વેદ-ઉપનિષદો કંઠસ્થ કરેલા.
જ્ઞાાનદેવનાં માતા પિતાના ગૃહસ્થાશ્રમમાં ફરી પ્રવેશ કરવાનો તેમનો અપરાધ ગણાયો. જેથી તેમણે તેમનાં જ્ઞાાતિ સમાજની આજ્ઞાા સ્વીકાર કરીને સંતાનોના કલ્યાણ અર્થે ગંગાજીમાં જળસમાધિ લઇ લીધેલી. તો જ્ઞાાનદેવના સમાજે તેમણે સંન્યાસીનાં સંતાનો ગણીને બહિષ્કાર કર્યો. તેમનાં યજ્ઞાોપવિત સંસ્કાર પણ ન થયા.
પરંતુ આ તિરસ્કૃત થયેલા બાળકોએ જન્મજાત ધર્મ અધ્યાત્મનાં સંસ્કારોને કારણે સમાજમાં ભક્તિ ભજનોમાં જ્ઞાાનથી પ્રભાવ પાડી દીધો. એ સમયે જ્ઞાાનદેવે પોતાનાથી બે વર્ષ મોટા ભાઈ પાસેથી દીક્ષાગ્રહણ કરીને તેને ગુરુપદે પ્રતિષ્ઠિત કર્યા. ત્યારબાદ માત્ર ચાર વર્ષના સમયમાં જ તેમણે ગુરુ પાસેની મહત્ત્વની સાધના અને ધર્મશાસ્ત્રોનું ઉંડું અદ્યયન કર્યું. તેમ છતાં તેઓ પોતાનાસર્વે કાર્યો અને જ્ઞાાનનો યશ પોતાના સદગુરુ નિવૃત્તિનાથને આપતા હતા. એમને મોટી પ્રસિધ્ધિ અપાવેલ 'જ્ઞાાનેશ્વરી ગીતા'નું પારાયણ અને નિરુપણુ ગુરુવર્ય નિવૃત્તિનાથની ઉપસ્થિતિમાં થયું હતું.
જ્ઞાાનદેવે સર્વે પૈઠણનાં પંડિતો તથા શાસ્ત્રીઓને વિનંતિ કરી હતી કે તેઓ પોથી-પુસ્તકોમાંથી બહાર આવીને તેઓ જ્યાં 'નીતિ-રીતિ' છે, એ તરફ પગલાં માંડે. તેઓ એ પંડિત-પુરોહિતને સવાલ કર્યો, તમે ઘૂંઘટનાં અહંકાર મય પટને ઉઠાવીને પ્રભુ તરફ ક્યારે મીટ માંડશો ? એટલે તો ગવાયું છે ને કે
'ઘૂંઘટ કે પટ ખોલ, તુજે પિયા એટલે કે પ્રભુ મિલેગેં !'
જ્ઞાાનદેવની ગુરોપાસના પણ અદ્બુત હતી. તેઓ કહેતા જ્યાં સુધી અહંપદનું વિસર્જન નહીં થાય. ત્યાં સુધી શિષ્યના હૃદયમાં સદગુરુનો પ્રવેશ શક્ય નથી. સાચો શિષ્ય સર્વે ભાવ રાખીને સદ્ગુરૂને સમર્પિત થાય છે. જ્ઞાાનદેવજીનાં ગુરુમહિમાનું વર્ણન 'જ્ઞાાનેશ્વરી'ના મહાગ્રંથમાં જોવા મળે છે.
સંતજ્ઞાાનદેવે પોતાના આભંગમાં ગાયું છે કે જગતમાં 'નામસ્મરણ' સિવાય બીજું કશું મોટું નથી. પરમાત્માનું નામસ્મરણ સર્વસ્વ છે.
- પરેશ અંતાણી